Navratri 2021: નવદુર્ગાનુ છઠ્ઠુ સ્વરૂપ મા કાત્યાયની, આ રીતે કરો પૂજા

નવરાત્રિમાં છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. જાણો પૂજા અને કથા વિશે.

નવરાત્રિનો છઠ્ઠો દિવસઃ કાત્યાયની
રૂપઃ સરસ, સૌમ્ય અને મોહક
ભુજાઓઃ ચાર
વાહનઃ સિંહ
પૂજા કરવાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારે ફળોની પ્રાપ્તિ

Katyayini

નવરાત્રિમાં છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. તેમની ઉપાસના અને આરાધનાથી ભક્તોને ઘણી સરળતાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારે ફળોની પ્રાપ્તિ થાય છે. તેમના રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થઈ જાય છે. માનુ આ રૂપ ખૂબ સરસ, સૌમ્ય અને મોહક છે. નવરાત્રિના દિવસોમાં માને સાચા મનથી પૂજા કરવી જોઈએ. લોકો ઘટ સ્થાપન કરીને માની ઉપાસના કરે છે જેથી ખુશ થઈને મા હંમેશા બાળકોની ઝોળી ભરી દે છે. આનુ ધ્યાન ગોધુલી વેળામાં કરવાનુ હોય છે. માની ભક્તિ માટે જાતકે નિમ્ન લિખત જાપથી પૂજા શરૂ કરવી જોઈએ.

या देवी सर्वभू‍तेषु माँ कात्यायनी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

કથા

કહેવાય છે કે કત નામક એક પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમના પુત્ર ઋષિ કાત્ય થયા. આ કાત્યના ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા. તેમણે ભગવતીની ઉપાસના કરીને ઘણા વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. તેમની ઈચ્છા હતી મા ભગવતી તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી. ત્યારબાદથી માનુ નામ કાત્યાયની પડ્યુ. એટલુ જ નહિ કહેવાય છે કે ભગવાન કૃષ્ણને પતિ તરીકે મેળવવા માટે વ્રજની ગોપીઓએ આની પૂજા કરી હતી. આ પૂજા કાલિંદી યમુનાના તટે કરવામાં આવી હતી.

અધિષ્ઠાત્રિ દેવી તરીકે પ્રતિષ્ઠિત

આના કારણે તે વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી રૂપે પ્રતિષ્ઠિત છે. તેમનુ સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેઓ સ્વર્ણ સમાન ચમકીલા અને ભાસ્વર છે. તેમને ચાર ભુજાઓ છે. જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે અને નીચેવાલો હાથ વર મુદ્રામાં છે. માની ડાબી બાજુએ ઉપરવાળા હાથમાં તલવાર છે અને નીચેવાળા હાથમાં કમળનુ ફૂલ સુશોભિત છે. તેમનુ વાહન સિંહ છે.

અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારે ફળની પ્રાપ્તિ

મા કાત્યાયનની ઉપાસના કરવાથી ભક્તોને સરળતાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એમ ચારે ફળોની પ્રાપ્તિ થાયછે. તેમના રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થઈ જાય છે. જન્મોના સમસ્ત પાપ પણ નષ્ટ થઈ જાય છે. માટે કહેવાય છે કે આ દેવીની ઉપાસના કરવાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X