Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Business Horoscope 2017: ધન રાશિ માટે કપરો સમય

ધન રાશિના જાતકોને વર્ષ 2017માં નવો વેપાર નહીં, પરંતુ જૂનો વેપાર જે થોડા સમયથી ચાલી રહ્યો છે તે લાભ કરાવશે. ખાણીપીણી સાથે જોડાયેલા વેપારમાં ફાયદો થશે.

ધન રાશિનો સ્વામી ગુરૂ છે. આ વર્ષે શનિની સીધી અસર ગુરૂની આ રાશિ પર થશે. આ રાશિના જાતકો માટે જાન્યૂઆરી અને ડિસેમ્બર માસ સારા જશે, આ સિવાયના માસમાં હેરાનગતિ સિવાય બીજું કંઇ હાથ નહીં લાગે. વેપારમાં મહેનત પ્રમાણેનું પરિણામ નહીં મળે. કઠોર પરિશ્રમ કરતા પણ હાથમાં પૈસા નહીં આવે. કોઇ રોકાણમાં નાંખેલા નાણાં પણ રિકવર થવામાં તકલીફ પડશે. જાન્યૂઆરી અને ડિસેમ્બર માસમાં જે કમાણી થશે એ જ બાકીના માસમાં ખોટ પૂરવામાં કામ લાગશે.

sagittarius

પાર્ટનરશિપમાં વેપાર કરતા હો તો વધુ સાચવવું. તમારો પાર્ટનર જ તમને દગો આપે એવું બને. બિઝનેસ ડીલ ફાઇનલ કરતાં પહેલાં ધ્યાનથી ચકાસવી, કોઇ પણ કાગળિયા પર સહી કરતાં પહેલાં ધ્યાનથી વાંચી લેવા. તમે કોઇ પણ વેપાર કરતા હો તેમાં દિશાહિન થઇ જશો. સારી ખબરો મોડી જ મળશે.

વર્ષના મધ્યાંતરે થોડી શાંતિ પ્રાપ્ત થશે
મહિલા વેપારીઓ માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો સમય થોડો સારો છે. નવો તો વેપાર નહીં, પરંતુ જૂનો વેપાર જે થોડા સમયથી ચાલી રહ્યો છે તે લાભ કરાવશે. ખાણીપીણી સાથે જોડાયેલા વેપારમાં ફાયદો થશે.

  • લાભઃ ખાદ્ય પદાર્થ, સ્ટેશનરી, શૈક્ષણિક સંસ્થાન, કોચિંગ, સ્કૂલ, કૉલેજ
  • નુકસાનઃ દારૂગોળો, શસ્ત્રોનો વેપાર, ટાયરની દુકાન
  • ઉપાયઃ ભગવાન શઅરી વિષ્ણુની પૂજા કરવી. ગુરૂવારે ગરીબ બાળકોને પાળી મિઠાઇ વહેંચવી. શનિની આરાધના કરવી.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X