Happy Birthday: તમારો જન્મ શનિવારો થયો છે, તો જરૂર વાંચો

Posted By:
Subscribe to Oneindia News

જેવી રીતે જન્મના આંકડાની તમારા જીવન પર અસર પડે છે. તેવી જ રીતે તમે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યુ હશે કે, બાળકનો જન્મ આ દિવસે કરાવો, આ દિવસે નહિં. આ વિશે વાત કરતા પ્રસુતિ રોગના નિષ્ણાત ડૉ. ગૌરી જૈનનું કહેવું છે કે, હંમેશા લોકો અમારી પાસે આવે છે અને કહે છે કે મેડમ જો ઓપરેશન કરવાનું હોય તો આ દિવસે કરાવો કારણ કે બ્રાહ્મણ પ્રમાણે આવનારા બાળક માટે આ દિવસ શુભ છે. તેને આધારે આજે અમે તમને જણાવિશું કે તમે જે દિવસે જન્મ લો છો તેની તમારા જીવન પર કેવી અસર પડે છે. આજે વાત કરીશું શનિવારે જન્મેલા જાતકો વિશે.

શનિવાર

શનિવાર

મોટેભાગે શનિવારના દિવસને લઈ લોકોના મનમાં શંકા રહે છે. આ વિશે લોકોમાં બે મત હોય છે કે, શનિવાર સારો કે ખરાબ. જો કે જેમના સંતાનનો જન્મ શનિવારના રોજ થયો હોય તેમણે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે શનિદેવની કૃપાથી તેમનું બાળક અત્યંત પ્રતાપી અને બુદ્ધિમાન હોય છે. આગળ વિસ્તારથી જાણો તેમનામાં કયા કયા ગુણો હોય છે.

ગંભીર અને જવાબદાર

ગંભીર અને જવાબદાર

  • શનિવારે જન્મેલા લોકો સ્વભાવે ગંભીર અને જવાબદાર હોય છે.
  • તેઓ અત્યંત મેઘાવી, બુદ્ધિમાન અને બિઝનેસ માઈન્ડ હોય છે, બીજા શબ્દોમાં કહીઓ તો તેઓ દરેક કામ પરફેક્શન સાથે કરે છે.
  • તમને હાઈ ક્લાસ વસ્તુઓ જ હંમેશા પસંદ હોય છે. કપડાથી લઈ જુતા સુધી તેઓમાં નવાબી ઝલક જોવા મળે છે.
સ્પષ્ટ વક્તા અને સાફ મનના

સ્પષ્ટ વક્તા અને સાફ મનના

  • શનિવારે જન્મેલા જાતકો સાફ મનના હોય છે, પણ સ્પષ્ટ વક્તા હોવાને કારણે તેમની આલોચના પણ થાય છે.
  • તેઓ સંબંધોને લઈ ઉંડા હોય છે, મિત્રો કે નજીકના લોકો માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર રહે છે.
  • તેઓ પૈસાવાળા હોય છે, પણ જલ્દીથી પૈસો તેમનાથી નીકળતો નથી.
જીદ્દી અને ગુસ્સાવાળા

જીદ્દી અને ગુસ્સાવાળા

  • તેમને સંગીતમાં અને રમતમાં રૂચિ હોય છે. તેમનો ગુસ્સો તેજ હોય છે, ખોટી ચીજોને તેઓ સહન કરતા નથી.
  • તેઓ સ્વભાવે જીદ્દી પણ હોય છે, પોતાની જીદ પૂરી કરવા તેઓ કંઈ પણ કરે છે.
  • સામાન્ય રીતે તેઓ કોઈને દુઃખી કરતા નથી.
  • તેમનું લગ્નજીવન સુખમય હોય છે, કારણ કે તેઓ પોતાના પાર્ટનરની ખૂબ કાળજી લે છે.
English summary
Saturday Born Person are generally serious and have a good sense of responsibility which makes you a very trusted person.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.