નવરાત્રીના પાંચમાં દિવસે કરો 'સ્કંદમાતા'ની પૂજા

Posted By:
Subscribe to Oneindia News

સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીની શરૂઆત થઈ ગઇ છે. જેમાં નવરાત્રીના નવે દિવસ માતા અંબાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. જેમાં માતાનું પહેલુ રૂપ એટલે શૈલપુત્રી, બીજુ રૂપ એટલે બ્રહ્મચારિણી, ત્રીજુ રૂપ એટલે ચંદ્ર ઘંટા, ચોથુ રૂપ એટલે કૂષ્માન્ડા, પાંચમું રૂપ એટલે સ્કંદમાતા, છઠ્ઠુ રૂપ એટલે કાત્યાયની, સાતમુ રૂપ એટલે કાલરાત્રી, આઠમું રૂપ એટલે મહાગૌરી, નવમું રૂપ એટલે સિદ્ધિ દાત્રી. આજે આપણે વાત કરીશુ માતાના પાંચમાં રૂપ "સ્કંદમાતા" વિશે.

નવરાત્રીનો પાંચમો દિવસ

નવરાત્રીનો પાંચમો દિવસ

નવરાત્રીના પાંચમાં દિવસે સ્કંદમાતાની આરાધના કરવામાં આવે છે. માતાનું રૂપ સરળ, સુલભ અને મોહક છે. સ્કંદમાતાને ચાર ભુજાઓ છે અને તેમનું વાહક સિંહ છે. દુર્ગાના પાંચમા રૂપ તરીકે પૂજાતા સ્કંદમાતાની પૂજા કરવાથી જાતક ને મોક્ષ પ્રાપ્તિ થાય છે.

સ્કંદમાતાનું સ્વરૂપ

સ્કંદમાતાનું સ્વરૂપ

નવરાત્રીનો પાંચમો દિવસ સ્કંદમાતાનો હોય છે. માતાના દરેક રૂપની જેમ આ રૂપ પણ અત્યંત સુંદર, મોહક છે. સ્કંદમાતા પોતાના ભક્તોને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આ દેવીની ચાર ભુજાઓ છે. તેમની જમણી તરફ ઉપરની ભુજામાં સ્કંદને ખોળામાં લીધેલ છે. નીચેની ભુજામાં કમળનું પુષ્પ છે, ડાબી બાજુની ઉપરની ભુજા વરદમુદ્રામાં છે અને નીચે વાળી ભુજામાં કમળ પુષ્પ છે. એવું કહેવાય છે કે તેમની કૃપાથી મુર્ખ પણ જ્ઞાની બની જાય છે. સ્કંદ કુમાર કાર્તિકેયની માતાને કારણે તેમને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેઓ કમળના આસન પર વિરાજમાન છે. પરિણામે તેમને પદ્માસના પણ કરે છે. સિંહ તેમનું વાહન છે.

આ શ્લોકથી કરો માતાની પૂજા

આ શ્લોકથી કરો માતાની પૂજા

માં દુર્ગાના પાંચમા રૂપ સ્કંદમાતાની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. સ્કંદમાતાને પ્રસન્ન કરવા અને મોક્ષની પ્રાપ્તિ માટે માતાની પૂજા આ શ્લોક દ્વારા કરવી જોઈએ

या देवी सर्वभू‍तेषु मां स्कंदमाता रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

મોક્ષની પ્રાપ્તિ

મોક્ષની પ્રાપ્તિ

ભલે ગમે તેટલો મોટો પાપી કેમ ન હોય પણ તે માતાની શરણમાં પહોંચતા તમામ વ્યક્તિને માતા પોતાના પ્રેમના પાલવથી ઢાંકી લે છે. શાસ્ત્રોમાં તેમની ઉપાસનાનું પુષ્કળ મહત્વ જણાવાયું છે. તેમની ઉપાસનાથી ભક્તોની દરેક ઈચ્છાઓ પૂરીં થાય છે. ભક્તોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સૂર્યમંડળની અધિકારીણી દેવી હોવાને કારણે તેમના ઉપાસકોને અલૌકિક તેજ મળે છે.

English summary
On the fifth day of Navratri, Goddess Skandmata is worshipped. She is the mother of Lord Skand Kumar, hence her name is Skandmata.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.