તમને આવતી છીંક શુભ સંકેત છે કે અશુભ? જાણો અહીં..

Posted By:
Subscribe to Oneindia News

શરીરની દરેક અનૈચ્છિક ક્રિયા આરોગ્ય માટે લાભકારક હોય છે. આ ક્રિયાઓ પર તમારું પોતાનું કોઈ નિયંત્રણ નથી હોતું, તે આપોઆપ થઈ જાય છે. જેમકે, છીંક આવવી એક અનૈચ્છિક ક્રિયા છે, જેના દ્વારા નાસિકા દ્વારની સફાઈ થાય છે અને મગજમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. શાસ્ત્રોમાં છીંક આવવાને અપશુકન કહેવાય છે. કેટલીક દિશાઓની છીંક ખરાબ મનાય છે અને કેટલાક સ્થાનોની છીંક શુભ ફળદાયી પણ કહેવાય છે.

sneez

તમને જાતે છીંક આવવી છે મહા અશુભ

જો તમે ક્યાંક જઈ રહ્યા છો અને તમને પોતાને છીંક આવી જાય તો તેનું ફળ અત્યંત અશુભ હોય છે અને જે કામથી તમે જઈ રહ્યા છો તેમાં અડચણો આવી શકે છે.  સળંગ બે છીંક આવે તો આ દોષ સમાપ્ત થઈ જાય છે. છીંક આવ્યા બાદ પણ બહાર જવું જરૂરી હોય તો થોડી ખાંડ ખાઈ, બે ઘુંટડા પાણી પીને જ બહાર નીકળવું.

અશુભ છીંકો

  • ગાયની છીંક મરણ તુલ્ય હોય છે.
  • જો સામી તરફે કોઈ છીંક ખાય, તો તેને કારણે ઝગડા થાય છે. 
  • તમારી ડાબી બાજુ કોઈ છીંક ખાય તો ધનનો નાશ કરાવે છે.
  • નીચે તરફની છીંક ભય ઉત્પન્ન કરે છે. કન્યા, વિધવા, માળી, ધોબી, રજસ્વલા, વેશ્યા વગેરેની છીંક અત્યંત અશુભ મનાય છે.
  • રોકવા છતાં પણ છીંક ન રોકાય તો વ્યક્તિ જે કામ માટે જાય છે, તેમાં અડચણો જરૂર આવે છે. 
છીંકનું આવવું સૌભાગ્ય
  • જો છીંક ઉંચી હોય તો તે પ્રતિષ્ઠા અને સન્માન અપાવે છે. 
  • ડાબી બાજુએ અથવા પાછળની તરફ કોઈ છીંક ખાય તો તે દોષકારક નથી.
  • આસન, શયન, શૌચ, દાન, ભોજન, દવા સેવા, વિદ્યા આરંભ અને બીજ વાવતી વખતે, યુદ્ધ કે લગ્ન સમયે છીંક આવે તો શુભ ફળ આપે છે.
  • દારુડિયાની છીંક, બાળકોની છીંક, ઘરડાની છીંક તથા હઠ પૂર્વક છીંકવુ નિષ્ફળ મનાય છે.
English summary
Sneezing Myths - Is Good Fortune or Bad Omen.
Please Wait while comments are loading...