Navratri 2021: મા દુર્ગાના 7માં સ્વરૂપને કહેવાય છે 'કાલરાત્રિ'
મા દુર્ગાના સાતમાં રૂપને કાલરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે.
નવરાત્રિનો 7મો દિવસઃ મા કાલરાત્રિ
રૂપઃ ખૂબ જ વિકરાળ
નેત્રઃ ત્રણ
વાહનઃ ગર્દભ
પૂજાઃ સિદ્ધિ પ્રાપ્તિ માટે

મા દુર્ગાના સાતમાં રૂપને કાલરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્માંડની તમામ અસુર શક્તિઓ તેમના નામના ઉચ્ચારણથી જ ભયભીત થઈને દૂર ભાગવા લાગે છે. તેમના શરીરનો રંગ અંધકારની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે અને ગળામાં વિદ્યુતની જેમ ચમકતી માળા છે. આ દેવીના ત્રણ નેત્ર છે. તેઓ ત્રણે નેત્ર બ્રહ્માંડ સમાન ગોળ છે. તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળી રહ્યો છે. તે ગર્દભની સવારી કરે છે.
કાળથી પણ રક્ષા કરનાક શક્તિ છે મહાકાળી
અંધકારમય સ્થિતિઓનો વિનાશ કરનારી શક્તિ છે કાલરાત્રિ. કાલથી પણ રક્ષા કરનાર આ શક્તિ છે. આ ઘણી શક્તિશાળી અને ફળદાયી માતા છે. આજના દિવસે સાધકનુ મન 'સહસ્ત્રાર' ચક્રમાં પ્રવેશ કરી જાય છે. મા કાલીને શુભંકારી પણ કહે છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે તેમના સ્મરણ માત્રથી ભયભીત થઈને ભાગી જાય છ. તેઓ ગ્રહ-બાધાઓને પણ દૂર કરનારી છે. આજની પૂજાનો આરંભ નીચે લખેલા મંત્રથી કરવો જોઈએ.
या देवी सर्वभूतेषु मां कालरात्रि रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
સાતમુ રૂપ ખૂબ જ વિકરાળ
માનુ સાતમુ રુપ ખૂબ જ વિકરાળ છે પરંતુ માએ આ રૂપ પોતાના ભક્તોની ભલાઈ માટે જ રાખ્યુ છે. કાલરાત્રિની ઉપાસના કરવાથી બ્રહ્માંડની બધી સિદ્ધિઓના દરવાજા ખુલવા લાગે છે અને તમામ અસુરી શક્તિઓ તેમના નામના ઉચ્ચારણથી ભયભીત થઈને દૂર ભાગવા લાગે છે. આનાથી ભક્તોને કોઈ પણ પ્રકારે ભયભીત થવાની જરૂર નથી. તેમના સાક્ષાત્કારથી ભક્તો પુણ્યના ભાગી બને છે.












Click it and Unblock the Notifications
