મંગળ અને શુક્ર ગોચરથી બનશે રાજયોગ, આ ત્રણ રાશિની ખુલશે કિસ્મત
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા પ્રકારના રાજયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનાથી રાશિના જાતકોને સારા પરિણામો મળે છે. જોકે, બે ગ્રહ એક બીજાની રાશિમાં ગોચર કરે છે તેને રાજયોગ કહેવામાં આવે છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા પ્રકારના રાજયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનાથી રાશિના જાતકોને સારા પરિણામો મળે છે. જોકે, બે ગ્રહ એક બીજાની રાશિમાં ગોચર કરે છે તેને રાજયોગ કહેવામાં આવે છે. આવા સમયે આ બંન્ને ગ્રહો એકબીજાની સામસામે હોય છે, તો રાજયોગ વધુ પ્રભાવશાળી બની જાય છે.

3 રાશિના જાતકોના સુખ અને વૈભવમાં વધારો થશે
મંગળ ગ્રહે 13 નવેમ્બરનના રોજ વૃષભ રાશિમાં ગોચર કરીને રાજયોગ બનાવ્યો છે, જે 5 ડિસેમ્બર સુધી સક્રિય રહેશે.
જે બાદ શુક્ર ધન રાશિમાં ગોચર કરશે. વર્તમાન સમયમાં મંગળ શુક્રની રાશિમાં છે અને શુક્ર મંગળની રાશિમાં ગોચર કરી રહ્યા છે.
આ સાથે એકબીજાની સામસામે છે. મંગળને સાહસ, ભૂમિ, ભવન અને સુખના ગ્રહ માનવામાં આવે છે, ત્યારે શુક્રને ધન અને વૈભવનો કારક ગ્રહ માનવામાં આવે છે.
શુક્ર-મંગળનો દ્રષ્ટીપાત યૌન સુખ પણ વધારે છે. આ રાજયોગને કારણે 3 રાશિના જાતકોના સુખ અને વૈભવમાં વધારો થશે.

વૃષભ રાશિ પર ગોચરની અસર
આ રાશિના જાતકો માટે મંગળ લગ્નમાં અને શુક્ર સાતમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તમારી શક્તિમાં વધારો થશે.
આદરમિયાન તમે તમારી સુખ-સુવિધાઓ પર ખર્ચ કરવાના છો. આ સમય દરમિયાન જેમના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હતો, તેમને સારા સમાચાર મળી શકે છે.

પાર્ટનરશિપમાં કામ શરૂ કરવા માટે આ સારો સમય
વૃષભ રાશિના જાતકો આ સમયે પત્ની સાથે સારો સમય પસાર થશે. આ સમયે તમને તમારી પત્નીનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા કામ તમારી પત્નીના સહયોગથી પૂરા થશે.
એવું પણ બની શકે છે કે, તમે તમારી સ્ત્રી મિત્ર સાથે કોઈ કામ શરૂ કરી શકો છો. જો તમે મહિલા છો તો પાર્ટનરશિપમાં કામ શરૂ કરવા માટે આ સારો સમય છે.
આ સમયે તમે તમારી પોતાની રેસ્ટોરન્ટ પણ ખોલી શકો છો. ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલી મહિલાઓને ફાયદો થશે.

કર્ક રાશિ પર ગોચરની અસર
કર્ક રાશિના લોકો માટે શુક્રનું ગોચર પાંચમા ભાવમાં છે અને મંગળનું ગોચર અગિયારમા ભાવમાં છે. બંને એકબીજાની રાશિમાં બેસીનેખૂબ જ મજબૂત બની ગયા છે.
પાંચમા ભાવમાં શુક્ર અને લાભકારી ઘરમાં મંગળ ઉત્તમ પરિણામ આપે છે. આ સમયે તમારો પ્રેમ પ્રસ્તાવસ્વીકારવામાં આવશે. તમને તમારા પ્રેમી તરફથી કોઈ મોટી અને મોંઘી ભેટ મળી શકે છે.

ગર્ભ ધારણ કરવા માટે શ્રેષ્ઠ સમય
આ સમયે પરિણીત લોકો ગર્ભ ધારણ કરવાનું વિચારી રહ્યા છે, તો આ શ્રેષ્ઠ સમય છે. જો તમે મહિલા બિઝનેસમેન છો, તો તમને મોટો ઓર્ડર મળી શકે છે.
સ્ત્રી જાતકો માટે આ ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ સમયે જો તમે કપડાં, અત્તર, સૌંદર્ય પ્રસાધનોથી સંબંધિત કોઈ કામ શરૂ કરવા ઈચ્છો છો, તો તે દિશામાં પ્રયત્નો ફાયદાકારક સાબિત થશે.

ધન રાશિ પર ગોચરની અસર
આ રાશિના જાતકો માટે મંગળનું ગોચર છઠ્ઠા ભાવમાં થઈ રહ્યું છે, જ્યારે શુક્રનું ગોચર બારમા ભાવમાં થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં છઠ્ઠાઘરમાંથી શત્રુઓ અને બારમા ઘરમાંથી શયન સુખ માનવામાં આવે છે.
પરિણામમાં 6ઠ્ઠા ભાવમાં મંગળ અને 12માં ભાવમાં શુક્ર ખૂબ જબળવાન હોવાનું કહેવાય છે. આ કારણથી ધન રાશિના લોકોને આ સમયે શારીરિક સુખ મળશે.
તમે તમારી ગર્લફ્રેન્ડ અથવા પત્ની સાથેવિદેશ પ્રવાસ પર જઈ શકો છો. વિદેશથી આવેલી સ્ત્રી મિત્રની મદદથી અટકેલા કામ થઈ શકે છે.

મંગળના ગોચરથી શત્રુનો નાશ થશે
જો તમે ધન રાશિની સ્ત્રી છો, તો પછી તમે વિદેશમાં તમારો વ્યવસાય વિસ્તારવાનું વિચારી શકો છો. મંગળના ગોચરથી શત્રુનો નાશ થશે. નોકરીમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. જો બેંકમાંથી લોન લેવામાં મુશ્કેલી હતી તો હવે તે અવરોધ દૂર થશે.












Click it and Unblock the Notifications
