For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીતવા માટે જ પેદા થાય છે આ 3 રાશિના લોકો

જીતવા માટે જ પેદા થાય છે આ 3 રાશિના લોકો

By Staff
|
Google Oneindia Gujarati News

સફળતા માત્ર કિસ્મત પર જ નહિ બલકે મહેનત, સાચી દિશામાં કરેલા પ્રયાસ અને સતત પ્રયાસ, દ્રઢ સંકલ્પ, આત્મવિશ્વાસ પર પણ નિર્ભર કરે છે. કિસ્મત તમારા રસ્તાને સહેલો કરી શકે છે પરંતુ જો આમાંથી એક પણ ચીજ ઓછી રહી તો તમે સફળતાની નજીક જઈને તેને ગુમાવી બેસો તેવી શક્યતા રહેલી હોય છે. જ્યોતિ શાસ્ત્ર મુજબ જે કુંડલીમાં ગુરુ, મંગળ અને શનિ શુભ સ્થિતિમાં હોય તે એક પ્રકારે જન્મજાતથી જ સફળતાનો રસ્તો લઈને પેદા થાય છે. શુભ શનિના રૂપમાં કિસ્મત જ્યાં તેમનો રસ્તો આસાન કરે છે, ત્યાં ગુરુ અને મંગળ જાતકને સફળતા મેળવવા માટે જરૂરી અન્ય ખૂબીઓ આપે છે.

રાશિઓ

રાશિઓ

તમામ 12 રાશિઓમાં ત્રણ રાશિઓ એવી હોય ચે જેને આ બધી જ ખૂબીઓ મળેલી હોય છે. તમે કહી શકો છો કે આ જન્મજાત જ ચાંદીની ચમચી લઈને પેદા થાય છે જે જીવનમાં સફળતાથી લઈને ખુશહાલ પારિવારિક જીવન, સુખ-સમૃદ્ધિ, ધન-પ્રતિષ્ઠા બધું જ મેળવે છે. કોણ છે આ ત્રણ રાશિ, આગળ જાણો...

મેષ

મેષ

રાશિમાં પ્રથમ સ્થાન મેળવનાર આ જાતક જીવનના દરેક ક્ષેત્રમાં પણ હંમેશા પ્રથમ સ્થાન જ મેળવે છે. તેમનામાં લીડરશીપની અદ્ભુત ક્ષમતા હોય છે. તેમનામાં આત્મવિશ્વાસ ભર્યો પડ્યો હોય છે અને તેજ દિમાગના હોય ચે અને પોતાના દમ પર જીવવાનું વધુ પસંદ કરે છે. આના માટેના પ્રયાસોમાં એકેય કસર છોડતા નથી. ભાવનાઓ પર તેમનું પૂરું નિયંત્રણ હોય છે પરંતુ તેમની વ્યવહારિકતા કેટલીયવાર લોકોને ખટકતી હોય છે.

જો કે પોતાના કામ અને સ્વભાવમાં સંપૂર્ણપણે ઈમાનદાર હોય છે, આ કારણે જ તેઓ બીજાઓ પાસે પણ આવી વાતોની જ ઉમ્મીદ કરે છે. આ રાશિના જાતકો સફળ વ્યક્તિ કહેવળાવવા સિવાય એક પ્રભાવશાળી બૉસ, નેતા અને વૈજ્ઞાનિક પણ હોય છે, જે કોઈપણ ક્ષેત્રમાં જાય છે પોતાનો દબદબો બનાવી લે છે.

ધન

ધન

આમનો ક્રાંતિકારી સ્વભાવ જ તેમની સફળતાનો રસ્તો બનાવી દે છે. પોતાના જીવનને આ રાશિના જાતકો બહુ ગંભીરતાથી લે છે અને તેને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. આમના જીવનમાં અનુશાસનનું અતિ મહત્વ હોય છે, આ કારણે જ નિયમોની સાથે જ ખુદ પણ ચાલવા ઈચ્છે છે અને બીજાઓની પણ આવું કરવાની ઉમ્મીદ કરે છે. તેઓ સેલ્ફમેડ કહેળાવવું પસંદ કરે છે અને આ રૂપમાં પોતાની ઓળખ બનાવે છે.

મકર

મકર

તમામ 12 રાશિઓમાં આ એ જાતક છે જેમના જીવનમાં કોઈપણ પ્રકારે કોઈનો મુહતાજ નથી થવું પડતું. પારિવારિક ખુશીથી લઈ પ્રતિષ્ઠા- સન્માન, ધન-વૈભવ દરેક વસ્તુ તેમને મળે છે. જે કોઈપણ પરિવેશમાં ઉછરે આ બધી જ વસ્તુઓ તેમના જીવનમાં બાળપણથી જ હોય છે. કોર્પોરેટ વર્લ્ડમાં જ્યાં આ રાશિના જાતક ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે, ત્યાં જ પ્રશાસનિક ક્ષેત્ર સાથે જોડાય જાય તો ત્યાં પણ તેમની તેટલી જ પ્રસિદ્ધિ થાય છે. પ્રભાવશાળી વક્તા હોવાની સાથોસાથ આ એક પ્રભાવશાળી નેતા પણ હોય છે અને આત્મવિશ્વાસ તેમનામાં ભરપૂર ભર્યો હોય છે. તેમના તેજ દિમાગનો કોઈ જવાબ નથી હોતો.

2 જાન્યુઆરી 2020: મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો પર થઈ શકે ધનવર્ષા2 જાન્યુઆરી 2020: મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો પર થઈ શકે ધનવર્ષા

English summary
most successful zodiac sign in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X