Love Horoscope 2018 : ધન રાશિનું પ્રેમનું ભવિષ્યફળ 2018

ધન રાશિમાં ફેબ્રુઆરી 2018થી શનિનો પ્રવેશ થશે, જે તમારા સંબધંમાં મોટી ઉથલપાથલ લાવશે. સંબંધો તૂટી પણ શકે છે.

ધન રાશિના લવર્સ માટે નવું વર્ષ મિશ્રિત અસરો લઈને આવ્યુ છે. આ વર્ષે સ્થિતિઓ ઘણે અંશે તમારા પક્ષે રહેશે. તમને નવા વર્ષે તમારા પાર્ટનરનો પૂરો સાથ મળી રહેશે. બંને એકબીજાને સંપૂર્ણ સમર્પિત રહેશો. એક રીતે આ વર્ષ તમારા બંને માટે ઉત્તમ છે. બંને સાથે ફરશો, શોપિંગ કરશો, નાના પ્રવાસ કરશો અને રોમાંસભર્યો ઘણો બધો સમય સાથે વિતાવશો. વર્ષના મધ્યે તમારી સ્થિતિમાં થોડું પરિવર્તન જોવા મળી શકે છે.

દંપતિઓનો ઈગો ક્લેશ

દંપતિઓનો ઈગો ક્લેશ

ધન રાશિના દંપતિઓ વચ્ચે અપાર પ્રેમના સંકેતો જણાઈ રહ્યા છે. આ વર્ષે પતિ-પત્ની બંને એકબીજામાં ખોવાયેલા રહેશે અને દુનિયાથી તમને કોઈ લેવા-દેવા રહેશે નહિં. જો કે આ સમયે તમે બંને એકબીજાને આકર્ષિત કરવાના ખૂબ જ પ્રયત્નો કરશો, જેને કારણે તમારી વચ્ચે ઈગો ક્લેશની સ્થિતિ જોવા મળશે.

દંપતિ એકબીજાને સ્પેસ આપે

દંપતિ એકબીજાને સ્પેસ આપે

તમારા સંબંધ માટે આ સમય સારો નથી, જેથી ધ્યાન રાખજો કે નાની-નાની વાતોનો પહાડ ન બની જાય. પતિ-પત્ની એકબીજાને સરખો સ્પેસ આપે અને એકબીજાની લાગણીઓનું સન્માન કરે, તો જ તમે દરેક મુશ્કેલીઓને પાર પાડી શકશો.

પ્રપોઝ કરવા ઉત્તમ સમય

પ્રપોઝ કરવા ઉત્તમ સમય

નવા વર્ષે જે યુવા પ્રેમી પોતાના પાર્ટનરને પ્રપોઝ કરવા વિશે વિચારી રહ્યા છે તેમને સલાહ છે કે, તે પહેલા યોગ્ય મુહૂર્ત જોઈ લે, જેથી તેમને સકારાત્મક પરિણામ મળે. આ સમયે તમારી કુંડળીમાં પ્રેમ જ પ્રેમ છે. જેથી ચિંતા કર્યા વિના આગળ વધો અને તમારા પ્રેમીને તમારો બનાવી લો.

ખુશીઓથી તમારુ ઘર ભરાઈ જશે

ખુશીઓથી તમારુ ઘર ભરાઈ જશે

નવા વર્ષે ધન રાશિના યુવા જેઓ તેમના પ્રેમનો ઈંતજાર કરી રહ્યા છે તેમના જીવનમાં પ્રેમ આવવાની તૈયારીમાં છે. પ્રેમ આવશે પણ અને તમારા જીવનને રંગોથી ભરી પણ દેશે. તમે એક એવી દુનિયામાં રહેશો જ્યાં માત્ર પ્રેમ અને પ્રેમ જ હશે. તમારા સંબંધમાં પારદર્શિતા રાખજો અને પાર્ટનરથી ક્યારેય જુઠ્ઠુ બોલશો નહિં. માત્ર આટલી સાવધાનીથી ખુશીઓથી તમાર ઘર ભરાઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X