બુધનું કાલે કન્યા રાશિમાં થશે ગોચર, જાણો તમારી રાશિ પર શું અસર થશે

બુધનું કાલે કન્યા રાશિમાં થશે ગોચર, જાણો તમારી રાશિ પર શું અસર થશે

મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ પોતાની જ રાશિ કન્યામાં 26 ઓગસ્ટ 2021ને ગુરુવારની સવારે 11 વાગીને 21 મિનિટ પર પ્રવેશ કરવા જઈ રહ્યો છે. બુધનો આધિપત્ય વેપાર-વ્યવસાય, જ્ઞાન, બુદ્ધિ, નિર્ણય ક્ષમતા પર હોય છે. બુધ 2 નવેમ્બર સુધી આ રાશિમાં જ રહેશે. બુધનું સ્વરાશિમાં આવવું લગભગ બધી જ રાશિ માટે શુભ સાબિત થનાર છે. આ દરમિયાન લોકોની નિર્ણય ક્ષમતા મજબૂત થશે અને મોટા ફેસલા લેવામાં સફળ થશે.

mercury

કઈ રાશિ પર કેવી અસર થશે આવો જાણીએ

મેષઃ છઠ્ઠા ભાવમાં બુધનું ગોચર થવાથી રોગોથી રાહત મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પરાક્રમ અને શક્તિમાં વધારો થશે.

વૃષભઃ સંતાનના કાર્ય કુશળતાથી થશે. શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળશે. શિક્ષકોને વિશેષ સન્માન મળશે. આર્થિક લાભ થશે. કારોબારમાં વધારો થશે.

મિથુનઃ રોગોથી મુક્તિ, સર્વત્ર લાભ-સુખની પ્રાપ્તિ. નિર્ણય લેવામાં સફળ થશે. ઉત્તમ કારોબાર અને નોકરીમાં પ્રગતિ મળશે.

કર્કઃ ધન લાભના સંકેત છે. સાહસ-પરાક્રમમાં વધારો થશે. ખર્ચની સ્થિતિ બનશે. કારોબારનો વિસ્તાર કરશો. નોકરીમાં લાભ થશે.

સિંહઃ આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વાણીના દમ પર જીત હાંસલ કરશો. આવકના નવાં સાધન પ્રાપ્ત થશે. કાર્યમાં લાભ.

કન્યાઃ શારીરિક-માનસિક રૂપે મજબૂત બનશે. પૈસાની આવક થશે. કાર્યોમાં પ્રગતિ થશે. દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે.

તુલાઃ ખર્ચ વધવાની સંભાવના છે. અચાનક પારિવારિક જરૂરત પર પૈસા ખર્ચ થઈ શકે છે. ભાગ્ય મજબૂત થશે. રોગ દૂર થશે.

વૃશ્ચિકઃ આવકના નવા સ્રોત મળશે. કારોબારમાં લાભ, નોકરીમાં પ્રમોશન મળવાના સંયોગ બનશે. સંપત્તિમાં વધારો થશે. સ્વાસ્થ્યમાં ગિરાવટ આવશે.

ધનઃ નવાં કાર્ય પ્રાપ્ત થશે. પારિવારિક અને દાંપત્ય જીવનમાં થોડો તણાવ પેદા થઈ શકે છે. સ્વાસ્થ્યમાં પહેલાંથી વધુ સુધારો આવશે.

મકરઃ ભાગ્ય મજબૂત થશે. સર્વત્ર સફળતા અને સુખ પ્રાપ્ત થશે. રોગોમાં ઘટાડો આવશે. ખર્ચમાં ઘટાડો આવશે. લાભ મળશે.

કુંભઃ શિક્ષણ ક્ષેત્રે સફળતા, કોઈ સન્માન મળી શકે છે. સંતાન સુખની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આર્થિક લાભ થશે.

મીનઃ સુખોની પ્રાપ્તિ થશે. શારીરિક સુખ-દાંપત્ય સુખ ભરપૂર મળશે. આર્થિક સ્થિતિ પ્રબળ થશે. નોકરીમાં પ્રગતિ મળશે.

શું ઉપાય કરવા

  • બુધનું કન્યા રાશિમાં ગૌચર દરમિયાન તમામ રાશિના જાતકોએ વિશેષ ઉપાય કરવા જોઈએ જેથી જેમના માટે ગોચર ઠીક નથી, તેમને લાભ મળવા લાગે અને જેમના માટે ગોચર ઉત્તમ છે તેમના સુખોમાં વધારો થાય.
  • પ્રત્યેક રાશિના જાતક બુધના કન્યા રાશિમાં ગોચર દરમિયાન દરરોજ પોતાના ઘરમાં અથવા આસપાસ ક્યાંક લાગેલા છોડ-ઝાડની સેવા કરે. તુલસી, પીપળો, લીંબડો, વડ વગેરે વૃક્ષોને નિયમિત રૂપે જળ અર્પણ કરો. સંધ્યાકાળ સમયે તુલસી નજીક દીવો પ્રજ્વલિત કરો.
  • પ્રત્યેક રાશિના જાતક નિયમિત રૂપે ભગવાન શ્રી ગણેશના દર્શન કરે. સંભવ હોય તો ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરે.
  • ગણેશજીને પ્રત્યેક બુધવારે 108 દૂર્વા અથવા શમી પત્ર અર્પિત કરો.
  • પ્રત્યેક બુધવારે ગાયને લીલું ઘાંસ ખવડાવો.
  • લીલી મગનું દાન કરો.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X