• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rahu Ketu Transit 2020: રાહુ કેતુ આવતા મહિને ચાલ બદલશે, તમારી રાશિ પર શું અસર થશે જાણો

|

Rahu Ketu Rashi Parivartan Effects in 2020: રાહુનું રાશિ પરિવર્તનનો સમય એક મોટી ઘટના માનવામાં આવે છે. જ્યોતિષ મુજબ રાહુ એક ક્રૂર ગ્રહ હોય છે. જે કમજોર થવાથી જાતકને વિવિધ પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. રાહુ માનસિક અને શારીરિક બંને રીતે કષ્ટ આપે છે. રાહુ ખરાબ થવાથી વ્યક્તિની અંદર ડર પેદા થાય છે, સમજવા વિચારવાની શક્તિ ખતમ થવા લાગે છે. દુશ્મનાવટ વધી જાય છે. 23 સપ્ટેમ્બર 2020ની સવારે રાહુ 8.20 વાગ્યેથી વૃષભ રાશિમાં ગોચર કરવા લાગશે. જાણો તેનાથી બધી રાશિઓ પર કેવો પ્રભાવ પડશે.

મેષ

મેષ

રાહુનું ગોચર તમારા માટે શુભ રહેશે. તમારા સાહસમાં વધારો થશે. જેનાથી તમે તમારા બધા કાર્યો સારી રીતે પૂરાં કરી શકશો. વૈવાહિક જીવનમાં કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

કેતુ ગોચર 2020 મુજબ વર્ષની શરૂઆતમાં કેતુ તમારી રાશિના નવમાં ભાવમાં ગોચર કરશે. નવમો ભાવ આપણી કુંડલીનો ભાગ્ય અને ધર્મ ભાવ છે. કેતુ અહીં ગોચર કરવાથી આ વર્ષે ધાર્મિક યાત્રાઓનો યોગ બની રહેશે અને ધર્મ સાથે જોડાયેલા કાર્યોમાં પણ રૂચિ બનશે. આ વર્ષે કેટલીક વ્યર્થની યાત્રાઓથી પણ માનસિક તણાવ બની રહેશે. જો કોઈ મતભેદ બનેલ હોય તો તેના માટે તમારે સાવધાની રાખવાની જરૂરત છે.

વૃષભ

વૃષભ

રાહુનું ગોચર તમારા માટે મિશ્રીત રહેશે. તમારી આર્થિક સ્થિતિ ઘણી પ્રભાવિત થઈ શકે છે. વાણી પર ખાસ સંયમ રાખવાની જરૂરત પડશે.

જ્યારે કેતુ તમારી રાશિના આઠમા ભાવમાં ગોચર કરશે. આ સમય આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યો સાથે કોઈ ઉંડા વિષયમાં શોધનો સમય રહેશે. જો તમે પહેલેથી જ કોઈ રિસર્ચ સાથે જોડાયેલ અભ્યાસ કરી રહ્યા હોવ તો ધાર્યા પ્રમાણે સફતા હાંસલ કરી શકશો.

મિથુન

મિથુન

રાહુના ગોચરથી તમારે સાવધાન રહેવાની જરૂરત પડશે. શારીરિક અને માનસિક કષ્ટ વધશે. આ દરમિયાન કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેવો.

કેતુનું તમારી રાશિના સાતમાં ભાગમાં ગોચર કરશે. આ ગોચરમાં કોઈ ગેરસમજણને કારણે તમારા જીવનસાથી સાથે વિવાદ થી શકે છે. જો તમે અવિવાહિત છો તો સાથી પસંદ કરવા માટે આ સમય યોગ્ય નથી.

કર્ક

કર્ક

રાહુનું ગોચર તમારા માટે શુભ રહેશે. વિદેશ યાત્રાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. ખર્ચામાં વધારો થવાના અણસાર છે. અટકેલું ધન પરત મળી શકે છે.

કેતુ તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આ સમયે તમારે કેટલાક સંઘર્ષ અને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારાં બનતાં કાર્યોમાં પણ રૂકાવટ આવી શકે છે. તમારા પ્રતિદ્વંદ્વી જ તમારી સામે માથું ઉંચકાવી શકે છે.

સિંહ

સિંહ

તમારા માટે રાહુનું ગોચર શુભ રહેશે. વકમાં વધારો થવાના પ્રબ અણસાર છે.

કેતુ તમારી રાશિના પાંચમા ભાવમાં ગોચર કરશે. કેતુના આ ભાવમાં ગોચર કરવાથી માનસિક તણાવ બની રહેશે અને તમે નિર્ણય લેવામાં સક્ષમ નહિ હોવ. કોઈ પ્રકારના ભ્રમમાં મુંઝારો અનુભવશો. જો તમે કોઈના પ્રેમમાં હોવ તો તેમની સાથે મતભેદ થી શકે છે.

કન્યા

કન્યા

રાહુના રાશિ પરિવર્તનથી તમારી મુશ્કેલી વધશે. કાર્યક્ષેત્રમાં કામ બનતાં બનતાં બગડી શકે છે. દુશ્મનોથી સતર્ક રહો.

કેતુ તમારી રાશિના ચોથા ભાવમાં રહેશે. આ ગોચર માતા અને માનસિક સુખો માટે સારું નથી. કોઈને કોઈ વાત પર તણાવ બની રહેશે અને શાંતિ નહિ મળી શકે. જેનાથી પરિવારમાં અશાંતિનો માહોલ બની રહેશે. વાહનને લઈને સાવધાન રહો, અચાનક દુર્ઘટનાના યોગ બની રહ્યા છે. જમીન અને ઘર સાથે જોડાયેલા કોઈ કાર્યમાં ગમે તેનો વિશ્વાસ ના કરવો.

તુલા

તુલા

રાહુ તમારો સંઘર્ષ વધારશે. ભાગ્યના ભરોસે બેસવું નહિ. જીવનસાથી સાથે અણબન થઈ શકે છે.

કેતુ તમારી રાશિના ત્રીજા ભાવમાં રહેશે. આ ગોચર કારણ વિનાની યાત્રાઓ માટે પરેશાન કરશે. નાના ભાઈ બહેન સાથે ગેરસમજણને કારણે તણાવ રહેશે. પરિવારમાં કોઈના સ્વાસ્થ્ય ઉપર ધન ખર્ચ થઈ શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

રાહુનું ગોચર તમને સફળતા અપાવશે. પરંતુ સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડતી જોવા મળી રહી છે. વાહન ચલાવતી વખતે સાવધાની વરતવી.

કેતુ તમારી રાશિના બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ ગોચર દરમિયાન તમારી વાણી પર કાબૂ રાખવો અને સમજ્યા વિચાર્યા વિના કોઈને ગમે તેવું વચન ના આપી દેવું. વાણીમાં કટૂતા આવવાથી તમારા ખુદના સંબંધી તમારાથી દૂર થઈ શકે છે.

ધન

ધન

રાહુ તમારા માટે કંઈ સારા સંકેત નથી આપી રહ્યો. પાર્ટનરશિપમાં કામ કરનારા લોકોએ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. લાઈફ પાર્ટનર સાથે લવ રિલેશન પણ તણાવપૂર્ણ રહી શકે છે.

કેતુ તમારી જ રાશિમાં ગોચર કરી રહ્યો છે. એક વર્ષ સુધી તમારી રાશિમાં રહેશે, જેથી આ સમયે કોઈ પ્રકારે ડર અને વહેમ થઈ શકે છે. તો તમારે થોડા સમય માટે ધ્યાન અને ધાર્મિક સ્થળોની યાત્રા માટે જવું જોઈએ. આ કેતુ તમને પૂર્વાભાસની ગજબની શક્તિ આપશે અને કાલ્પનિક શક્તિ પણ વધારી દેશે.

મકર

મકર

સપ્ટેમ્બર બાદ તમારી આર્થિક સ્થિતિમાં ગિરાવટ આવી શકે છે. લોન લેવાની સ્થિતિ બનતી જોવા મળી રહી છે. કાર્યક્ષેત્રમાં શત્રુ તમારાં કામ બગાડવાની કોશિશ કરી શકે છે. માટે સાવધાન રહો.

કેતુ તમારી રાશિના બારમાં ભાવમાં બની રહેશે. હાલ વિદેશ યાત્રાઓ વધુ થશે સાથે જ વધુ ખર્ચો પણ થતો રહેશે. તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય તેવો ખર્ચો થશે. લાંબી ધાર્મિક યાત્રાના પણ યોગ બનેલા છે.

કુંભ

કુંભ

રાહુનું ગોચર તમારા સંતાન પક્ષ માટે સારું માનવામાં નથી આવી રહ્યું. વિદ્યાર્થીઓએ શિક્ષણમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય પણ અચાનક બગડવાના અણસાર છે.

કેતુ તમારી રાશિના અગિયારમા ભાવમાં રહેશે. વર્ષની શરૂઆતમાં કોઈ મોંઘા વાહન પર ખર્ચો કરી શકો છો. તમને તમારા વ્યવસાયમાં નવા અવસર સાથે ઘણું બધું નવું શીખવા પણ મળશે. સમાજમાં તમારી નવી ઓળખ સ્થાપિત થશે.

મીન

મીન

રાહુનું ગોચર માતાના સ્વાસ્થ્ય માટે સારું નથી મનાતું. કોઈ નજીકના વ્યક્તિ સાથે સંબંધ બગડી શકે છે.

કેતુ તમારી રાશિના દસમાં ભાવમાં રહેશે. આ ગોચરમાં તમારા વેપારને લઈ તમે ભ્રમની અવસ્થામાં રહેશો અને નિર્ણય લેવામાં સક્ષમ નહિ થઈ શકો. કોઈપણ કાર્યમાં રોકાણ કરવાથી બચો અને નવા વેપાર અથવા વેપારમાં બદલાવ માટે કોઈ પગલાં ઉઠાવવાં નહિ. કાર્યથી જોડાયેલી યાત્રાના યોગ બનેલા છે. સેલ્સ અને માર્કેટિંગના કામમાં સારી સફળતાના યોગ છે.

English summary
Rahu Ketu Transit 2020 date, time, effects on 12 zodiac signs rashifal in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X