For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Makar Sankranti 2022: જાણો મકર સંક્રાંતિના શુભ મુહૂર્ત, તિથિ અને મહત્વ

જાણો મકર સંક્રાંતિના શુભ મુહૂર્ત, તિથિ અને મહત્વ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મકર સંક્રાંતિ હિંદુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ પર્વ સાથે જ બધા શુભ અને મંગળ કાર્યો શરુ થઈ જાય છે કારણકે આ દિવસથી ખરમાસ પણ સમાપ્ત થાય છે. તમને જણાવી દઈએ કે પોષ મહિનામાં જ્યારે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે તે કાળ વિશેષને જ સંક્રાંતિ કહેવામાં આવે છે. કોઈ કોઈ જગ્યાએ આ દિવસને 'ખિચડી'ના નામથી ઓળખવામાં આવે છે. આ પવિત્ર દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન-પુણ્ય કરે છે. આ દિવસે કાળા તલનુ વિશેષ રુપે દાન કરવામાં આવે છે.

મકર સંક્રાંતિના શુભ મૂહુર્ત

મકર સંક્રાંતિના શુભ મૂહુર્ત

મકર સંક્રાંતિઃ 14 જાન્યુઆરી, 2022
પુણ્ય કાળઃ 14 જાન્યુઆરીએ બપોરે 02.43થી સાંજે 05.45 સુધી
પુણ્ય કાળનો કુલ સમયઃ 03 કલાક 02 મિનિટ
મકર સંક્રાંતિના દિવસે મહા પુણ્યકાળ - 14 જાન્યુઆરીએ બપોરે 02.43થી 04.28 સુધી
કુલ સમયઃ 01 કલાક 45 મિનિટ

મહત્વ

મહત્વ

આ દિવસને ક્યાંક-ક્યાંક 'ઉત્તરાયણ' કહેવામાં આવે છે. યુપીમાં આ દિવસે માઘ મેળાનુ આયોજન કરવામાં આવે છે. લોકો આ દિવસે સંગમ નગરી કે કાશીમાં મોટી સંખ્યામાં સ્નાન કરે છે. વળી, બિહારમાં મકર સંક્રાંતિને ખિચડીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે અડદ, ચોખા, તલ, ચેવડો, સ્વર્ણ, ગરમ વસ્ત્રોનુ દાન કરવાનો રિવાજ છે. આ દિવસે લોકો ઘરમાં ખિચડી બનાવીને પણ ખાય છે અને ઘરમાં તલ અને ગોળના પકવાન પણ બનાવે છે. ઐતિહાસિક મહત્વની વાત કરીએ તો કહેવાય છે કે આ દિવસે ભગવાન ભાસ્કર એટલે કે સૂર્યદેવ પોતાના પુત્ર શનિને મળવા જાય છે અને શનિદેવ મકર રાશિના સ્વામી હોવાથી આ દિવસને મકર સંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે.

ભીષ્મ પિતામહે પોતાનો દેહ કર્યો હતો ત્યાગ

ભીષ્મ પિતામહે પોતાનો દેહ કર્યો હતો ત્યાગ

અમુક લોકો એ પણ કહે છે કે આ દિવસે ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો માટે આ દિવસને પવિત્ર દિવસ કહેવામાં આવે છે. ગંગા નદી સાગરમાં મળી હતી માટે આ દિવસે ગંગા સ્નાનનુ પણ મહત્વ છે. હવામાનની વાત કરીએ તો આ દિવસે ભયંકર ઠંડી ખતમ થાયછે માટે આ દિવસ ખૂબ પવિત્ર છે. આ દિવસે દાન, સ્નાન, શ્રાદ્ધ, તર્પણ, જપ-તપનુ ખાસ્સુ મહત્વ છે.

આ મંત્રથી કરો સૂર્યદેવની પૂજા

माघे मासे महादेव: यो दास्यति घृतकम्बलम। स भुक्त्वा सकलान भोगान अन्ते मोक्षं प्राप्यति॥

English summary
Makar Sankranti is on 14th Jan 2022, Know Muhurat, Puja Vidhi and auspicious timings, importance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X