• search

રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન, શું અસર થશે તમારા જીવન પર?

By desk
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  સિંહ રાશિમાં બિરાજમાન રાહુ 18 ઓગસ્ટ દિવસ શુક્રવારને સવારે 4 વાગ્યાને 49 મિનિટે કર્ક રાશિમાં બુધના અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. તાત્કાલિક ચંદ્ર પણ તે સમયે મિથુન રાશિ અને આદ્રા નક્ષત્રમાં રહેશે. કુંભ રાશિગત કેતુનો મકર રાશિમાં પ્રવેશ 18 ઓગસ્ટ શુક્રવારને સવારે 4 વાગ્યાને 48 મિનિટે મંગળના નક્ષત્ર ઘનિષ્ઠામાં થશે. જાણો રાહુ કેતુનું આ રાશિ પરિવર્તન તમારી રાશિ માટે કેવો સમય લઈને આવી રહી છે.

  મેષ

  મેષ

  મેષ રાશિ માટે ચતુર્થભાવમાં રાહુનું ગોચર સુખમાં ઘટાડો લાવશે અને જનતા અને સમાજમાં વિરોધ કરાવશે. કેટલાક સંબંધિઓથી અનબનની સ્થિતિ ઉત્પન થઈ રહી છે. દશમભાવનો કેતુ રાજ્યમાં વિરોધ, ઉથલ-પાથલ, પરિવર્તન અને રાહુ માનસિક અશાંતિ ઉત્પન્ન કરશે. સામાજીક કામોમાં અડચણો પેદા થશે.

  વૃષભ

  વૃષભ

  તૃતિય ભાવનો રાહુ તમારા પરાક્રમ અને સાહસમાં વધારો કરાવશે અને મિત્રોથી લાભ કરાવશે. કેટલાક લોકોનું અચાનક ભાગ્યોદય થવાની શક્યતા છે અને અચનાક લાભ પણ થઈ શકે છે. 18 ઓગસ્ટ પછી મિત્રોથી લાભ, ભાગ્ય વૃદ્ધિ, ધાર્મિક કામો થશે અને સંતાન માટે કલ્યાણકારી રહેશે.

  મિથુન

  મિથુન

  બીજાભાવમાં રાહુ રહેવાને કારણે નાણાનું નુકશાન, સાસરી પક્ષથી અનબન, કુટુંબમાં અશાંતિ, આંખનો દુઃખાવો, દુશ્મનોથી ડર અને વિદ્યાના ક્ષેત્રે અસફળતા મળી શકે છે. 18 ઓગસ્ટ બાદ અષ્ટમનો કેતુ વિદેશ યાત્રાના યોગ બનાવશે અને ધન-હાનિ અને પાઈલ્સ રોગીઓની મુશ્કેલી વધારશે.

  કર્ક

  કર્ક

  લગ્નનો રાહુ માનસિક અશાંતિ વધારશે. પણ ધન-ધાન્યમાં વધારો અને સંતાન માટે શુભ રહેશે. કેટલાક લોકોના માન-સન્માનમાં વધારો થશે. સાતમાં ભાવનો કેતુ માન-પ્રતિષ્ઠામાં વધારો, રાજ્ય અને વેપારથી લાભ અને કેટલાક લોકોને ધન પણ અપાવશે. જીવનસાથી સાથે સંબંધોમાં કડવાથ વધશે.

  સિંહ

  સિંહ

  રાહુના દ્વાદશભાવમાં રહેવાથી ખર્ચા વધશે, ઊંઘ આવશે નહિં, નોકરી કરનારા જાતકોને દૂર સ્થાન પરિવર્તન થશે. કેટલાક જાતકોને જેલ પણ જવું પડી શકે છે. છઠ્ઠા ભાવમાં કેતુ દુશ્મનોથી ડર, આંખની તકલીફ, ખર્ચામાં વધારો અને કામમાં અડચણો પેદા થશે.

  કન્યા

  કન્યા

  એકાદશ ભાવનો રાહુ શુભ કામોમાં વધારો કરાવશે, જેમકે દાન-પુણ્યમાં રસ જાગશે પણ ધન-ધાન્યમાં કમી આવશે. મિત્રો તમને તકલીફ આપી શકે છે અને બનતા કામોમાં અવરોધો ઊભા થશે. સામાજીક કામોમાં આવનારા દિવસો દરમિયાન લાભ થશે.

  તુલા

  તુલા

  દશમ ભાવનો રાહુ ગંગા વગેરે ધાર્મિક તિર્થોએ સ્નાન, દાન-પુણ્યમાં રસ પેદા કરશે. કામમાં સફળતા અને માન-સન્માનમાં વધારો કરાવશે. કેટલાક લોકોને દુશ્મનોથી ડર રહેશે. પાંચમાં ભાવનો કેતુ સંતાન માટે મુશ્કેલી અને ભાગ્યઉદયમાં અડચણ ઉત્પન કરશે.

  વૃશ્ચિક

  વૃશ્ચિક

  નવમભાવનો રાહુ કેટલાક લોકોને અચાનક ભાગ્યોદય, વિદેશ યાત્રા, લાભ અને રાજ્યની કૃપા અપાવી શકે છે. મિત્રોની મદદ મળી રહેશે. ત્રીજા ભાવનો કેતુ સાહસમાં વધારો, દુશ્મનો અને વિજય અને મિત્રોથી લાભ કરાવશે.

  ધન

  ધન

  અષ્ટમભાવનો રાહુ અચાનક લાભ, વિદેશ યાત્રાનો યોગ અને કેટલાક લોકોને દિર્ઘકાલીન રોગ પણ આપી શકે છે. જેમનો રાહુ શુભ નથી, તેમને અચાનક કેટલીક આપત્તિઓનો સામનો કરવો પડશે. બીજા ભાવનો રાહુ કેટલાક લોકોને આંખનો દુઃખાવો આપી શકે છે અને આર્થિક પક્ષમાં મજબૂતાઈ પણ લાવી શકે છે.

  મકર

  મકર

  સાતમાં ભાવનો રાહુ અચાનક વેપારમાં વધારો, રાજ્યથી લાભ, મિત્રોની મદદ અપાવશે. કેટલાક જાતકોના શરીરમાં વાયુ, પિત્તથી પીડા થઈ શકે છે. યાત્રાથી ધનલાભ અને માનસિક શાંતિ મળશે. કેતુ માન-સન્માનમાં વધારો કરાવશે, સંતાનથી લાભ થશે, પણ પડવાથી ઘા અને વાગી શકે છે.

  કુંભ

  કુંભ

  છઠ્ઠાભાવનો રાહુ કેટલાક લોકોને દિર્ઘકાલીન રોગો અપાવી શકે છે, પરિણામે રોગને લઈ સાવધ રહેજો. ધન હાનિ, દુશ્મનોથી હેરાનગતિ અને આવકમાં ઘટાડો કરાવી શકે છે. કેતુ ખર્ચામાં વધારો લાવશે, આંખની તકલીફ વધારશે, સુખમાં ઘટાડો થશે, દૂરનો પ્રવાસ કરાવશે.

  મીન

  મીન

  પંચમ ભાવનો રાહુ બુદ્ધિ દ્વારા અચાનક લાભ કરાવી શકે છે. શેયર બજારમાં લગાવેલા ધનમાં વૃદ્ધિ આવશે. ભાગ્ય પક્ષમાં મજબૂતાઈ આવશે. સંતાન પક્ષ માટે આ રાહુ થોડો મુશ્કેલી વધારશે. એકાદશ ભાવનો કેતુ લાભ કરાવશે, માન-સન્માન અપાવશે અને રોકાયેલા કામો પૂરાં થશે.

  English summary
  Transit of Rahu in Cancer (Karka Rashi) and Ketu in Capricorn (Makar Rashi) on 18th August 2017

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more