For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Makar Sankranti 2023: સૂર્યનો મકર રાશિમાં 14 જાન્યુઆરીએ પ્રવેશ, જાણો શું થશે તમારી રાશિ પર અસર

સૂર્યનો 14 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ થશે. જાણો બધી રાશિઓ પર તેનો પ્રભાવ.

By Desk
|
Google Oneindia Gujarati News

Makar Sankranti 2023(રાશિઓ પર પ્રભાવ): ગ્રહોના રાજા અને સમગ્ર બ્રહ્માંડને પોતાના તેજથી પ્રકાશિત કરનાર ભગવાન સૂર્યનારાયણ 14 જાન્યુઆરી, 2023ના રોજ રાત્રે 8.44 કલાકે પુત્ર શનિની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરશે. 13 ફેબ્રુઆરીના રોજ સવારે 9.44 વાગ્યા સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે ખરમાસ સમાપ્ત થશે અને અન્ય રાશિઓ સાથે તેનુ ગણિત બદલાશે. ચાલો જાણીએ કે સૂર્યના રાશિ પરિવર્તનથી વિવિધ રાશિઓ પર શું પરિણામ આવવાનુ છે.

sun

મેષઃ તમારા દશમમાં સૂર્યનુ આગમન કાર્યની દ્રષ્ટિએ લાભદાયક રહેશે. આ એક મહિનાનો સમય પ્રગતિકારક રહેશે. લાભની સ્થિતિ બનતી જણાય. આર્થિક બાજુ મજબૂત રહેશે. આવકના નવા સ્ત્રોત મળશે. કાર્યક્ષેત્રમાં સતત પ્રગતિ થશે.

વૃષભઃ તમારા માટે નવમ ભાવમાં આવતો સૂર્ય કાર્યક્ષેત્રમાં આગળ વધવાની સંભાવના ઉભી કરશે. નવા કાર્યો મળશે. પૈસાની આવક વધશે. ભાગીદારીમાં કામ શરૂ થશે. પરિવારમાં શુભ કાર્ય થશે. પ્રોપર્ટી ખરીદવાની શક્યતાઓ છે. પારિવારિક જીવનમાં ખુશીઓ.

મિથુન: અષ્ટમ ભાવમાં સૂર્યના આગમનથી રોગો અને શત્રુઓનો અંત આવશે, પરિવારના વડીલોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. આર્થિક કાર્યમાં પ્રગતિ થશે. જમીન, મિલકતના કામોમાં લાભ થાય. ધન લાભના સંકેત છે. કામકાજમાં બદલાવ શક્ય છે.

કર્કઃ સપ્તમ ભાવમાં સૂર્યના પ્રભાવથી વૈવાહિક જીવન પ્રભાવિત થશે. ભાગીદારીમાં વેપાર-ધંધો શરૂ કરો લાભદાયી રહેશે. સન્માન પ્રાપ્ત થશે. આર્થિક મજબૂતી આવશે. રોગો દૂર થશે. નોકરીયાત લોકોના કામમાં બદલાવની સંભાવના છે. પ્રેમ પ્રાપ્ત થશે.

સિંહઃ છઠ્ઠા ભાવમાં સૂર્ય કષ્ટદાયક રહેશે. જો કે જૂના રોગોથી મુક્તિના સંકેતો છે. શત્રુઓ પરાજિત થશે અને તમારા કાર્યમાં આવતા તમામ અવરોધો દૂર થશે. નવા કાર્યો પ્રાપ્ત થશે. ધન લાભ થશે. જમીન, મિલકત સંબંધિત કામોથી લાભ થાય. સુખો પર ખર્ચ કરશો.

કન્યા: પંચમ ભાવનો સૂર્ય નવા પ્રેમ સંબંધ બનાવશે. લગ્નજીવન સુખી રહેશે. નોકરી-ધંધાના બદલાવ સાથે લાભ થવાની સંભાવના રહેશે. યાત્રાઓથી કમાણી થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સફળ રહેશે.

તુલા: સુખ સ્થાનનો સૂર્ય ધનલાભની શક્યતાઓ સર્જી રહ્યો છે. અત્યાર સુધી કરેલા તમારા પ્રયત્નો ફળદાયી રહેશે. કાર્યમાં પ્રગતિ થશે, સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો. તણાવ ન લો. પ્રેમ અને વિવાહિત જીવન ખુશહાલ રહેશે. માતા તરફથી સારા સમાચાર મળશે.

વૃશ્ચિક: સમય ઉત્તમ છે. તમારા પરાક્રમમાં વધારો થશે. તમને સન્માન અને ખુશીઓ મળશે. પૈતૃક સંપત્તિ અંગે ચાલી રહેલા વિવાદનુ સમાધાન થશે. પોતાની જમીન અને મકાન ખરીદવાની તકો છે. સ્વાસ્થ્ય સારુ રહેશે. આવકના નવા માધ્યમ મળશે. ધન લાભ થશે.

ધન: ધન અને વાણીની અસર સ્પષ્ટ દેખાશે. સમય સુખ અને સમૃદ્ધિદાયક રહેશે. પરિવારમાં ખુશીનુ વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય લાભ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. કામમાં બદલાવ આવશે પરંતુ લાભ તરફ આગળ વધશો.

મકરઃ ધન લાભ રહેશે. માન-સન્માનમાં વધારો થશે. આર્થિક લાભનો સમય છે. તમારા કાર્યો ઝડપથી પૂર્ણ કરો. આંખના રોગો પરેશાન કરી શકે છે. પિતાનો સહયોગ મળશે. પારિવારિક જીવનમાં કોઈ શુભ અવસર પર જવાની તક મળશે.

કુંભ: સમય ખર્ચાળ રહેશે પરંતુ પૈસાની આવક સમાન રહેશે. પારિવારિક જીવન સુખદ રહેશે. પારિવારિક વિવાદો દૂર થશે. શત્રુઓનો પરાજય થશે. મિત્રોનો સહયોગ મળશે. પ્રેમ સંબંધો ગાઢ બનશે. આરોગ્યનુ ધ્યાન રાખો, બહારના ખાન-પાનથી સાવચેત રહો.

મીન: સૂર્યનુ લાભ ભાવમાં ગોચર ધનના નવા સ્ત્રોત બનાવશે. જૂના કામોને વેગ મળશે અને તેમાંથી તમને પૈસા મળશે. પારિવારિક જીવન સુખદ રહેશે. સંપત્તિ પ્રાપ્ત થશે. માનસિક સુખ મળશે. સ્વાસ્થ્ય સારુ રહેશે. પ્રેમમાં વધારો થશે.

English summary
Makar Sankranti 2023: Sun Transit in Capricorn on 14th January 2023, Know the effect on all zodiac signs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X