Holi 2023 : હોળીના દિવસે ક્યારેય ન કરો આ વસ્તુનું દાન, થઇ શકે છે ધનહાનિ
Holi 2023 : હાલ લોકો હોળીના તહેવારની તૈયારીઓમાં જોડાઇ ગયા છે. એક તરફ હોળીમાં રંગ ગુલાલ રમવાની પ્રથા છે, તો બીજી તરફ હોલિકા દહનના દિવસે તેની આગમાં તમામ નકારાત્મક શક્તિઓ બળી જાય છે.
Holi 2023 : ફાગણ સુદ પૂનમના દિવશે હોળી અને તેના બીજી દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર આ વર્ષે 7 માર્ચના રોજ ઉજવવામાં આવશે. જેના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, હોળીમાં કેટલાક જ્યોતિષીય ઉપાયો તમારા જીવનમાં સમૃદ્ધિ લાવી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના દિવસે ભૂલથી પણ કેટલીક ખાસ વસ્તુઓનું દાન ન કરો. આ અહેવાલમાં આપણે જાણીશું કે, હોળીના દિવસે કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ.
આ વસ્તુઓનું દાન ન કરો
હોલિકા દહન અને રંગબેરંગી હોળીના દિવસે તમે જે વસ્ત્રો પહેર્યા છે, તે કોઈ ગરીબ વ્યક્તિને ભૂલથી પણ દાન ન કરો. એવું માનવામાં આવે છે કે, હોળીના દિવસે આવા વસ્ત્રોનું દાન કરવાથી તમારા ઘરમાંથી સમૃદ્ધિ જઇ શકે છે.
હોળીના દિવસે લોખંડ કે સ્ટીલના વાસણોનું દાન ન કરો, નહીં તો આર્થિક નુકસાન થઈ શકે છે. જો તમે સક્ષમ છો, તો તમે હોલિકા દહનના દિવસે કોઈ છોકરીને સોનાની કોઈપણ વસ્તુ દાન કરી શકો છો.
હોળીના દિવસે કોઈપણ રૂપમાં ધનનું દાન ન કરો. એક માન્યતા અનુસાર હોલિકા દહનની રાત્રે કોઈને પણ પૈસા આપવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે.
જો તમે હોલિકા દહનના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરો છો, તો શુક્ર ગુસ્સે થઈ શકે છે. આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાથી પણ ચંદ્ર દોષ થઈ શકે છે.
હોલિકા દહનના દિવસે તમારી સુહાગની કોઈ પણ વસ્તુ અન્ય મહિલાઓને ન આપો. આવું કરવું પતિ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
સરસવના તેલનું દાન કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે, પરંતુ હોલિકા દહન પૂર્ણિમાના દિવસે થાય છે અને આ દિવસે તેલનું દાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. વપરાયેલા તેલનું ક્યારેય દાન ન કરો. વૈકલ્પિક રીતે કોઈપણ શુભ વ્યક્તિને દાન કરવા માટે તાજા તેલનો ઉપયોગ કરો.
હોળીના દિવસે કાચના વાસણોનું દાન કરવાથી તમારા ઘરમાં સમસ્યાઓ આવી શકે છે. જો તમારે ગિફ્ટ આપવી હોય, તો હોલિકા દહનના દિવસે આવી કોઈ વસ્તુ ન આપો.












Click it and Unblock the Notifications
