For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુધ 30 જાન્યુઆરીથી વક્રી, 4 ફેબ્રુઆરીથી પંચગ્રહી યોગ, જાણો બધી રાશિઓ પર શું થશે અસર

જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં બુધમાં બે મોટા પરિવર્તન થવા જઈ રહ્યા છે. મનુષ્ય, જીવ-જંતુઓ, પર્યાવરણ વગેરે પર શું અસર થશે આવો વિસ્તારથી જાણીએ.

|
Google Oneindia Gujarati News

Mercury retrograde from January 30: જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં બુધમાં બે મોટા પરિવર્તન થવા જઈ રહ્યા છે. માત્ર અમુક જ દિવસોના અંતરે બુધ વક્રી થવા જઈ રહ્યો છે, રાશિ પરિવર્તન કરી રહ્યો છે અને અસ્ત પણ થઈ રહ્યો છે. બુધના આટલા પરિવર્તનોની તમારા પર શું અસર થશે એ સવાલ પણ સૌના મનમાં છે. આપણે વિસ્તારપૂર્વક આ વિશે જાણીશુ. વર્તમાનમાં બુધ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. તે 30 જાન્યુઆરી, 2021 શનિવારની રાતે 9 વાગીને 25 મિનિટથી કુંભ રાશિમાં વક્રી થઈ રહ્યો છે. ત્યારબાદ 2 ફેબ્રુઆરીએ પશ્ચિમમાં અસ્ત થઈ જશે અને ત્યારબાદ 4 ફેબ્રુઆરીએ વક્રી અવસ્થામાં જ મકર રાશિમાં પ્રવેશ કરી જશે. માત્ર 6 દિવસના સમયમાં બુધ મોટા પરિવર્તનોમાંથી પસાર થવાનો છે. બુધ જ્ઞાન, બુદ્ધિ, વિવેક, નિર્ણય ક્ષમતા, બૌદ્ધિક કાર્ય, વેપાર-વ્યવસાય, શિક્ષાનો ગ્રહ હોય છે. આનો સંબંધ પ્રકૃતિ, પર્યાવરણ અને હરિયાળી સાથે પણ છે. બુધ 22 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 6.20 વાગે માર્ગી થઈ જશે. બુધના આટલા પરિવર્તનોના કારણે મનુષ્ય, જીવ-જંતુઓ, પર્યાવરણ વગેરે પર શું અસર થશે આવો વિસ્તારથી જાણીએ.

રાશિઓ પર અસર

રાશિઓ પર અસર

  • મેષઃ મહેનત વધુ કરવી પડશે. કાર્યને વેગ આપવાનો પ્રયત્ન કરો. ધન વૃદ્ધિ થશે.
  • વૃષભઃ ભાગ્યનો સાથ મળશે. આવક વધશે. આરોગ્યમાં સુધારો થશે. લાભ થશે.
  • મિથુનઃ અષ્ટમમાં પંચગ્રહી યોગ બનશે. આરોગ્યનુ ધ્યાન રાખો. રોકાણથી લાભ થશે.
  • કર્કઃ વૈવાહિક, ભાગીદારીના કાર્યોમાં સતર્ક રહો. નિર્ણય ક્ષમતા પ્રભાવિત થશે. રોકાણથી બચો.
  • સિંહઃ સમસ્યાઓ ઘટશે. આવક વધશે. આરોગ્ય સારુ રહેશે. મોટા નિર્ણયો લેશો.
આમને મળશે લાભ જ લાભ

આમને મળશે લાભ જ લાભ

  • કન્યાઃ સુખ-સમ્માનમાં વૃદ્ધિ, શિક્ષણમાં લાભ, ધન આગમન, બૌદ્ધિક કાર્યોથી લાભ.
  • તુલાઃ ભૌતિક સુખમાં વૃદ્ધિ, કારોબાર વૃદ્ધિ, ધનાગમન, આરોગ્ય સુખ
  • વૃશ્ચિકઃ પૈતૃક સંપત્તિ પ્રાપ્તિ, ધન લાભ, સંતાન સુખ, પ્રેમ પ્રાપ્તિ.
  • ધનઃ ધન લાભ, નવીન કાર્યની પ્રાપ્તિ, ભૌતિક સંશાધનની પ્રાપ્તિ, સ્વાસ્થ્ય લાભ.
  • મકરઃ માનસિક તણાવ, ચિંતા, ખોટા નિર્ણય, વેપારમાં લાભ, પૈસાની આવક થશે.
  • કુંભઃ ખર્ચમાં વૃદ્ધિ, અનાવશ્યક ખર્ચ, આવક સામાન્ય, માનસિક તણાવ, સ્વાસ્થ્યમાં ઘટાડો.
  • મીનઃ આવકમાં વૃદ્ધિ, સંતાન સુખ, નવો વેપાર, વિકાસ, આરોગ્ય લાભ.
4થી 12 ફેબ્રુઆર સુધી પંચગ્રહી યોગ

4થી 12 ફેબ્રુઆર સુધી પંચગ્રહી યોગ

મકર રાશિમાં ચાર ગ્રહ સૂર્ય, બૃહસ્પતિ, શનિ અને શુક્ર ચાલી રહ્યા છે. 4 ફેબ્રુઆરીએ આ રાશિમાં બુધના પ્રવેશ કરવાથી પંચગ્રહી યોગ બનશે. આ યોગ 12 ફેબ્રુઆરી સુધી ચાલશે. 12 ફેબ્રુઆરીએ સૂર્યના કુંભ રાશિમાં જવાના કારણે આ પંચગ્રહીથી ચતુર્ગ્રહી યોગ થઈ જશે. ત્યારબાદ 20 ફેબ્રુઆરીએ શુક્રના કુંભ રાશિમાં જવાથી ચતુર્ગ્રહી યોગ પણ સમાપ્ત થઈ જશે. પંચગ્રહી અને ચતુર્ગ્રહી યોગની વિપરીત પ્રભાવ એ લોકો પર વધુ રહેશે જેમને શનિની સાડા સાતી ચાલી રહી છે અથવા જેમની કુંડળીમાં સૂર્ય પીડાકારી ગ્રહ તરીકે સ્થિત છે. પંચગ્રહી યોગ દરમિયાન આવક પ્રભાવિત થશે. કાર્યોની ગતિ મંદ થશે, વ્યર્થના વાદ-વિવાદ અને ખર્ચમાં વધારો થશે.

શું ઉપાય કરશો

બુધની પ્રસન્નતા અને ખરાબ પ્રભાવ ઘટાડવા માટે બુધવારના દિવસે ગાયને લીલો ધાણા ખવડાવવા. સ્વયં બુધવારે લીલી શાકભાજી અથવા લીલા મગનુ સેવન ન કરવુ. છોડની સેવાલ કરવી. તુલસીનો છોડ લગાવવો અને તેની નિયમિત સેવા કરવી. ભગવાન શ્રી ગણેશને રોજ દૂર્વા અર્પિત કરવી.

ત્વચા સંબંધી રોગ આપે છે નબળો બુધ ગ્રહ, સૂર્ય-મંગળ-શુક્ર પણ બને છે તેના કારણત્વચા સંબંધી રોગ આપે છે નબળો બુધ ગ્રહ, સૂર્ય-મંગળ-શુક્ર પણ બને છે તેના કારણ

English summary
Mercury's first period of retrograde motion in 2021 lasts from January 30 to February 21, Read effects on all zodiac sign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X