Nag Panchami 2024: નાગ પાંચમ પર રાશિ મુજબ કરો પૂજા તો મળશે નાગ દેવતાના આશીર્વાદ, બદલાઈ જશે જીવન
Nag Panchami 2024: શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે નાગ પંચમી ઉજવવામાં આવે છે. આ વખતે નાગપંચમી ઉત્તર ભારતમાં 9 ઓગસ્ટ, 2024, શુક્રવારના રોજ છે. નાગ પંચમીના દિવસે લોકો નાગ દેવતાની પૂજા કરે છે અને તેમની પાસેથી રક્ષણ માટે પ્રાર્થના કરે છે.
જો તમે તમારી રાશિ પ્રમાણે નાગ દેવતાની પૂજા કરશો તો તમને તેમના આશીર્વાદ ચોક્કસ મળશે અને તમે હાનિકારક જીવોથી પણ સુરક્ષિત રહેશો. આ દિવસે શિવલિંગ અને તેની સાથે સ્થિત નાગનો અભિષેક કરવામાં આવે છે.

રાશિ મુજબ આ પ્રવાહીથી અભિષેક કરવો
મેષઃ મેષ રાશિના લોકોએ દૂધ અને પાણીમાં કેસર ભેળવીને નાગની સાથે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.
વૃષભ: આ રાશિના લોકોએ દૂધમાં કેસર નાખીને ભગવાન શિવને નાગની સાથે આ મિશ્રણનો અભિષેક કરવો જોઈએ.
મિથુન: કાચા દૂધમાં ખસનુ અત્તર નાખીને નાગની સાથે ભગવાન શિવનો અભિષેક કરો. બિલિ પત્ર ચઢાવો.
કર્કઃ કાચા દૂધમાં સાકર નાખીને સાપની સાથે ભગવાન શિવનો અભિષેક કરો અને સાકરની જ મીઠાઈ ચઢાવો.
સિંહ: ભગવાન શિવને કેસર અને ચંદનના જળથી અભિષેક કરો અને નાગ દેવતાનો પણ અભિષેક કરો.
કન્યા: પાણીમાં ચમેલીનું અત્તર નાખી અને તે પાણીથી ભગવાન શિવ અને નાગ દેવતાનો અભિષેક કરો.
તુલા: આ રાશિના જાતકોને કેસર અને ચંદન મિશ્રિત પાણીનો અભિષેક કરવાથી નાગ દોષમાંથી મુક્તિ મળશે.
વૃશ્ચિક: આ રાશિના લોકોએ દૂધમાં કેસર અને સાકર નાખીને ભગવાન શિવ અને નાગનો અભિષેક કરવો જોઈએ.
ધન: ધન રાશિના જાતકોએ દૂધમાં ચંદન પાવડર મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ.
મકર: કાચા દૂધમાં કાળા તલ ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરવાથી પણ નાગ દોષ દૂર થાય છે.
કુંભ: કુંભ રાશિના લોકોએ પણ દૂધમાં તલ મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ. મનોકામના પૂર્ણ થશે.
મીન: દૂધમાં કેસર અને ચંદનનું અત્તર ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરો અને નામ દેવતા પ્રસન્ન થશે.












Click it and Unblock the Notifications
