દક્ષિણમુખી મકાન માટે વાસ્તુ ટિપ્સ, જે બધાએ જાણવાની જરૂર છે!

Posted By:
Subscribe to Oneindia News

વાસ્તુ શાસ્ત્રમાં સૌથી વર્જિત દિશા મનાતી હોય તો તે છે દક્ષિણ દિશા. સામાન્ય લોકોમાં પણ દક્ષિણ દિશાને લઈ અનેક ભ્રમણા હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દક્ષિણ દિશાનો સ્વામી યમ છે. આ દિશાના શુભ અને અશુભ પરિણામો સૌથી વધુ સ્ત્રીઓ પર પડે છે. જો તમે દક્ષિણ દિશા તરફનું મકાન બનાવી રહ્યા હોવ તો તેના અનેક દુષ્પરિણામો જોવા મળે છે.

જો દક્ષિણમુખી મકાન કે જમીન ખરીદવું જરૂરી હોય તો સૌથી પહેલા તે જમીનને કોઈ બીજાના નામે ખરીદો અને પહેલાથી તેના પર બાંધકામ હોય તો તેને તોડી દો. ત્યારબાદ પશ્ચિમ કે દક્ષિણ દિશા તરફ મકાન બનાવવાનું શરૂ કરો. મકાન આખું બની જાય પછી તેને પોતાના નામે કરાવો અને ગ્રહપ્રવેશ કરો. જો કે, એવું નથી કે દક્ષિણામુખી ભવન હંમેશા ખરાબ પરિણામ જ આપે. જો કેટલીક વાતોનું ધ્યાન રાખીએ તો આ મકાનમાં પણ સુખેથી રહી શકાય છે. આવો જાણીએ દક્ષિણામુખી મકાનની કેટલીક સારી અને કેટલીક ખરાબ વાતો..

home

સારા પરિણામ

દક્ષિણમુખી જમીન પર મકાન બનાવી રહ્યા છો તો દક્ષિણ ભાગ ઉંચો હોવો જોઈએ. તેનાથી તે ઘરમાં રહેતા લોકો સ્વસ્થ અને સુખી રહે છે. દક્ષિણ દિશાની જમીન ઉંચી કરી તેના પર ઓટલો, બેકાર સામાન રાખવાથી શુભ પરિણામ મળે છે. મકાનના દરેક કરવાજાનું મુખ દક્ષિણ તરફ હોવું જોઈએ. તેનાથી ઘરમાં સંપન્નતા વધે છે. દક્ષિણ ભાગમાં રૂમ ઉંચા બનાવવા જોઈએ, તેનાથી મકાન માલિકને ઐશ્વર્ય મેળવે છે. દક્ષિણ દિશાના ઘરનું પાણી ઉત્તર દિશાથી થઈ બહાર તરફ પ્રવાહિત થતુ હોય તો ધન લાભ થાય છે. આમ કરવાથી ઘરની સ્ત્રીઓનું આરોગ્ય સારુ રહે છે. ઘરની અંદરનું પાણી અથવા વરસાદનું પાણી ઉત્તર દિશા તરફથી બહાર નીકળવાની વ્યવસ્થા હોય તો આ પાણી પૂર્વ દિશાથી બહાર કાઢવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેનાથી ઘરમાં રહેતા લોકો સ્વસ્થ રહે છે.

ખરાબ પરિણામ

દક્ષિણમુખી મકાનમાં ખાલી જગ્યા, બાલ્કની, ઘરના દરેક રૂમ વગેરેનો દક્ષિણ ભાગ નીચો હોય તો તે ઘરમાં રહેનારી સ્ત્રીઓ બિમાર રહે છે. તેમનું આકસ્મિક મૃત્યુ જેવા યોગો બને છે. દક્ષિણ ભાગમાં જો કુવો હોય તો ધન હાની થાય છે. કુટુંબીજનો પર દુર્ઘટનાની શક્યતા રહે છે.

યમનો નિવાસ

જો કે દક્ષિણ દિશામાં યમનો નિવાસ હોય છે પરિણામે મકાન બનાવતી વખતે દક્ષિણ દિશા તરફ થોડી જગ્યા છોડી દેવી જોઈએ. ત્યારબાદ મકાનની દિવાલ બનાવવી. દક્ષિણ ભાગની ચાર દિવાલ મકાનની દિવાલથી ઉંચી હોવી જોઈએ.

દક્ષિણ ભાગના દરવાજાનું મુખ

દક્ષિણ ભાગના દરવાજા અગ્નિમુખી હોય તો ચોર અને અગ્નિનો ડર રહે છે. આવા મકાનમાં રહેવાવાળાના દુશ્મનો અનેક હોય છે. દક્ષિણ ભાગના દરવાજા નૈઋત્યમુખી હોય તો કોઈ લાઈલાજ બિમારી થાય છે.

શું કરશો?

મકાનમાં દક્ષિણ દિશાનો કોઈ દોષ રહી ગયો હોય તો તેને દૂર કરવા માટે દક્ષિણ ભાગની દિવાલોનો રંગ લાલ કરવો જોઈએ. દક્ષિણ દિશા તરફ લાલ રંગનો બલ્બ લગાવો જોઈએ, જેને સાંજના સમયે નિયમિત જલાવવો. દક્ષિણ દિવાલ પર અરીસો લગાવો પરિણામે નકારાત્મક ઉર્જા તેનાથી પરિવર્તિત થઈ શકે. દક્ષિણ ભાગમાં લાલ રંગના સુગંધિત ફૂલોના છોડવા લગાવો.

English summary
South facing houses are – or I should say, have somehow become – third choice for people; first and second choices being North and East oriented houses respectively
Please Wait while comments are loading...