Navratri 2020: નવરાત્રિના છઠ્ઠા દિવસે થાય છે મા 'કાત્યાયની'ની પૂજા
નવરાત્રિનો છઠ્ઠો દિવસઃ કાત્યાયની
રૂપઃ સરસ, સૌમ્ય અને મોહક
ભૂજાઓઃ ચાર
વાહનઃ સિંહ
પૂજા કરવાથી અર્થ, કામ અને મોક્ષ ચારે ફળોની પ્રાપ્તિ.
નવરાત્રિમાં છઠ્ઠા દિવસે મા 'કાત્યાયની' ની પૂજા થાય છે. તેમની ઉપાસના અને આરાધનાથી ભક્તોને ખૂબ સરળતાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારે ફળોની પ્રાપ્તિ થાય છે. તેમના રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થઈ જાય છે. માનુ આ રૂપ ખૂબ જ સરસ, સૌમ્ય અને મોહક છે. નવરાત્રિના દિવસોમાં સાચા મનથી પૂજા કરવી જોઈએ. લોકો ઘટ સ્થાપિત કરીને માની ઉપાસના કરે છે જેનાથી ખુશ થઈને મા હંમેશા પોતાના બાળકોની ઝોળી ભરી દે છે. માની ભક્તિ મેળવવા માટે જાતકે આ શ્લોકથી પૂજા શરૂ કરવી જોઈએ. या देवी सर्वभूतेषु माँ कात्यायनी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

કથા
કહેવાય છે કે કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમના પુત્ર ઋષિ કાત્ય થયા. આ કાત્યના ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા. તેમણે ભગવતીની ઉપાસના કરીને ઘણા વર્ષો સુધી કઠોર તપ કર્યુ હતુ. તેમની ઈચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રી તરીકે જન્મ લે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થનાો સ્વીકાર કર્યો. ત્યારબાદથી માનુ નામ કાત્યાયની પડ્યુ. એટલુ જ નહિ કહેવાય છે કે ભગવાન કૃષ્ણને પતિ તરીકે મેળવવા માટે વ્રજની ગોપીઓએ તેમની પૂજા કરી હતી. આ પૂજા કાલિંદી યમુનાના તટ પર કરવામાં આવી હતી.

અધિષ્ઠાત્રી દેવી તરીકે પ્રતિષ્ઠિત
આ કારણે તે વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી તરીકે પ્રતિષ્ઠિત છે. તેમનુ સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેઓ સુવર્ણ સમાન ચમકીલા અને ભાસ્વર છે. તેમને ચાર ભૂજાઓ છે. જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વર મુદ્રામાં. માની ડાબી બાજુએ ઉપરવાળા હાથમાં તલવાર છે અને નીચેવાળા હાથમાં કમળનુ ફૂલ સુશોભિત છે. તેમનુ વાહન સિંહ છે.

અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારે ફલોની પ્રાપ્તિ
તેમની ઉપાસના અને આરાધનાથી ભક્તોને ખૂબ સરળતાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારે ફળોની પ્રાપ્તિ થાય છે. તેમના રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થઈ જાય છે. જન્મોના બધા પાપ પણ નષ્ટ થઈ જાય છે. માટે કહેવાય છે કે કાત્યાયની દેવીની ઉપાસના કરવાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે.
Navratri 2020: નવદૂર્ગાનુ પાંચમુ સ્વરૂપ 'સ્કંદમાતા'