• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૃશ્ચિક રાશિ જાન્યુઆરી 2022 (Scorpio Horoscope January): જાન્યુઆરી મહિનામાં ઉર્જાવાન બની રહેશો

વૃશ્ચિક રાશિના જાતકોનું ભવિષ્ય નોકરી, પ્રેમ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવું રહેશે તે વિષે વિગતવાર જાણકારી મેળવો અહીં.
By Desk
|
Google Oneindia Gujarati News

Scorpio Horoscope January 2022: જાન્યુઆરી 2022માં રાશિ સ્વામી મંગળનું ગોચર વૃશ્ચિક અને ધન રાશિમાં થશે, જે તમારી રાશિથી પ્રથમ અને દ્વિતીય સ્થાનને પ્રભાવિત કરશે. આ આખા મહિને તમે શારીરિક અને માનસિક રૂપે ઉર્જાવાન બની રહેશો. તમારી વાણીના દમ પર અનેક કાર્યો પૂરાં કરવામાં સફળ થશો. ઈંશ્યોરેન્સ એજન્ટ, શેર બ્રોકર્સ, શિક્ષક, મોટિવેશનલ સ્પીકર સફળ થશો. આ મહિને તમારા બધા અભાવ દૂર થઈ જશે. આર્થિક સ્થિતિ પ્રબળ થશે. નવા કાર્ય પ્રારંભ કરવા માટે સમય સારો છે. ભાગીદારીમાં કરેલાં કાર્યોમાં લાભની સંભાવનાઓ બની રહી છે. તમારા અનુકૂળ પરિણામ હાંસલ કરવા માટે તમારે મહેનત અને ધીરજની જરૂર છે. પરંતુ કોઈપણ કામને ટાળવાની પ્રવૃત્તિ છોડવી પડશે, નહિંતર બીજાઓથી પાછળ રહી જશો. નોકરીમાં પ્રગતિના અવસર આવી રહ્યા છે. આર્થિક સ્થિતિ મિશ્રિત રહેશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. ભૂમિ, ભવન, સંપત્તિ ખરીદવાના યોગ બનશે. મહિનામાં થોડા દિવસ તમને વધુ ક્રોધ આવી શકે છે. તમારી વાતો મનાવવા માટે પરિજનો અથવા મિત્રો પર દબાણ ના બનાવો. દાંપત્ય જીવન સુખદ રહેશે. પારિવારિક માહોલ સુખદ રહેશે. નવા પ્રેમ સંબંધ પ્રાપ્ત થશે.

ઉપાયઃ પ્રત્યેક શુક્રવારે શિવજીને મિશ્રી અર્પિત કરો.

મહિલાઓ

મહિલાઓ

વૃશ્ચિક રાશઇની મહિલાઓ જેટલી સારી દોસ્ત હય છે, તેટલી જ મોટી દુશ્મન બની શકે છે. આ છોકરીએ પોતાના ઉપર કરેલા અહેસાનને ભૂલતી નથી અને કોઈ માટે કંઈપણ કરશે. તેઓ મિત્રોની પસંદગી પણ ઘણું સમજી વિચારીને કરે છે.

કોઈને ઘાસ નથી નાખતી

કોઈને ઘાસ નથી નાખતી

વૃશ્ચિક રાશિની છોકરીઓ ઘમંડી, ચાલાક અને સકારાત્મક સ્વભાવ વાળી હોય છે. તેમને દરેક ચીજને પરફેક્ટ બનાવવામાં મુંઝવણ કે આળસ હોય છે. સૌકોઈને ઘાંસ નથી નાખતી અને ફાલતૂની વાત કરવી પસંદ નથી કરતી.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

આ મહિનો બિઝનસમાં કરેલા પ્રયાસોમાં તમને ઓછી સફળતા મળશે. મહેનત અનુસાર તમને ફળ મળશે નહિં. મહિનાના બીજા અઠવાડિયામાં તમારી સ્થિતિમાં સુધારો આવશે. નોકરીમાં લોકો કામમાં ઉતાવળ કરે નહિં. તમારો ટાર્ગેટ સરળતાથી પૂરો થશે. બિઝનસ વધારવા માટે તમારે લોન લેવાની આવી શકે છે. ભાગીદારીમાં વેપાર કરનારા જાતકોને લાભ થશે.

દરેક કામમાં કુશળ

દરેક કામમાં કુશળ

વૃશ્ચિક રાશિ વાળા લોકો દ્રઢ નિશ્ચય, અલગ હટકર કામ કરનારા, સ્વતંત્ર, ગતિશીલ, તીવ્ર બુદ્ધિવાળા, સાહસીક અને દરેક કામમાં કુશળ હોય છે. આ લોકો ઘણા કૂટનૈતિક ઢંગે કામ કરે છે.

લાલ, પીળો અને નારંગી રંગ

લાલ, પીળો અને નારંગી રંગ

વૃશ્ચિક રાશિના જાતકોએ મિશ્રિત સૂતરના કપડાં પહેરવા. લાલ, પીળા અને નારંગી રંગના કપડાં પહેરો, નીલા ભૂરા અને કાળા રંગથી બચો. સાદા અને ઘણી બધી ડિઝાઈનવાળા કપડાં પહેરો.

{promotion-urls}

English summary
Monthly Horoscope of Scorpio.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X