Sun Transit in Leo: સૂર્ય સિંહ રાશિમાં આવશે 17 ઓગસ્ટે, જાણો શું થશે દરેક રાશિ પર અસર
સૂર્યનુ આ ગોચર તમામ રાશિઓ પર શુભાશુભ પ્રભાવ પાડનાર છે. જાણો દરેક રાશિ પર અસર.
નવી દિલ્લીઃ નવ ગ્રહોનો રાજા સૂર્ય 17 ઓગસ્ટ, 2022ના રોજ બુધવારે સવારે 7.21 કલાકે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. 17 સપ્ટેમ્બર સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. સૂર્ય પોતાના ઘરમાં એક મહિના માટે આવી રહ્યો છે. સૂર્યનુ આ ગોચર તમામ રાશિઓ પર શુભાશુભ પ્રભાવ પાડનાર છે.

મેષથી કર્ક
- મેષ: સંતાન માટે શુભ. સ્વ-શિક્ષણ, પ્રેમ માટે સમય સારો રહેશે. આર્થિક સંકટ આવી શકે છે.
- વૃષભ:ભૌતિક સુખો મળશે. પરિવારના વડીલોનુ ધ્યાન રાખવુ. તમને માન અને પ્રતિષ્ઠા મળશે.
- મિથુન: ભાઈ-બહેન, પરિવાર સાથે સુમેળ રહેશે. પરાક્રમ અને સાહસ વધશે. આર્થિક લાભ મળશે.
- કર્કઃ ધન અને વાણીનો પૂરો લાભ મળશે. આર્થિક સમૃદ્ધિ આવશે. કાર્યમાં સફળતા, નોકરી-ધંધામાં લાભ.

સિંહથી વૃશ્ચિક
- સિંહઃ સ્વાસ્થ્ય સારુ રહેશે. કાર્યો અને સુખમાં વધારો થશે. સ્વભાવ સંયમિત કરો. સંતાનના કામમાં લાભ થાય.
- કન્યાઃ ખર્ચમાં વધારો થશે, શારીરિક અને માનસિક પીડા રહેશે. કામકાજમાં બદલાવ આવશે. વિવાહિત જીવન કડવુ રહેશે.
- તુલા: આવકના નવા સ્ત્રોત મળશે. સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કામકાજમાં બદલાવ આવશે.
- વૃશ્ચિક: આજીવિકાના નવા સાધનો ઉપલબ્ધ થશે. સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. વાહન પ્રાપ્ત થશે. વૈવાહિક સુખ સારુ રહે.

ધનથી મીન
- ધન: ભાગ્ય પ્રબળ થશે, તેનાથી ઘણી સમસ્યાઓનો ઉકેલ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. કામકાજમાં લાભ થાય. સ્વાસ્થ્ય સારુ રહે.
- મકર: રોગો તમને પરેશાન કરશે. કામમાં અસ્થિરતા, આર્થિક નુકસાનનો ભય. ગૂઢ વિજ્ઞાનમાં રસ વધશે.
- કુંભ: પરિવાર અને લગ્નજીવનમાં તણાવ રહેશે. નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે. બીમારી પરેશાન કરી શકે છે. ખર્ચમાં વધારો થશે.
- મીન: નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. વિવાહિત જીવન સુખદ રહેશે. પ્રેમ સંબંધોની પ્રાપ્તિ થશે. શારીરિક રીતે સ્વસ્થ રહેશો.
શું ઉપાય કરવા
જે રાશિના લોકોનુ સૂર્યનુ ગોચર શુભ નથી તેમણે દરરોજ સૂર્યને જળ અર્પણ કરવુ. કપાળ પર કેસરનુ તિલક લગાવવુ. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. ઘરમાં સૂર્ય યંત્રની સ્થાપના કરવી અથવા સૂર્ય પિરામિડ લગાવવો.












Click it and Unblock the Notifications
