For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pitru Paksha 2022: શ્રાદ્ધ આજથી શરુ, જાણો જરુરી સામગ્રી અને ધ્યાનમાં રાખવાની વાતો

શ્રાદ્ધમાં ધ્યાનમાં રાખવા જેવી ઘણી બાબતો છે જેનુ પાલન કરવુ જરૂરી છે. તેમાં શ્રાદ્ધ કરવાના સમયથી લઈને તેમાં વપરાતી વસ્તુઓનો સમાવેશ થાય છે. આવો જાણીએ વિસ્તારથી..

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે ભાદ્રપદ પૂર્ણિમા છે. પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધનો આજથી પ્રારંભ થયો છે. આમાં પિતૃઓની શાંતિ અને તૃપ્તિ માટે સંબંધીઓ શ્રાદ્ધ કરે છે. પરંતુ શ્રાદ્ધમાં ધ્યાનમાં રાખવા જેવી ઘણી બાબતો છે જેનુ પાલન કરવુ જરૂરી છે. તેમાં શ્રાદ્ધ કરવાના સમયથી લઈને તેમાં વપરાતી વસ્તુઓનો સમાવેશ થાય છે. આવો જાણીએ વિસ્તારથી..

shradh

કુતપ વેળા અથવા સમયઃ શાસ્ત્રોમાં શ્રાદ્ધ કરવા માટે એક ચોક્કસ સમય જણાવવામાં આવ્યો છે જેને કુતપ વેળા કહેવામાં આવે છે. આ દિવસનુ આઠમુ મુહૂર્ત હોય છે એટલે કે દિવસ દરમિયાન 11:36થી 12.24 મિનિટ સુધી કુતપ વેળા હોય છે જેમાં શ્રાદ્ધ કરવામાં આવે છે.

કુતપ સામગ્રીઃ કુતપ એટલે પાપોનો નાશ કરનાર. શ્રાદ્ધમાં વપરાતી વસ્તુઓને કુતપ સામગ્રી કહેવામાં આવે છે. તેમાં ખડગપત્ર, કાળો ધાબળો, ચાંદી, કુશ, તલ, ગાય અને કન્યાના પુત્રનો સમાવેશ થાય છે. આ વસ્તુઓનો ઉપયોગ શ્રાદ્ધમાં થાય છે.

કુશ અને તલ: કુશ અને કાળા તલ ભગવાન વિષ્ણુના શરીરમાં ઉત્પન્ન થયા હોવાનુ માનવામાં આવે છે. તેથી તેનો ઉપયોગ શ્રાદ્ધમાં કરવો જોઈએ. શિખરથી મૂળ સુધી કુશનો ઉપયોગ શ્રાદ્ધમાં શ્રેષ્ઠ કહેવાય છે.

સાત સામગ્રીઃ દૂધ, ગંગાજળ, મધ, ટસરનુ વસ્ત્ર, દૌહિત્ર, કુતપ અને તલનુ શ્રાદ્ધમાં મહત્વ છે.

તુલસીઃ શ્રાદ્ધમાં તુલસીનો ઉપયોગ અવશ્ય કરવો. તુલસીની ગંધથી પ્રસન્ન થઈને પૂર્વજો ગરુડ પર સવાર થઈને વિષ્ણુલોક જાય છે. તુલસી સાથે પિંડાર્ચન કરવાથી પૂર્વજો પ્રારબ્ધકાળના અંત સુધી સંતુષ્ટ રહે છે.

શ્રાદ્ધમાં ફૂલઃ શ્રાદ્ધમાં સફેદ ફૂલ સ્વીકાર્ય છે. સફેદમાં પણ સુગંધિત ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ. માલતી, જૂહી, ચંપા, સફેદ કમળ, ભૃંગરાજ યોગ્ય છે.

શ્રાદ્ધ સ્થળઃ ગયા, પુષ્કર, કુશાવર્ત, હરિદ્વાર વગેરે તીર્થોનો વિશેષ મહિમા છે. પરંતુ ઘરમાં, ગૌશાળામાં, મંદિરમાં, પવિત્ર નદીઓના કિનારે શ્રાદ્ધ કરવાનુ વધુ મહત્વ છે. શ્રાદ્ધ કરવા માટેની જગ્યાને ગાયના છાણમાટીથી લીપીને શુદ્ધ કરવી જોઈએ.

શ્રાદ્ધ દરમિયાન ભોજન, ફળઃ શ્રાદ્ધમાં ગાયનુ દૂધ, દહીં, ઘીનો ઉપયોગ કરવો જોઈએ. પૂર્વજોને જવ, ડાંગર, તલ, ઘઉં, મગ, સરસિયાનુ તેલ, ચોખા, મકાઈ વગેરેથી તૃપ્ત કરવા જોઈએ. કેરી, બેલ, દાડમ, જુના આંબળા, ખીર, નારિયેળ, ફાલસા, નારંગી, ખજૂર, દ્રાક્ષ, નીલકથ, પરવલ, ચારોળી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.

English summary
Pitru Paksha 2022 begins today, Some important things during Shradh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X