Mirror Vastu Tips : અરીસો પણ બદલી શકે છે તમારુ ભાગ્ય, રાખો આ બાબતોનું ખાસ ધ્યાન
દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી ચોક્કસપણે હોય છે. ચિંતા અને તણાવના કારણે લોકો પરેશાન રહે છે. જાણી લો કે તેની પાછળ તમારી આસપાસ રહેલી નકારાત્મક ઉર્જા પણ જવાબદાર હોય શકે છે.
Mirror Vastu Tips : દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી ચોક્કસપણે હોય છે. ચિંતા અને તણાવના કારણે લોકો પરેશાન રહે છે. જાણી લો કે તેની પાછળ તમારી આસપાસ રહેલી નકારાત્મક ઉર્જા પણ જવાબદાર હોય શકે છે. જેના કારણે ઘરની સુખ-શાંતિમાં ખલેલ પહોંચી શકે છે. વાસ્તવમાં આવું ઘરમાં વાસ્તુ દોષના કારણે થાય છે.

ઘરમાં કેવો અરીસો હોવો જોઈએ
આપણે આપણા ઘરમાં વસ્તુઓને ખૂબ જ સારી રીતે સજાવીને રાખીએ છીએ, પરંતુ વસ્તુઓ યોગ્ય દિશામાં અને સ્થાન પર ન હોવાને કારણેવાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને સમસ્યાઓ આવવા લાગે છે.
ઘરમાં હાજર અરીસો પણ સુખ અને શાંતિ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં એજાણવું જરૂરી છે કે, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેવો અરીસો હોવો જોઈએ અને કઈ દિશામાં લગાવવો જોઈએ?

અરીસો કઈ દિશામાં મૂકવો જોઈએ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અંદર અરીસો યોગ્ય દિશામાં લગાવવો ખૂબ જ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, ઘરમાં પૂર્વ કે ઉત્તર દિશાની દીવાલપર અરીસો લગાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, જો અરીસો યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો આર્થિકસ્થિતિમાં સુધારો થાય છે. આ ઉપરાંત સમાજમાં માન-સન્માન પણ વધે છે.

અરીસાનું કદ શું હોવું જોઈએ?
ઉલ્લેખનીય છે કે, વાસ્તુશાસ્ત્રમાં ઘરના ચોકની અંદર લગાવેલા અરીસાની સાઈઝ રાખવાનું કહેવામાં આવ્યું છે.
આ સિવાય તમારે એ વાતનુંપણ ધ્યાન રાખવું જોઈએ કે, તમારા ઘરમાં લગાવેલા અરીસામાં તમારો ચહેરો સ્પષ્ટ દેખાય. અરીસો ગંદો ન હોવો જોઈએ અને અસ્પષ્ટદેખાવા જોઈએ નહીં.

તૂટેલા અરીસાને ક્યારેય ઘરમાં ન રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલો અરીસો રાખવો અશુભ છે. તૂટેલા અરીસાને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
આકારણથી ઘરમાં તૂટેલો અરીસો ન રાખવો જોઈએ. જો અરીસામાં ક્યારેય તિરાડ પડી જાય તો તેને તરત જ બદલી નાખવી જોઈએ.












Click it and Unblock the Notifications
