July 2024 Grah Gochar: જુલાઈમાં 4 ગ્રહ કરશે ગોચર, આ રાશિઓનું ખૂલશે ભાગ્ય

July 2024 Grah Gochar: જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, જુલાઈ મહિનામાં 4 ગ્રહો પોતાની રાશિમાં પરિવર્તન કરશે. આ તમામ ગ્રહ ગોચર રાશિઓ પર તેમના ઘર પ્રમાણે અસર કરશે. આ મહિનામાં શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે.

શ્રાવણ માસમાં ભગવાન શિવની કૃપા તમામ રાશિના લોકો પર રહેશે. તેમાંથી 4 રાશિના લોકોને સૌથી વધુ લાભ મળશે. ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે અન્ય ઘણી રાશિઓના લોકોને પણ શુભ ફળ મળશે. આ અહેવાલમાં આપણે જુલાઈ મહિનામાં થતા ગ્રહોના રાશિ પરિવર્તન વિશે વિગતવાર જાણીશું.

મંગળ ગોચર 2024 - ગ્રહોનો સેનાપતિ મંગળ 12 જુલાઈના રોજ સાંજે 06:58 કલાકે વૃષભ રાશિમાં ગોચર કરશે. વૃષભમાં ગોચર દરમિયાન મંગળ 27મી જુલાઈએ રોહિણીમાં અને 16મી ઓગસ્ટે માર્ગશીર્ષ નક્ષત્રમાં ગોચર કરશે.

આ પછી તે 26 ઓગસ્ટે મિથુન રાશિમાં ગોચર કરશે. મંગળ ગોચરથી કર્ક રાશિના જાતકોને અઢળક લાભ થશે.

બુધ ગોચર 2024 - ગ્રહોનો રાજકુમાર બુધ 19 જુલાઈએ સિંહ રાશિમાં ગોચર કરશે. આ પહેલા ભગવાન બુધ કર્ક રાશિમાં બિરાજમાન છે, અને 19 જુલાઈ સુધી કર્કમાં બિરાજમાન રહેશે. વૃશ્ચિક રાશિના જાતકોને બુધના રાશિ પરિવર્તનથી સૌથી વધુ ફાયદો થશે.

July 2024 Grah Gochar

સૂર્ય રાશિ પરિવર્તન 2024 - હાલમાં સૂર્ય ભગવાન મિથુન રાશિમાં બિરાજમાન છે. આત્માનો કારક સૂર્ય ભગવાન 16મી જુલાઈએ કર્ક રાશિમાં ગોચર કરશે. આ સમયગાળા દરમિયાન તે 19મી જુલાઈએ પુષ્ય નક્ષત્રમાં, 2જી ઓગસ્ટે આશ્લેષા અને 16મી ઓગસ્ટે મઘ નક્ષત્રમાં ગોચર કરશે.

આ પછી તે 16 ઓગસ્ટે સ્વરાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિના લોકો સૂર્યના રાશિ પરિવર્તનને કારણે ધનવાન બની શકે છે.

શુક્ર ગોચર 2024 - સુખનો કારક શુક્ર જુલાઇ મહિનામાં પોતાની રાશિ બદલશે. 7 જુલાઈએ શુક્ર મિથુન રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન તે 9મી જુલાઈએ પુષ્ય નક્ષત્ર, 20મી જુલાઈએ આશ્લેષા અને 31મી જુલાઈએ માઘ નક્ષત્રમાં પ્રવેશ કરશે.

આવા સમયે, 31 જુલાઈએ, તે સિંહ રાશિમાં ગોચર કરશે. સ્વામી શુક્રના રાશિ પરિવર્તનને કારણે મકર રાશિના લોકોને વેપારમાં લાભ મળી શકે છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X