Love Horoscope 2018: મીન રાશિનું પ્રેમનુ ભવિષ્ય ફળ 2018

ગુરુની રાશિ ધનમાં શનિનુ ગોચરણ રહેતા આ વર્ષે તેની સીધી અસરો તમારા પ્રેમ અને લગ્ન જીવન પર પડશે, વધુ વાંચો અહીં...

મીન રાશિના જાતકો માટે નવું વર્ષ અનેક ઉતાર-ચઢાવથી ભરપૂર રહેવાનું છે. તમારા ગ્રહો જણાવે છે કે નવા વર્ષની શરૂઆતમાં તમે એકબીજાને અવોઈડ કરશો. તમને એવું પણ લાગશે કે તમે સંબંધોમાં છેતરાઈ ગયા છો. વાસ્તવમાં દરેકના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા જ હોય છે. પણ શાંત મન અને સમજદારીથી સમસ્યાનો સામનો કરવાથી જ જીત મળે છે. નવા વર્ષે તમે પોતાને સમય આપો અને લડાઇથી બચો તો તમારા માટે વધુ સારુ રહેશે.

આ મહિના તમારા માટે વરદાન

આ મહિના તમારા માટે વરદાન

મુશ્કેલીથી બચવા તમે તમારા પાર્ટનરથી થોડુ અંતર જાળવો. જેથી રોજ થતી ખટપટથી સંબંધોમાં કડવાશ ન વધે. આમ તો ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન અને વર્ષના અંત એટલે કે સેપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે તમારા બહાર જવાના સંકેતો છે. તમારી આ યાત્રા તમારા બગડતા સંબંધો માટે વરદાન સાબિત થશે. તમે બંને એકવાર ફરી નજીક આવશો. વર્ષના અંત સુધીમાં તમારો સંબંધ ફરી પાટે ચઢી જશે.

દોષારોપણથી બચો

દોષારોપણથી બચો

મીન રાશિના દંપતિઓએ ઘણા સાવધાન રહેવાની જરૂર છે. એકબીજા પર શક કરવાથી અને નકામા દોષારોપણથી બચજો. તેમજ અભદ્ર ભાષાનો ઉપયોગ કરશો નહિં. જીવનસાથીને સ્પેસ આપો, તેમનું સન્માન કરો નહિંતર તમે તમારો સાથી ખોઈ બેસશો. ચિંતા કરશો નહિં. ભાગ્ય તમારી સાથે છે પણ તમારે થોડા ધીરજથી કામ લેવું પડશે.

આ રાશિના યુવા

આ રાશિના યુવા

મીન રાશિના યુવાઓ તેમના સાથીને મેળવવા ઈચ્છે છે તો તેમણે પણ પોતાના પાર્ટનરની લાગણીઓનું સન્માન કરવું પડશે. તેમને પૂરતી સ્પેસ આપે અને પારદર્શિતા જાળવે. તેનું પાલન કરી તમે કોઈનું પણ મન જીતી શકો છો.

ગિફ્ટની આપ-લે

ગિફ્ટની આપ-લે

કોઈનું પણ મન જીતવું હોય તો તે માટે ગિફ્ટ સૌથી મહત્વની વસ્તુ છે. જેથી પાર્ટનરની મનપસંદ વસ્તુને ગિફ્ટ આપો અને તેમનું મન જીતી લો. પછી તેઓ તમને ના કહી શકશે નહિં.

પાર્ટનરની શોધ પૂરી થશે

પાર્ટનરની શોધ પૂરી થશે

આ રાશિના યુવાઓ જેમને પ્રેમની શોધ છે આ વર્ષે તેમને તે મળી શકે છે. આ મુલાકાત કેટલે સુધી આગળ વધશે તે તમારા પ્રયત્નો પર આધાર રાખે છે. સાફ મનથી કરેલા પ્રયત્નોથી જરૂર સફળતા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X