Pitru Paksha 2022 Dos and Don'ts: શ્રાદ્ધમાં ભૂલથી પણ આ ભૂલો ના કરતા
કેટલાક એવા નિયમો છે જેનુ પાલન કરવુ પિતૃ પક્ષ દરમિયાન ખૂબ જ જરૂરી છે. આ દિવસોમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને ટાળવી જોઈએ.
નવી દિલ્લીઃ અશ્વિન કૃષ્ણ પક્ષથી અમાસ સુધી પિતૃ પક્ષ કહેવાય છે અને આ વખતે પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બર એટલે કે આજથી શરૂ થવા જઈ રહ્યો છે જે 25 સપ્ટેમ્બરે સર્વ પિતૃ અમાસ સાથે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરતા લોકોએ કેટલીક બાબતોનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પિતૃ પક્ષ સંપૂર્ણ 15 દિવસનો હોય છે અને હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ પૂર્વજોની સંપૂર્ણ ભક્તિ સાથે સેવા કરવી જોઈએ.
આ સાથે જ કેટલાક એવા નિયમો છે જેનુ પાલન કરવુ આ સમય દરમિયાન ખૂબ જ જરૂરી છે. આ દિવસોમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને ટાળવી જોઈએ. ભૂલો થાય તો પિતૃઓ ગુસ્સે પણ થઈ શકે છે. એવુ કહેવાય છે કે પિતૃ પક્ષ દરમિયાન પિંડ દાન, અન્ન અને પાણી ગ્રહણ કર્યા પછી પૂર્વજો તેમની પરલોકની યાત્રા સરળતાથી નક્કી કરી શકે છે. આનાથી તેમને શક્તિ મળે છે.

માંસાહાર ટાળવો
પિતૃ પક્ષ દરમિયાન શુદ્ધ શાકાહારી ખોરાક લેવો જોઈએ. આખા 15 દિવસ સુધી માંસાહારી ખોરાક, આલ્કોહોલ વગેરે ટાળો. જો શક્ય હોય તો આ દરમિયાન લસણ અને ડુંગળીનુ સેવન પણ ન કરો.

વાળ અને નખ ન કાપવા
જો તમે શ્રાદ્ધ કરવા જઈ રહ્યા છો તો તમારે વાળ અને નખ કાપવાનુ ટાળવુ જોઈએ. આ સિવાય તમારે પિતૃ પક્ષ દરમિયાન બ્રહ્મચર્યનુ પણ પાલન કરવુ જોઈએ. શ્રાદ્ધ કર્યા પછી તમે તમારા વાળ અને નખ કાપી શકો છો.

પશુ-પક્ષીઓની સેવા કરો
કહેવાય છે કે પિતૃ પક્ષમાં આપણા પૂર્વજો કાગડાના રૂપમાં પૃથ્વી પર આવે છે. માટે આ સમય દરમિયાન પ્રાણીઓની સેવા કરવી જોઈએ. તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે, સાથે જ ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આ સમયે ભૂખ્યા પશુ-પક્ષીઓને ભોજન કરાવવુ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

માંગલિક કાર્યો વર્જિત
પિતૃ પક્ષ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવુ જોઈએ. આ દરમિયાન લગ્ન, મુંડન, સગાઈ, ગૃહપ્રવેશ ન થઈ શકે. આ સિવાય પિતૃ પક્ષ દરમિયાન કોઈ નવુ કામ કરવાનુ ટાળવુ જોઈએ. આખા 15 દિવસ પૂર્વજોને સમર્પિત છે તેથી આ દિવસોમાં તેમનુ સ્મરણ કરવુ જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી તેમની સેવા કરવી જોઈએ.

આ વસ્તુઓનુ સેવન ન કરવુ
માત્ર માંસાહારી જ નહિ પરંતુ કેટલીક એવી શાકાહારી વસ્તુઓ છે જે પિતૃ પક્ષમાં ખાવાની મનાઈ છે જેમ કે ગોળ, કાકડી, ચણા, જીરુ અને સરસવના શાક.

શ્રાદ્ધ અને તર્પણના નિયમ
જો કોઈ વ્યક્તિના માતા-પિતા બંને મૃત્યુ પામ્યા હોય તો અશ્વિન કૃષ્ણ પ્રતિપદાથી લઈને અશ્વિન અમાવસ્યા સુધી તેમને જળ, તલ અને ફૂલ અર્પણ કરવા જોઈએ. આ સિવાય જે તિથિએ તેમનુ અવસાન થયુ હોય તે દિવસે તેમના નામનુ શ્રાદ્ધ કરવુ જોઈએ. આમાં તમે બ્રાહ્મણોને ભોજન કરાવી શકો છો પરંતુ તેમને દક્ષિણા આપવામાં આવતી નથી. પિતૃ પક્ષ દરમિયાન ભૂખ્યાને ભોજન કરાવવુ અને પ્રાણીઓની સેવા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.












Click it and Unblock the Notifications
