Planet Transit 2022 : ઓક્ટોબરમાં થશે ઘણા ગ્રહોમાં પરિવર્તન, જાણો કઇ રાશિને થશે ફાયદો

ઓકટોબરના મહિનામાં ઘણા વ્રત અને તહેવાર આવે છે. આ સાથે ઘણા ગ્રહો પોતાના સ્થાનમાં પરિવર્તન પણ કરશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમામ ગ્રહ એક ચોક્કસ સમયગાળામાં રાશિ પરિવર્તન કરતા રહે છે.

Planet Transit 2022 : ઓકટોબરના મહિનામાં ઘણા વ્રત અને તહેવાર આવે છે. આ સાથે ઘણા ગ્રહો પોતાના સ્થાનમાં પરિવર્તન પણ કરશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમામ ગ્રહ એક ચોક્કસ સમયગાળામાં રાશિ પરિવર્તન કરતા રહે છે. આ સાથે સાથે ગ્રહ વક્રી, માર્ગી, અસ્ત અને ઉદય પણ થાય છે. ઓકટોબરમાં સાત ગ્રહ પોતાની રાશિ બદલશે. જેનો અસર દેશ-દુનિયા સાથે સાથે રાશિના જાતકોના જીવન પર પણ પડશે.

બુધ કન્યા રાશિમાં માર્ગી એટલે કે સીધી ચાલ કરશે

બુધ કન્યા રાશિમાં માર્ગી એટલે કે સીધી ચાલ કરશે

વૈદિક પંચાગની ગણતરી અનુસાર સૌથી પહેલા 02 ઓકટોબરના રોજ બુધ કન્યા રાશિમાં માર્ગી એટલે કે સીધી ચાલ કરશે. જે બાદ 16 ઓકટોબરના રોજ મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

શનિદેવ મકર રાશિમાં માર્ગી થશે

શનિદેવ મકર રાશિમાં માર્ગી થશે

આ પછી દરેક મહિને રાશિ પરિવર્તન કરતા સુર્ય દેવ 17 ઓકટોબરમાં તુલા રાશિમાં પ્રવેશ કરશે, જેના એક દિવસ બાદ 18 ઓકટોબરના રોજ શુક્ર તુલા રાશિમાં અને 23 ઓકટોબરના રોજ શનિદેવ મકર રાશિમાં માર્ગી થશે.

કેટલીક રાશિ પર માઠા પરિણામ જોવા મળી શકે છે

કેટલીક રાશિ પર માઠા પરિણામ જોવા મળી શકે છે

મહિનાના અંતમાં બુધ તુલા રાશિમાં અને મંગળ મિથુન રાશિમાં ઉલટી ચાલ ચાલશે. ગ્રહોના રાશિ પરિવર્તન, માર્ગી અને વક્રી થવાને કારણે કેટલીક રાશિઓ પર સારા તો કેટલીક રાશિ પર માઠા પરિણામ જોવા મળી શકે છે.

બુધ થશે માર્ગી

બુધ થશે માર્ગી

મહિનાના શરૂઆતના દિવસોમાં બુદ્ધિ, વ્યાપાર અનં સંચારના સ્વામી ગ્રહ બુધ કન્યા રાશિમાં માર્ગી થશે. આવા સમયે વૃષભ રાશિના જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. નોકરીમાં પ્રમોશન અને વ્યાપારમાં સારો નફો થશે. કરિયરમાં સારો ગ્રોથ જોવા મળશે.

ધંધામાં વૃદ્ધિ અને રોકાણ સંબંધી યોજનામાં પૈસા રોકી શકો છો

ધંધામાં વૃદ્ધિ અને રોકાણ સંબંધી યોજનામાં પૈસા રોકી શકો છો

આ સાથે તુલા રાશિના જાતકો માટે આ મહિનો લકી સાબિત થશે. જેમાં તેમને સારા પરિણામો મળશે. ધંધામાં વૃદ્ધિ અને રોકાણ સંબંધી યોજનામાં પૈસા રોકી શકો છો.

મિથુન રાશિમાં કરશે મંગળ ગોચર

મિથુન રાશિમાં કરશે મંગળ ગોચર

જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહને પરાક્રમી ગ્રહ માનવામાં આવે છે. આવા સમયે આ મહિને મંગળ રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકોના બળ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી શકે છે.

ઘણા સારા પ્રસ્તાવ મળી શકે છે

ઘણા સારા પ્રસ્તાવ મળી શકે છે

આવકમાં સારો એવો વધારો થઇ શકે છે. નોકરી કરતા જાતકોને ઘણી નોકરીમાં ઘણા સારા પ્રસ્તાવ મળી શકે છે.

સારી એવી આવક પણ મળી શકે છે

સારી એવી આવક પણ મળી શકે છે

માન-સમ્માનમાં વૃદ્ધિ અને પ્રવાસનું આયોજન થઇ શકે છે, જેમાંથી સારી એવી આવક પણ મળી શકે છે. આ સાથે કુંભ રાશિના જાતકોને પણ લાભ થશે. આ સમય તમારા પક્ષમાં રહેશે, જેના કારણે તમારું નસીબ ચમકી જશે અને તમારી દરેક ઇચ્છા પૂરી થશે.

સુર્યનું રાશિ પરિવર્તન

સુર્યનું રાશિ પરિવર્તન

સુર્ય દેવ દર એક મહિનામાં રાશિ બદલે છે. જ્યોતિષશાસ્ત્રમાં સુર્યને આત્મા અને ઉર્જાનો ગ્રહ માનવામાં આવે છે. આવામાં સૌથી વધુ લાભ સિંહના જાતકોને થશે. આ ઉપરાંત મકર રાશિના જાતકોને પણ દરેક કામમાં સફળતા અને સારા પરિણામો મળશે.

તુલા રાશિમાં કરશે શુક્ર ગોચર

તુલા રાશિમાં કરશે શુક્ર ગોચર

મિથુન રાશિના જાતકો માટે ઓકટોબરના મહિનામાં કોઇ વરદાનથી ઓછો નહીં હોય. આખા મહિના દરમિયાન શાનદાર પરિણામ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં પોતાના કામના જોર પર પ્રસિદ્ધિ પ્રાપ્ત કરશે.

ધન રાશિના જાતકો માટે પણ આ મહિનો સારો રહેશે

ધન રાશિના જાતકો માટે પણ આ મહિનો સારો રહેશે

નવી મુલાકાતોને કારણે તમને નવી તકો મળશે. આ સાથે ધન રાશિના જાતકો માટે પણ આ મહિનો સારો રહેશે. શુક્ર સુખ સવિધા અને એશોઆરામ પ્રદાન કરવાવાળા ગ્રહ માનવામાં આવે છે. આવા સમયે શુભ પરિણામ પ્રાપ્ત થશે.

શનિ થશે માર્ગી

શનિ થશે માર્ગી

23 ઓક્ટોબરના રોજ શનિદેવ મકર રાશિમાં માર્ગી કરવા જઇ રહ્યા છે. આ પહેલા શનિદેવ 12 જુલાઇના રોજ વક્રી થયા હતા. આવામાં હાલ 5 રાશિ પર શનિની સાડા સાતી અને ઢૈય્યા ચાલી રહી છે.

આ રાશિની વ્યાધિ થોડી ઓછી થઇ જશે

આ રાશિની વ્યાધિ થોડી ઓછી થઇ જશે

ધન, મકર અને કુંભ રાશિના જાતકો પર શનિની સાડા સાતી કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર ઢૈય્યા ચાલી રહી છે. શનિની સીધી ચાલ ચાલવાને કારણે આ રાશિની વ્યાધિ થોડી ઓછી થઇ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X