For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દુ માન્યતા અનુસાર જાણો ગૃહ પ્રવેશનો સમય અને મહત્વ

|
Google Oneindia Gujarati News

[વાસ્તુ ટિપ્સ] હિન્દુ ધર્મમાં વાસ્તુ અને પૂજા વિધિઓનું આગવું મહત્વ છે. વ્યક્તિ પોતાનું ઘર ખૂબ જ મહેનત અને આશાઓથી બનાવે છે. વિચારો કે આપ આપના નવા ઘરમાં રહેવા જતા હોવ છો અને ત્યાં આપને તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે તે સ્થિતિથી બચવા માટે વાસ્તુશાસ્ત્ર અને આપણા વેદોમાં ગૃહ-પ્રવેશ પૂજાને બતાવવામાં આવ્યું છે.

હિન્દુ ધર્મમાં માનનારા જ્યારે પણ કોઇ નવું ઘર બનાવ્યા બાદ, તેમાં પ્રવેશ કરે છે તો ઘરમાં પ્રવેશ પહેલા જે પૂજા વિધિ કરવામાં આવે છે તેને ગૃહ-પ્રવેશ કહેવામાં આવે છે.

અપૂર્વ

અપૂર્વ

જ્યારે પહેલીવાર બનાવવામાં આવેલા નવા ઘરમાં પ્રવેશ કરવામાં આવે છે ત્યારે તે 'અપૂર્વ' ગૃહપ્રવેશ હોય છે.

સપૂર્વ

સપૂર્વ

જ્યારે આપણે કોઇ કારણે, પ્રવાસ પર હોઇએ છીએ અને ઘરને થોડા સમય માટે ખાલી છોડી દઇએ છીએ ત્યારે ફરીથી તેમાં રહેતા પહેલા જે પૂજા કરવામાં આવે છે તેને સપૂર્વ, ગૃહ પ્રવેશ કહેવામાં આવે છે.

દ્વાન્ધવ

દ્વાન્ધવ

કોઇ પરેશાની અથવા વિપદાના કારણે જ્યારે ઘરને છોડવું પડે છે અને તે ઘરમાં ફરીથી પ્રવેશ કરતી વખતે જે પૂજા વિધિને કરાવવામાં આવે છે તેને દ્વાન્ધવ ગૃહ પ્રવેશ કહેવામાં આવે છે.

ગૃહ પ્રવેશ માટે શુભ મુહૂર્ત

ગૃહ પ્રવેશ માટે શુભ મુહૂર્ત

દિવસ, તિથિ, વાર અને નક્ષત્રને ધ્યાનમાં રાખતા, ગૃહ પ્રવેશની તિથિ અને સમયનું નિર્ધારણ કરવામાં આવે છે. ગૃહ પ્રવેશમાં ધ્યાન આપવાની મુખ્ય બાબત મુહૂર્તમાં ધ્યાન રાખવાનું હોય છે. ગૃહ પ્રવેશ માટે બ્રાહ્મણની જરૂરીયાત હોય છે જે મંત્રોના પોતાના જ્ઞાનથી આ વિધિને સંપૂર્ણ કરે છે.

વાસ્તુ પૂજા

વાસ્તુ પૂજા

વાસ્તુ પૂજા વાસ્તુ દેવતા માટે કરવામાં આવે છે, જે ઘરમાં પહેલી વાર પ્રવેશ કરતા પહેલા ઘરની બહાર કરવામાં આવે છે. આ ઘરના મુખ્ય દ્વાર પર તાંબાના કળશમાં પાણીની સાથે નવ પ્રકારના અનાજ અને એક રૂપિયાનો સિક્કો રાખવામાં આવે છે. પછી એક નારિયેલને લાલ કપડામાં લપેટીને તેને કળશ સાથે બાંધીને તેની પર રાખવામાં આવે છે. ત્યારબાદ પંડિતજી પૂજા કરે છે અને પતિ-પત્ની પાસે તે કળશ હવનકુંડ પાસે મૂકાવે છે.

વાસ્તુ પૂજા

વાસ્તુ પૂજા

વાસ્તુ પૂજા વાસ્તુ દેવતા માટે કરવામાં આવે છે, જે ઘરમાં પહેલી વાર પ્રવેશ કરતા પહેલા ઘરની બહાર કરવામાં આવે છે. આ ઘરના મુખ્ય દ્વાર પર તાંબાના કળશમાં પાણીની સાથે નવ પ્રકારના અનાજ અને એક રૂપિયાનો સિક્કો રાખવામાં આવે છે. પછી એક નારિયેલને લાલ કપડામાં લપેટીને તેને કળશ સાથે બાંધીને તેની પર રાખવામાં આવે છે. ત્યારબાદ પંડિતજી પૂજા કરે છે અને પતિ-પત્ની પાસે તે કળશ હવનકુંડ પાસે મૂકાવે છે.

વાસ્તુ શાંતિ

વાસ્તુ શાંતિ

વાસ્તુ શાંતિ અથવા ગૃહ શાંતિમાં હવન કરવામાં આવે છે. હવન કરવાથી ગૃહોના હાનિકારક પ્રભાવોને રોકવામાં આવે છે. સાથે જ કોઇપણ પ્રકારના નકારાત્મક પ્રભાવ પણ દૂર રાખે છે, અને ઘરમાં સુખ અને સમૃદ્ધિની મનોકામના કરવામાં આવે છે. સંપૂર્ણ પૂજા સમાપ્ત થયા બાદ પંડિતજીને દક્ષિણા આપવામાં આવે છે અને તેમને ભોજન કરાવવામાં આવે છે. આ ઉપરાંત બીજી ઘણા પ્રકારની પૂજા હોય છે, જેમ કે ગણપતિ પૂજા, સત્યનારાયણ અને લક્ષ્મી પૂજા થાય છે.

ગૃહ પ્રવેશ દરમિયાન શું કરવું શું નહીં

ગૃહ પ્રવેશ દરમિયાન શું કરવું શું નહીં

ગૃહ પ્રવેશ ત્યાં સુધી નથી થતું જ્યાં સુધી ઘરના મુખ્ય દ્વાર પર દરવાજા નથી લાગતા.
ઘરની છત સંપૂર્ણ રીતે ના બની જાય.
વાસ્તુ દેવતાની પૂજા ના થઇ જાય.
પૂજારીઓને ભોજન કરાવવામાં આવે.
ઘરમાં જો ગર્ભવતી મહિલા છે તો ઘર પ્રવેશ નથી થતો.

ગૃહ પ્રવેશની પૂજા ના કરવાના આડ અસર

ગૃહ પ્રવેશની પૂજા ના કરવાના આડ અસર

જો ગૃહ પ્રવેશ કરતી વખતે પૂજા ના કરવામાં આવે તો તેનાથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે. અને ઘરમાં લક્ષ્મીનો વાસ નથી થતો. એટલા માટે નવા ઘરમાં રહેતા પહેલા ગૃહ પ્રવેશની પૂજા જરૂર કરાવો. પૂજા થઇ ગયા બાદ થોડા દિવસો સુધી મુખ્ય દ્વાર પર તાળુ મારવામાં નથી આવતું, જો તાળુ લગાવવામાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે.

English summary
Griha Pravesh is a ceremony performed on the occasion of ones first entry into a new house. Three types of griha pravesh have been mentioned in our ancient scriptures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X