For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Surya Grahan 2022: 25 ઓક્ટોબરે તુલા રાશિમાં લાગશે ખંડગ્રાસ સૂર્યગ્રહણ, જાણો દરેક રાશિ પર શું પડશે પ્રભાવ?

કારતક અમાસ મંગળવારે, 25 ઓક્ટોબર, 2022ના રોજ ખંડગ્રાસ સૂર્યગ્રહણ સ્વાતિ નક્ષત્ર અને તુલા રાશિમાં થઈ રહ્યુ છે. જાણો દરેક રાશિ પર પ્રભાવ.

By Desk
|
Google Oneindia Gujarati News

ખંડગ્રાસ સૂર્યગ્રહણઃ કારતક અમાસ મંગળવારે, 25 ઓક્ટોબર, 2022ના રોજ ખંડગ્રાસ સૂર્યગ્રહણ સ્વાતિ નક્ષત્ર અને તુલા રાશિમાં થઈ રહ્યુ છે. હાલમાં સૂર્ય પણ તુલા રાશિમાં જ ભ્રમણ કરી રહ્યો છે, જે સૂર્યની નીચ રાશિ છે. જે લોકોનુ જન્મ નક્ષત્ર સ્વાતિ હોય અને જન્મ લગ્ન અથવા જન્મ રાશિ તુલા હોય તેમના માટે આ ગ્રહણ અશુભ ફળદાયી રહેશે. ગ્રહણ સાંજે 4:41 કલાકે શરૂ થશે અને સૂર્યાસ્ત સમયે 5:53 કલાકે મોક્ષ થશે. ગ્રહણનો કુલ સમયગાળો 1 કલાક 12 મિનિટનો રહેશે. સૂર્યગ્રહણનુ સૂતક 12 કલાક પહેલા એટલે કે સૂર્યોદય પહેલા સવારે 4:41 કલાકથી શરૂ થઈ જશે.

solar eclipse

ગ્રહણ દરમિયાન ગ્રહ સ્થિતિ

સૂર્યગ્રહણ દરમિયાન ચાર ગ્રહો સૂર્ય, ચંદ્ર, શુક્ર અને કેતુ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં રહેશે. સ્વાતિનો સ્વામી રાહુ છે તેથી આ ગ્રહોની રાશિવાળા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. તેની સાથે જ સૂર્ય, ચંદ્ર, શુક્ર અને કેતુ સાથે બૃહસ્પતિનો ષડાષ્ટક યોગ પણ બને છે. તેનાથી સત્કર્મમાં ઘટાડો થશે. લોકોમાં પરસ્પર મતભેદ વધશે. ધીરજનો અભાવ રહેશે.

રાશિઓ પર પ્રભાવ

શ્રેષ્ઠ: મેષ, સિંહ, વૃશ્ચિક, કુંભ

મધ્યમ: મિથુન, કન્યા, ધન, મકર

અશુભ: વૃષભ, કર્ક, તુલા, મીન

દરેક રાશિ પર પ્રભાવ

  • મેષ: સપ્તમ ભાવમાં ગ્રહણ થશે. આર્થિક મુશ્કેલીમાંથી રાહત મળશે, આવકમાં વધારો થશે, વેપારીને લાભ થશે, સમાજમાં માન-સન્માન વધશે. ગ્રહણ દરમિયાન હનુમાનજીની પૂજા કરો.
  • વૃષભ: છઠ્ઠા સ્થાન રોગ ભાવમાં ગ્રહણ લાગશે. તમારા કામ અટકશે, સ્વાસ્થ્ય બગડશે, વિરોધીઓ અને લેણદારો તમને હેરાન કરશે. શુક્રની રાશિમાં ગ્રહણના કારણે મુશ્કેલી વધશે. ગ્રહણ દરમિયાન શ્રીસૂક્તનો પાઠ કરો.
  • મિથુન: પાંચમા સ્થાનમાં સંતાન ભાવમાં ગ્રહણ લાગશે. આ રાશિ પર શનિની દશા છે તેથી સંતાનને કષ્ટ રહેશે. સંતાનની ચિંતા રહેશે. આવક કરતા વધુ ખર્ચ થશે. પારિવારિક તાલમેલ બગડશે. ગ્રહણ દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
  • કર્કઃ ચોથા સ્થાન સુખ ભાવમાં ગ્રહણ લાગશે. પારિવારિક કંકાશ થશે. ઉદાસ રહેશો, વાહન, ભવન સંબંધિત મુશ્કેલી આવશે. આગામી 15 દિવસ વિવેકપૂર્ણ નિર્ણય લો. સમસ્યાઓનો ઉકેલ વાતચીતથી જ આવશે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
  • સિંહ: પરાક્રમ ભાવમાં ગ્રહણ થશે. ગ્રહણ શુભ છે.. નોકરીમાં તકો, ઉચ્ચ અધિકારીઓ સાથે તાલમેલ સારો રહેશે. લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓ અને પારિવારિક મતભેદો દૂર થશે. નામ વધશે. ભાગ્ય ચમકશે. આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરો.
  • કન્યા: દ્વિતીય સ્થાન ધન-વાણીના ભાવમાં ગ્રહણ લાગશે. ગ્રહણ સામાન્ય રહેશે. મહેનતનુ ફળ મળશે. નોકરીમાં મુશ્કેલી આવશે. અત્યારે નોકરી બદલશો નહીં. ધીરજ રાખો. રોકાણમાં સાવધાની રાખો. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી સમસ્યા ઓછી થશે.
  • તુલા: આ રાશિમાં ગ્રહણ થઈ રહ્યુ છે. શુભ નથી. શનિના દશા છે. ગુસ્સા પર નિયંત્રણ રાખો. નોકરીમાં ષડયંત્રનો ભોગ બનશો. આર્થિક મુશ્કેલી રહેશે. સ્વાસ્થ્ય ખરાબ રહેશે. વાહન ચલાવતી વખતે સાવચેત રહો. શ્રીસૂક્તનો પાઠ કરો.
  • વૃશ્ચિક: દ્વાદશ ભાવમાં ગ્રહણ રહેશે. નાણાકીય બાજુનો સહયોગ મળશે. આવક વધુ હશે તો ખર્ચ પણ વધુ થશે. અપમાન, અપયશ જેવી સ્થિતિ આવશે પરંતુ તમે તેને સંભાળી લેશો. વેપાર શુભ છે. રોકાણ કરો. બજરંગ બાણનો પાઠ કરો.
  • ધન: 11માં ભાવ લાભ ભાવમાં ગ્રહણ થશે. કોઈને પૈસા ઉધાર ન આપો. જો કે પદ અને પૈસામાં વધારો થશે. કરિયરમાં તમને સફળતા મળશે. સમાજમાં માન અને પ્રતિષ્ઠા વધશે. વેપારીને ફાયદો થશે, વિરોધીઓ પરાજિત થશે. ગીતાનો દસમાં અધ્યાયનો પાઠ કરો.
  • મકરઃ તમારા દસમ ભાવમાં ગ્રહણ થશે. તે સાડાસાતીનો છેલ્લો તબક્કો છે. કોઈપણ કામમાં ઉતાવળ ન કરવી. વેપારમાં લાભ, મોટો પ્રોજેક્ટ મળશે. નોકરીની સારી તકો આવશે. કરિયરમાં પ્રગતિ થશે. સુંદરકાંડનો પાઠ કરો.
  • કુંભ: ભાગ્યના ભાવમાં ગ્રહણ લાગશે. સાડાસાતી ચાલી રહી છે પણ ભાગ્ય તમારો સાથ આપશે. કાર્ય પૂર્ણ થશે. વિદેશ પ્રવાસની તક મળશે. પૈસામાં વધારો થશે. આત્મવિશ્વાસ વધશે. સંતાનના કામમાં મુશ્કેલી આવશે. શનિના મંત્રનો જાપ કરો. હનુમાન ચાલીસા વાંચો.
  • મીનઃ અષ્ટમ મારક ભાવમાં ગ્રહણ શુભ નથી. ધન-યશની હાનિ, અનિચ્છનીય ખર્ચ થશે. દામ્પત્ય જીવનમાં કંકાશ થઈ શકે છે. પરિવારમાં વિવાદ થઈ શકે છે. અહંકાર વધશે. સ્વાસ્થ્ય બગડશે, વાણીમાં કડવાશ રહેશે. રામચરિતમાનસના અરણ્યકાંડનો પાઠ કરો.

શું દાન કરવુ

સ્વાતિ નક્ષત્રમાં ગ્રહણ થવાથી રાહુ સંબંધિત વસ્તુઓ જેમ કે ઘઉં, અડદ, ગોમેદ, લાલ ગાય, લાલ ચંદન, મીઠાઈ, તલ, તેલ, લોખંડ, સાત ધાન્ય, સોનુ દાન કરો. તુલા રાશિમાં ગ્રહણ થઈ રહ્યુ છે તેથી ચાંદી, સ્ફટિક, ચોખા, દૂધ, દહીં, અત્તર, સફેદ ચંદન, શ્રૃંગારની વસ્તુઓનુ દાન કરો.

English summary
Surya Grahan 2022: 25th October Solar eclipse effect on your relationship as per zodiac signs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X