રાશિ પ્રમાણે જાણો તમારો લકી ચાર્મ, બદલાઈ શકે છે તમારી કિસ્મત!

Posted By:
Subscribe to Oneindia News

દરેક રાશિનું પોતાનું ચિન્હ હોય છે જે તમારા જીવનમાં સૌભાગ્ય અને સારી ઊર્જા લાવે છે. તમે પણ રાશિ પ્રમાણે આ લકી ચાર્મને જાણો અને તેને અપનાવો. પછી જુઓ કે તમારી આસપાસની વસ્તુઓ કેવી રીતે બદલાઈ જાય છે. એક વાત યાદ રાખજો કે આવી ભાગ્યશાળી વસ્તુઓ તમારે ખરીદવાની જરૂર નથી પણ જે તમને તમારા નજીકના લોકોએ તમને આપી હોય. તો આવો જાણો તમારી રાશિ પ્રમાણે તમારો લકીચાર્મ..

મેષ

મેષ

મેષ રાશિ માટે આગની નિશાની છે, જેનો અર્થ છે કે તેમની માટે ચળકદાર કલર શુભ છે. આ રાશિના લોકોનું લકી ચિન્હ સૂર્ય, ચંદ્ર અને તારા છે. સ્ત્રીઓ માટે રુબી અથવા માણેકના આભૂષણ ભાગ્યશાળી છે.

વૃષભ

વૃષભ

આ રાશિનો સ્વામી શુક્ર છે અને આ દેવીની મનપસંદ ધાતુ તાંબુ છે. આ રાશિના લોકો માટે તાંબુના આભૂષણ ભાગ્યશાળી છે. દરવાજા પર ઘોડાની નાળ લગાવવાથી તમારુ સૌભાગ્ય થઈ શકે છે. કોઈ પણ ઝવેરાતનું આભૂષણ તમારા જીવનમાં ધન, આરોગ્ય અને પ્રેમ લાવી શકે છે.

મિથુન

મિથુન

આ રાશિનું ચિન્હ હવા છે. પરિણામે પક્ષી, પતંગીયુ અને ડ્રેગનફ્લાઈ આ રાશિ માટે ઉત્તમ છે. પાંખ વાળુ કોઈ પણ ચિન્હ તમારા જીવનમાં પ્રસિદ્ધિ, કલ્પનાશીલતા, રચનાત્મકતા અને સ્વતંત્રતા લાઈ શકે છે. બીજુ, ખરાબ સમયને દૂર કરવા માટે તમારી સાથે નાનો અરીસો કે કાચ રાખો.

કર્ક

કર્ક

આ રાશિની નિશાની પાણી છે. પરિણામે માછલી, સ્ટારફિશ, ડોલ્ફિન જેવા ચિન્હો તેમના માટે ભાગ્યશાળી છે. તમારા જીવનમાં પ્રેમ લાવવા માટે તમે મોતી કે સીપ પહેરી શકો છો. તમારા કરિયરમાં સૌભાગ્ય લાવવા માટે તમે ચંદ્ર આકારનુ ચાંદીનું આભૂષણ પહેરી શકો છો.

સિંહ

સિંહ

સૂર્ય, ચંદ્ર અને તારા આ રાશિ માટે ભાગ્યશાળી ચિન્હ છે. જો કે તમારુ ચિન્હ આગ છે. પરિણામે તમે સોનાના આભૂષણો પહેરી શકો છો, જે સૂર્ય કે આગના આકારના હોય. ઉપરાંત બિલાડીનું ચિન્હ પણ તમારા કરિયર માટે સારુ રહેશે.

કન્યા

કન્યા

આ રાશિનું ચિન્હ પૃથ્વી છે. તે માટે પ્રાકૃતિક રત્નનું બનેલુ આભૂષણ શુભ રહેશે, જેની અંદર કાણું હોવુ જોઈએ. પ્રસિદ્ધિ માટે તમે સફરજન, બોર અને આડુ જેવા ફળોના આભૂષણો પહેરી શકો છો.

તુલા

તુલા

હવાના અન્ય ચિન્હો તમારા માટે ભાગ્યશાળી પ્રતિક છે. ઉડતુ હમિંગબર્ડ કે કોઈ પક્ષીનું ચિન્હ તમને સામાજીક ક્ષેત્રે ઉન્નતિ પ્રદાન કરી શકે છે. તમામ ચેલેન્જોને પૂરી કરી તમે સફળ થવા ઈચ્છતા હોવ તો તમે જંબુમણિ પણ પહેરી શકો છો.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિનું ચિન્હ પાણી છે, ચંદ્ર આ રાશિનું ભાગ્યશાળી પ્રતિક છે. સ્ટારના આકારને ચાંદીના આભૂષણમાં કરી પહેરવાથી તમારા જીવનમાં સફળતા આવશે, ત્યાં જ સાંપ અને સફરજનનું ચિન્હ તમારા જીવનમાં પ્રેમ લઈને આવશે.

ધન

ધન

આ રાશિનું પ્રતિક સ્ટાર અને સૂર્ય છે. ધનુષ અને તીરનું ચિન્હ તમારા માટે સારુ ભાગ્ય લાવી શકે છે. લવ લાઈફ સારી કરવા માટે દિલ અને તીરનો આકાર નેકલેસ તરીકે ધારણ કરો. લવલાઈફમાં ખુશીઓ જળવાઈ રહે તે માટે મોતીના આભૂષણો પહેરી શકો છો.

મકર

મકર

આ રાશિનું પ્રતિક પૃથ્વી છે. તમારા માટે સ્ટોન પહેરવો ભાગ્યશાળી હોઈ શકે છે. પિંક ક્વાર્ટઝ પહેરવાથી તમારા સપના પૂરાં થાય છે. ઉપરાંત જંબૂમણિ પહેરવાથી તમે પ્રેમ અને બિઝનેસની મુશ્કેલીઓને દૂર કરી શકો છો.

કુંભ

કુંભ

આ રાશિનું પ્રતિક હવા છે, પરિણામે પાંખના આકારની કોઈ ચીજ તમારા માટે શુભ છે. નાણાકીય સમસ્યાઓથી બચવા માટે માખી પહેરો. તમારી રચનાત્મકતા વધારવા માટે ડ્રેગનફ્લાઈ પહેરી શકો છો.

મીન

મીન

પાણી આ રાશિનું પ્રતિક ચિન્હ છે. પરિણામે લહેરો, નદીઓ અને ઝરણા તમારા માટે શુભ છે. ઉપરાંત અન્ય ધાતુ પણ તમારા માટે સૌભાગ્ય લાવી શકે છે. ચાંદીના આભૂષણમાં પન્ના પહેરવો શુભ રહેશે. પ્રેમ જીવનમાં સફળતા મેળવવા માટે ચાંદીની ડોલ્ફિન પેંડન્ટમાં પહેરો.

English summary
Find out about your lucky charm and create some magic in your life.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.