Love Horoscope 2018: વૃશ્ચિક રાશિનું પ્રેમનુ ભવિષ્યફળ 2018

વર્ષની શરૂઆતમાં શનિ વૃશ્ચિક રાશિમાં રહેવાને લીધે જાન્યુઆરી માસ સંબંધો માટે સારો જણાતો નથી, પણ ત્યારબાદ બધું પાટે ચઢી જશે.

વૃશ્ચિક રાશિના જાતકો લવ લાઈફ વિશે જાણ્યા બાદ કહેશે, 'અરે વાહ! વર્ષ હોય તો આવું'. મિત્રો આ વર્ષે તમારા સિતારા ખુલીને તમારા પર મહેરબાન છે. તમારા પ્રેમી સાથે તમે ભરપૂર રોમાંસનો સમય વિતાવશો. તમારી કુંડળી જણાવી રહી છે કે, તમે બંને આ વર્ષે એકબીજાને એટલો પ્રેમ આપશો કે તમને બંનેને લાગશે કે દુનિયામાં પ્રેમ સિવાય બીજું કંઈજ નથી.

દંપતિ વચ્ચે કોઈ ત્રીજુ

દંપતિ વચ્ચે કોઈ ત્રીજુ

વૃશ્ચિક રાશિના કપલ્સ માટે આ નવું વર્ષ સારુ રહેશે, પણ થોડી ચિંતા પણ રહેશે. તમારી બંને વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિના આવવાનો ઈશારો થઈ રહ્યો છે. મિત્રો, તમારી લવલાઈફ શંકાના ઘેરામાં આવી શકે છે. પરિણામે તમે બંને એકબીજા પર વિશ્વાસ કરજો. તમારા પ્રયત્નો તમારુ જીવન સુંવાળું બનાવી શકે છે, નહિંતર તમારી જરાક બેદરકારી તમારા ખુશાલ જીવનને ઉજ્જડ બનાવી શકે છે. જો તમે આ શંકાની સ્થિતિથી બચીને નીકળી ગયા તો સમજી લેજો કે તમારુ નવું વર્ષ તમારા માટે યાદગાર બની જશે.

શરણાઈની તૈયારીઓ

શરણાઈની તૈયારીઓ

યુવા પ્રેમીઓ, પ્રેમ તમારા જીવનમાં પ્રવેશવા માટે તૈયાર છે. તમે શરણાઈઓ વગાડવાની તૈયારીઓ શરૂ કરી દેજો. તમારા સ્પેશ્યલ વ્યક્તિએ પણ આ વર્ષે એક થવાનું મન બનાવી લીધુ છે. તમારા પ્રેમી કે પ્રેમીકાને પ્રપોઝ કરો. આ સમયે તમારું ડગલું વધારવું ખૂબ જરૂરી છે, જરાય પણ મોડું કરશો નહિં, તમારા ખાસને તમારા જીવનનો હિસ્સો બનાવી લો.

પ્રેમને પામવા તૈયાર થઈ જાવ

પ્રેમને પામવા તૈયાર થઈ જાવ

જેઓ જીવનમાં સ્પેશ્યલ વ્યક્તિની રાહ જોઈ રહ્યા છે તેમના પર આ સમય મહેરબાન છે. આ વર્ષે તમને તમારો પ્રેમી કે પ્રેમિકા જરૂર મળી જશે. આ અમારુ નહિં પણ તમારા સિતારાનું કહેવું છે, પરિણામે તમારા પ્રેમને પામવા તૈયાર થઈ જાવ.

ગિફ્ટ આપશો

ગિફ્ટ આપશો

તમે બંને ઘણી ડેટ્સ પર જશો, એકબીજાને અઢળક ગિફ્ટો આપશો અને ઘણી રોમેંટિક યાત્રાઓ પણ કરશો. તમે બંને આ વર્ષે એકબીજાને ભરપૂર સપોર્ટ કરશો. એક વાતનું ધ્યાન રાખજો કે વાતચીત દરમિયાન એવું કંઈ ન બોલી દેશો કે તમારા પાર્ટનરનું મન દુભાઈ જાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X