1 સપ્ટેમ્બર 2016ના રોજ થશે ખગ્રાસ સૂર્ય ગ્રહણ, જાણો તમારું રાશિફળ
આજે છે ખગ્રાસ સૂર્ય ગ્રહણ. આ ખગ્રાસ સૂર્ય ગ્રહણ આફ્રિકી મહાદ્રિપ, હિંદ મહાસાગર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ તટવર્તી ભાગો અને આર્ટાર્ટિકામાં દેખાશે. આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં થઇ રહ્યું છે. ત્યારે આ સૂર્ય ગ્રહણથી વિશ્વમાં સમસ્યાઓ વકરશે. જેનો સૌથી વધુ પ્રભાવ આફ્રિકી દેશો પર પડશે. અનેક દેશોમાં અશાંતિ અને સત્તા સંધર્ષ થશે. પૂર્વ એશિયાના દેશોમાં તોફાન, ભૂકંપની સંભાવના રહેશે.
ભારતમાં આ ગ્રહણ બાદ નેતાઓના આચરણમાં કંઇક સુધાર આવશે. વળી પાકિસ્તાન સાથે ભારતના સંબંધો વણશે અને કારગિલ જેવી સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતા રહેલી છે. ત્યારે આ સૂર્યગ્રહણથી તમારી રાશિમાં કેવા ફેરફાર આવી શકે છે. અને આ સૂર્ય ગ્રહણ તમારી રાશિ પર કેવો પ્રભાવ પાડશે તે વિષે તમારું રાશિફળ જાણો અહીં....

મેષ
કેટલાક લોકોને સામાજીક અપયશનો સામનો કરવો પડશે. વાણી પર નિયંત્રણ બનાવી રાખજો. કામ-ધંધામાં પણ મુશ્કેલીઓ આવશે. પણ વિવેક રાખશો તો બધુ સારું થઇ જશે.

વૃષભ
કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે. સ્વાસ્થય સંબંધિત કેટલીક મુશ્કેલી આવશે. સલાહ લઇને કામ કરજો.

મિથુન
કેટલાક લોકોને આર્થિક લાભ થશે. રોજીંદાની વસ્તુઓને ખરીદી માટે મન આશાવાદી બનશે. સમજી વિચારીને નિર્ણય લેશો તો લાભ મળશે.

કર્ક
નવા કાર્યોમાં રોકાણ કરતા બચજો. નહીં તો નુક્શાન થશે. જીવન પ્રત્યે આશાવાદી વિચાર રાખવા જરૂરી બનશે. ઘર-ગૃહસ્થીમાં ખર્ચો વધશે.

સિંહ
કેટલાક લોકોને શારિરીક અને માનસિક પીડા થઇ શકશે. ભાઇઓથી અણબનાવ થઇ શકે છે. વાણી પર નિયંત્રણ રાખજો. અન્યથા બોસ તમારા પર ગુસ્સે થઇ શકે છે.

કન્યા
નુક્શાનની શક્યતા વધશે. જે કારણે તમે માનસિક રીતે ચિંતિત રહેશો. મિત્રો પણ પૈસા ઉડાવાનું રહેવા દેજો. ધરેલૂ કામમાં સ્થિતિ સામાન્ય રહેશે.

તુલા
સમયની ઉપયોગિતા અને અવસરનું મહત્વ સમજશો તો લાભ થશે. નવા કાર્યોને શરૂ કરવા માટે આ સમય અનુકૂળ છે. અકારણ ઝગડવાનું રહેવા દેજો.

વૃશ્ચિક
સમજી વિચારીને પૈસા લગાવજો નહીં તો આર્થિક નુક્શાન થઇ શકે છે. કેટલાક લોકોને પોતાની આજીવિકાને લઇને ચિંતા વધશે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખજો.

ધનુ
ઘર અને પરિવારને લઇને ચિંતા રહેશે. જીવન સાથીના સ્વાસ્થયને લઇને પણ ચિંતા રહેશે. અકારણ શંકાના કરતા નહીં તો પોતા જ પોતાને દુખ પહોંચાડશો.

મકર
કેટલાક લોકોને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. પરિવારમાં સહયોગ બન્યો રહેશે. વિકાસ પણ સંભવ છે. આર્થિક સ્થિત પહેલા કરતા સારી થવાની આશા રહેશે.

કુંભ
જીવન સાથીને લઇને કષ્ટ રહેશે. દાંપત્ય જીવનમાં પણ મુશ્કેલી આવશે. સ્વાસ્થય પર ધ્યાન આપજો.

મીન
કેટલાક લોકોને બિમારીનો સામનો કરવો પડશે. ખાવા-પીવા પર ધ્યાન રાખજો. ખર્ચો વધશે. ક્રોધ પર નિયંત્રણ રાખજો.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
