• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યોતિષ: જાણો ભારત માટે કેવું રહેશે વર્ષ 2017?

By desk
|

દર વર્ષે ભારત પોતાની રક્ષા શક્તિ, અન્ય રાષ્ટ્રો સાથે મિત્રતા, પોતાની સંસ્કૃતિ અને બૌધ્ધિક બળના આધારે વિશ્વમાં પોતાની ધાક જમાવી રહ્યું છે. ભારત પોતાના સાહસ, કુશળ રાજનીતિના દમે વિકસિત રાષ્ટ્રોની શ્રેણીમાં શામેલ થવા માટે સક્ષમ છે.

ગયા વર્ષે ભારતમાં ઘણાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા જેવા કે, નોટબંધી, જીએસટી વગેરે. આ નિર્ણયો ભારતના આવનારા દિવસની અર્થ વ્યવસ્થા પર ઘેરી અસર પાડશે. ત્યારે આવો જાણીએ આવનારું વર્ષ 2017 ભારત માટે કેવું રહેશે?

મોદીની મુશ્કેલી વધારશે?

આ કુંડળીનો વર્ષેશ શનિ છે, જે પંચમેશ અને અષ્ટમેશ થઈ તૃતિય ભાવમાં સ્થિત છે. પોતાના પરિશ્રમ અને બૌધ્ધિક બળને આધારે ઘણા બધા કામોમાં વિજય મળી શકે છે. આ વર્ષે પીએમ દ્વારા અનેક મહત્વનાં નિર્ણયો લેવામાં આવશે. જેને કારણે ભારતની જનતાને બીજી અનેક મુશ્કેલીઓ ભોગવવી પડશે.

Read also: જ્યોતિષ મુજબ મોદીનું 2017 વર્ષ કેવું રહેશે?

બેરોજગારી

ભારતની વર્ષ કુંડળીમાં મુંથા પ્રથમ ભાવમાં સ્થિત છે. ભારતના શત્રુ દેશો મિત્રતા માટે હાથ લંબાવવા માટેના તમામ પ્રયત્નો કરશે. અનેક ઉદ્યોગોની નવી શરૂઆત થશે, જેને કારણે બેરોજગારને રોજગારીની તકો મળી રહેશે. મુંથા વર્ષ લગ્ન છે, જે શુભ દાયક છે. અગાઉથી ચાલી આવતા વિવાદો ખતમ થશે. શત્રુઓનો સંહાર થશે અને રાજાની કિર્તીમાં વધારો થશે.

વિદેશ રોકાણ

વર્ષ કુંડળીમાં મુંથા પોતાની રાશિ કન્યામાં હોવાને કારણે ભારતની આર્થિક પ્રગતિ થશે અને વિદેશી રોકાણમાં વધારો થશે. વિદેશના દેશો સાથે જ્ઞાન-વિજ્ઞાનનું આદાન-પ્રદાન થશે. ભારતની નામ રાશિ ધન છે, જે વર્ષ કુંડળીમાં ચતુર્થભાવમાં સ્થિત છે. ધનનો સ્વામી ગુરુ દ્વાદશ ભાવમાં ચંદ્ર સાથે બેસી ગજકેસરી યોગનું નિર્માણ કરી રહ્યો છે. ચતુર્થભાવ સંસદનો સંકેતક ભાવ પણ છે, જેનાથી નવા કાયદાઓ ઘડાશે, જેને લઈ સંસદમાં વિપક્ષ ધમપછાડા કરશે.

વિરોધીઓનું ભાવિ

ષષ્ઠે શનિ પોતાના ઘોર વિરોધી મંગળની રાશિ વૃશ્ચિકમાં થઈ પરાક્રમ ભાવમાં બેઠો છે. વિરોધી કૂટનીતિને કારણે પરાસ્ત થશે. શનિ અન્યાયની વિરોધમાં રહે છે, પરિણામે અન્યાય અને અત્યાચારીઓને સજા જરૂર મળશે.

પાકિસ્તાન અને ચીન

પાકિસ્તાન અને ચીનની નામ રાશિઓ ક્રમશઃ કન્યા અને મેષ છે. વર્ષ કુંડળીમાં પાકિસ્તાનની નામ રાશિ કન્યા પ્રથમ ભાવમાં છે જેમાં બુધ બેઠો છે. બુધ વાણી અને યુવાઓનો કારક છે.પાકિસ્તાન વારંવાર વાક્યુધ્ધ કરતું રહેશે. સાથે જ કાશ્મિરના યુવકોને ભડકાવી કોઈ નવી મુશ્કેલી ઉભી કરી શકે છે. ભારત પાકિસ્તાન સાથે ગમેતેટલો મૈત્રી વ્યવહાર અપનાવે પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવશે નહિં, અને જ્યાં જ્યાં તક મળશે તે દગાબાજી કરવાનું છોડશે નહિં.

વિશ્વમાં ભારતનું માન

સૂર્ય અને મંગળ પોતાની યોગ્ય સ્થિતમાં વિરાજમાન છે, જેને કારણે વિશ્વ પટલ પર ભારતની શાખમાં વધારો થશે. એવા પણ સંકેતો જણાઈ રહ્યા છે કે વર્ષ 2017-18ના મધ્ય સુધીમાં

ભારત સંયુક્ત રાષ્ટ્ર સંધનો સ્થાયી સદસ્ય બની જશે.

આતંકવાદ

ભારત પર આતંકવાદનો ખતરો રહ્યા કરશે. જેને કારણે ભારતને પોતાના ખુફિયા તંત્રને સક્રિય અને સતર્ક બનાવવું પડશે, નહિંતર આતંકવાદના કાળા વાદળ ભારત પર મોટી હનારત લાવી શકે છે.જાન્યુઆરી 26થી શનિ રાશિ પરિવર્તન કરી વૃશ્ચિક રાશિથી ધન રાશિમાં પ્રવેશ કરશે. ધન રાશિનો સ્વામી ગુરુ છે, જે રાજકારણનો કારક છે. જેને કારણે દક્ષિણ ભારતના કોઈ મોટા નેતાના મૃત્યુના સંકેત જણાઈ રહ્યો છે. કોઈ પૂર્વ પ્રધાનમંત્રીને હાનિ થઈ શકે છે. વર્ષના મધ્ય સુધી મોંઘવારીમાં ઘટાડો થશે અને વિકાસ દરમાં વધારો થશે.

તાપમાન

ગ્રહોની દશાને આધારે આ વર્ષે દેશમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે. તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. વિશ્વમાં આ વર્ષે તોફાન, વાવાઝોડુ, ચક્રાવાત અને ભૂકંપ વગેરેને ઉપદ્રવ રહેશે. 7 જાન્યુઆરીએ શુક્ર જયેષ્ઠા નક્ષત્રમાં આવ્યા બાદ 9 તારીખે શનિ સાથે ગાઢ યુતિ કરશે. આ સમયે ઉત્તર ભારતમાં કડાકાની ઠંડી પડશે. શીતલહેર ને કારણે વાતાવરણ ધુંધળુ રહેશે, અચાનક વર્ષા અને ભયંકર હિમપાત થશે. જુલાઈ-ઓગસ્ટ મહિનામાં આખા વિશ્વમાં પ્રાકૃતિક ઉપદ્રવ થશે. અનેક કુદરતી પ્રલયો આ દરમિયાન થશે. પૂર્વ ભારત, પશ્ચિમ ભારત અને બંગાળાની ખાડીમાં વાયુ વેગે તોફાન, મહાસાગરોમાં ઉંચી લહેરો રહેશે.

ભૂકંપ

પૂર્વોત્તર ભારતમાં ઓગસ્ટના શરૂઆતના વર્ષોમાં ભૂસ્ખલનથી હાની થશે. માસના અંતે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તટીય પ્રદેશમાં મોસમી ઉપદ્રવ રહેશે. જાપાનથી લઈ ચીન અને પૂર્વ એશિયામાં જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદથી હોનારત અને ભુકંપનો પ્રભાવ રહેશે.

મુશ્કેલીઓ

નોટબંધીથી દેશના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પણ તેનાથી વધારે અસર નાના વેપાર પર પડી છે. વર્ષ કુંડળીમાં વેપારની ધન રાશિમાં છે જે ચતુર્થભાવમાં પડ્યો છે. ગુરુની દ્રષ્ટિ સપ્તમ ભાવ પર પડી રહી છે. સપ્તમ ભાવ પરિવર્તન લાવનારો છે. પરિણામે 2017ના મધ્યથી નોટબંધીથી થઈ રહી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને ગાડી ફરી પાટે આવી જશે. અર્થ વ્યવસ્થાનો કારક ગ્રહ બુધ વર્ષ કુંડળીમાં ઉચ્ચ થઈ ગુરુ સાથે સ્થિત છે. રાજનૈતિક ઈચ્છા શક્તિને કારણે જલ્દીજ જીએસટી દેશમાં લાગુ થઈ જશે. જેના અનેક ફાયદા થશે અને દેશની અર્થ વ્યવસ્થા અદભૂત થઈ જશે.

મોટા કલાકારની મોત

વળી એક્ટિંગ ક્ષેત્રે કુંડળી મુજબ સાંકેતિક ગ્રહ રાહુ અને શુક્રની સ્થિતિ સારી નથી. શુક્ર છઠ્ઠા ભાવમાં અને કેતુ મંગળની સાથે બેઠો છે અને રાહુ 12માં ભાવ પર કબજો જમાવી બેઠો છે. જેને કારણે 2017 માર્ચ પહેલા કોઈ મોટા કલાકારના મુત્યુને લઈ બોલીવુડ શોકમાં ડૂબી જશે.

English summary
The prospect of a new year, a fresh start always comes along with an anticipation and excitement about how the coming year will unfurl, and 2017 is no exception. its good for india.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more