For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Narad Jayanti 2021: નારદ મુનિ વિશે જાણો ખાસ વાતો

Narad Jayanti 2021: નારદ મુનિ વિશે જાણો ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

આજે નારદ જયંતિ છે, આજે આખા દેસમાં આ જયંતિને અલગ અલગ રૂપમાં મનાવવામાં આવે છે, દેવતાઓના ઋષિ કહેવાતા નારદ મુનિની જયંતિ દર વર્ષે કૃષ્ણપક્ષની બીજના દિવસે ઉજવાય છે. જણાવી દઈએ કે નારદ બ્રહ્માના 17 માનસ પુત્રોમાંથી એક હતા, જેમણે કઠણ તપસ્યાથી બ્રહ્મર્ષિ પદ પ્રાપ્ત કર્યું હતું, તેઓ વિષ્ણુના અનન્ય ભક્તોમાંથી એક છે.

આજે નારદ જયંતિ

આજે નારદ જયંતિ

દેવર્ષિ નારદ ધર્મના પ્રચાર અને લોક કલ્યાણ હેતુ સદૈવ પ્રયત્નશીલ રહે છે. શાસ્ત્રોમાં તેમને ભગવાનનું મન કહેવામાં આવ્યું છે, આ કારણે જ બધા યુગોમાં તમામ લોકોમાં સમસ્ત વિદ્યાઓમાં, સમાજના તમામ વર્ગોમાં નારદનું હંમેશા મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે, નારદ મુનિનો આદર માત્ર દેવતા જ નહીં બલકે અસુર પણ કરતા હતા.

બ્રહ્માના 17 માનસ પુત્રોમાંથી એક હતા નારદ

બ્રહ્માના 17 માનસ પુત્રોમાંથી એક હતા નારદ

પરમપિતા બ્રહ્માના 17 માનસ પુત્રોમાંથી એક નારદે નારદ પુરાણની રચના કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે કળિયુગમાં પાપ વધી જશે અને સંસારમાં સંતુલન સ્થાપિત કરવું મુશ્કેલ થઈ જશે.

નારદ પુરાણ

નારદ પુરાણ

નારદ પુરાણ અથવા નારદીય પુરાણ અઢાર મહા પુરાણોમાંથી એક છે. આ પુરાણના વિષયમાં કહેવામાં આવે છે કે તેનું શ્રવણ કરવાથી પાપી વ્યક્તિ પણ પાપમુક્ત થઈ જાય છે. પાપિઓનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું કે જે વ્યક્તિ બ્રહ્મહત્યાનો દોષી છે, મદિરાપાન કરે છે, માંસ ભક્ષણ કરે છે, વૈશ્યાગમન કરે છે, તામસિક ભોજન ખાય છે અને ચોરી કરે છે તે પાપી છે.

અઢાર પુરાણોમાં નારદ પુરાણોનો ક્રમ છઠ્ઠો

અઢાર પુરાણોમાં નારદ પુરાણોનો ક્રમ છઠ્ઠો

અઠાર પુરાણોમાં નારદ પુરાણનો ક્રમ છઠ્ઠો છે. આ પુરાણમાં 25000 શ્લોક હતા જેમાંથી આ સમયે 18,110 શ્લોક જ ઉપલબ્ધ છે, આ પુરાણમાં વ્રત, તીર્થના વિષયમાં જણાવવામાં આવ્યું છે.

મનુષ્યની એવરેજ ઉંમર 20 વર્ષ ઘટી જશે

મનુષ્યની એવરેજ ઉંમર 20 વર્ષ ઘટી જશે

નારદ પુરાણમાં લખવામાં આવ્યું કે કળિયુગમાં લોકો હંમેશાથી સંતો અને બ્રાહ્મણોની આલોચના કરશે, લોકોમાં દેખાડાની ભાવના વધી જશે અને પાપ કર્મ વધી જશે, અધર્મ વધી જશે અને આ કારણે જ મનુષ્યનું એવરેજ આયુષ્ય ઘટીને 20 વર્ષ થઈ જશે.

English summary
Narad Jayanti 2021: Facts about narad muni and narad puran in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X