જાણો જૂન 2013ના કેલેન્ડરમાં કયો દિવસ રહેશે તમારા માટે Lucky!
ઘરમાં લાગેલા કેલેન્ડરમાં આપ તારીખ, દિવસ, અને તહેવાર કે પછી રજાઓ જોતા હશો. ક્યારેકને ક્યારેક આપે એવું પણ વિચાર્યું હશે કે કેલેન્ડર એવું પણ હોય જેનાથી આપને માલૂમ પડે કે આજનો દિવસ કેવો રહેશે. અહીં આપના માટે ઉપલબ્ધ છે એવું જ 'જ્યોતિષ કેલેન્ડર'. જેને તૈયાર કર્યું છે અમારા જ્યોતિષાચાર્ય પંડિત અનુજ કે શુક્લએ. પંડિત શુક્લ લખનઉના છે અને વનઇન્ડિયાના વિશેષ જ્યોતિષ છે.
આ કેલેન્ડર જૂન 2013ના પંચાંગના આધાર પર આપની રાશિ અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે. અત્રે આપ ચંદ્ર રાશિ પ્રમાણે જાણી શકો છો કે આ મહિને કયો દિવસ આપના માટે શું લઇને આવશે. કયો દિવસ કેવો રહેશે એના માટેની જાણકારી અમે નીચે આપેલા ચિહ્નો પ્રમાણે દર્શાવ્યું છે. જે તારિખોમાં કોઇ ચિહ્ન આપેલું ના હોય ત્યાં સમજી લેવું કે તે દિવસ આપના માટે સામાન્ય રહેશે. તે દિવસે કંઇપણખાસ નહી થાય.
કેલેન્ડર પર આપેલા ચિહ્નોના અર્થ:-
દિલ- એટલે કે આ દિવસ પ્રેમ-પ્રસંગ માટે સારો સાબિત રહેશે.
વીજળી- આ દિવસે આપની પર આપત્તિ આવી શકે છે.
મકાન- આ દિવસે આપ મકાન ખરીદી અથવા વેચી શકો છો.
સ્માઇલ- એટલે કે આ દિવસે ઘરમાં ખુશીઓ આવી શકે છે.
ઉદાશીન સ્માઇલ: એટલે કે આ દિવસે આપ કોઇ વાતને લઇને દુ:ખી રહેશો.
સ્ટાર- એટલે કે આ દિવસે આપનું ભાગ્ય આપની સાથે છે.
સિક્કો- જે તારીખ પર સિક્કો બનેલો હશે તે દિવસે આપને ધનલાભ થઇ શકે છે.
આપ પોતાના કેલેન્ડરને રોજ જોવા માટે આ લેખને બુકમાર્ક પર કરી શકો છો. બુકમાર્ક કરવા માટે ctr D દબાવો:-

મેષ- જૂનના ત્રણ દિવસ છે લકી
મેષ રાશિવાળાઓની આ મહિને કિસમત ચમકવાની છે. જૂનની 2, 21, 23 આપની લકી ડેટ છે.

વૃષભ- જૂનની 11 અને 19 તારીખે સાવધ રહેવું
વૃષભ રાશિ માટે આમ તો મહીનો સામાન્ય રહેશે. પરંતુ જૂનની 11 અને 19 તારીખે સાવધાન રહેવું.

મિથૂન- જૂનના બે દિવસ રહો સાવધાન
મિથુન રાશિવાળાઓ માટે જૂન મહીનો ખૂબ જ કઠીન સાબિત થઇ શકે છે. 1, 20 અને 24 વિપત્તી આવી શકે છે.

કર્ક- આપના માટે ખૂબ જ લકી છે જૂન
કર્ક રાશિવાળાઓ માટે જૂનનો મહીનો ખૂબ જ લકી છે. 6, 7, 8, 19 અને 29 તારીખે આપનું નસીબ આપની સાથે રહેશે.

સિંહ- જૂનમાં ક્યારે આવી શકે છે આપત્તિ
સિંહ રાશિવાળા માટે જૂનનો મહીનો સારો રહેશે. પરંતુ ધ્યાન રહે કે 2 અને 28 તારીખના રોજ વિપત્તિ આવી શકે છે.

કન્યા- જૂનના ચાર દિવસ પ્રેમના
કન્યા રાશિવાળાઓની કિસ્મત મહીનાની શરૂઆતમાં સારી રહેશે. જ્યારે મહિનાના ચાર દિવસ પ્રેમના રહેશે.

તુલા- જૂનમાં દુ:ખ જ દુ:ખ
તુલા રાશિવાળા માટે જૂન જૂનનો મહિનો આમ તો સારો છે, પરંતુ દુ:ખભર્યા દિવસો વધારે છે.

વૃશ્ચિક- ક્યારે ખરીદવું મકાન
વૃશ્ચિક રાશિવાળા જો મકાન ખરીદવાનું વિચારતા હોય તો 8 અને 21 તારીખ ખૂબ જ શુભ છે.

ધનુ- જૂનમાં પ્રેમભર્યા ત્રણ દિવસ
ધનુ રાશિવાળા જો કોઇને પ્રેમનો એકરાર કરવા માગતા હોય તો ત્રણ દિવસ 4, 12 અને 19 તારીખ આપના માટે શુભ છે.

મકર - 4 અને 24 જૂનના રોજ સાવધાન રહો
મકર રાશિવાળા માટે જૂનની 4 અને 24 તારીખ આપત્તિ લાવી શકે છે. માટે સાવધાન રહો.

કુંભ- મહીનાના ચાર દિવસ દિલ આપવા માટે
કુંભ રાશિવાળા માટે જૂનમાં મહીનાના ચાર દિવસ દિલ આપવા માટે છે.

મીન- ઘરમાં આવશે ખૂબ જ ખુશીઓ
મીન રાશિવાળાના ઘરમાં જૂનમાં ઘણાબધા એવા દિવસો છે જેમાં ખુશીઓનો પાર નથી.












Click it and Unblock the Notifications
