• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું તમારા જીવનમાં આ સમસ્યા છે, તો બની શકે તેનું કારણ શનિ હોય?

|

જ્યોતિષમાં જે લોકો વિશ્વાસ કરે છે તે લોકો તે પણ માને છે કે જીવનમાં જે કંઇ પણ થાય છે તેની પાછળ કોઇ કારણ હોય છે. જ્યોતિષ મુજબ તમારા ગ્રહોની દશા તમારા જીવનના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે અને સાથે જ તે તમારી સમસ્યાનું કારણ પણ બની શકે છે. ખાસ કરીને જ્યોતિષ મુજબ શનિની દશા તમારી વ્યથા વધારી પણ શકે છે અને ઓછી પણ કરી શકે છે. શનિ ગ્રહ શુભ અને અશુભ બન્ને ફળ આપે છે. જ્યાં શનિ બળવાન હોય છે તો જાતકને સારા ફળ મળે છે ત્યાં જ શનિ અશુભ હોવાથી ભારે પીડાનો સામનો કરવો પડે છે.

ત્યારે જન્મપત્રિકા વગર જ્યોતિષ મુજબ શનિ તમને શુભ ફળ આપી રહ્યો છે કે અશુભ તે વિષે અમે આજે આપને જાણકારી આપવાના છીએ. જો તમને પણ નીચે મુજબ સમસ્યાનો સામનો થઇ રહ્યો હોય તો બની શકે તે પાછળ જ્યોતિષ મુજબ શનિ દેવની તમારી કુંડળીમાં સ્થિતિ કારણભૂત હોય. વધુ વાંચો આ ફોટોસ્લાઇડરમાં....

મકાન

મકાન

જો તમે મકાન બનાવી રહ્યા છો અને તેમાં અનેક બાધાઓ આવી રહી છે તો બની શકે તે શનિની અશુભતાના કારણે હોય.

લગ્ન

લગ્ન

લગ્ન બાદ જો સાસરી પક્ષ કે પોતાની આર્થિક સ્થિતિ નબળી થાય તો સમજો કે શનિ તમારા પક્ષમાં નથી.

કમરનો દુખાવો

કમરનો દુખાવો

શનિ વિપરીત હોવાના કારણે કમરનો દુખાવો અને આંખોની નબળાઇ પણ આવી શકે છે.

વિદ્યાર્થી

વિદ્યાર્થી

જો વિદ્યાર્થીને ભણવામાં મન નથી લાગતું અને તેનું પરિણામ નબળું છે તો બની શકે તે શનિની વક્ર દ્રષ્ટ્રિના કારણે બન્યું હોય.

કુસંગત

કુસંગત

જો તમારા મનમાં ખરાબ વિચારો, કુસંગતિ, નશાની લત્ત, ધનનું નુક્શાન અને શરીરની ક્ષતિ હોય તો પણ શનિનું અશુભ ફળ કારણભૂત હોઇ શકે.

આળસ

આળસ

જો તમને કોઇ પણ કાર્ય કરવામાં આળસ આવી રહ્યો છે. તમને તનાવ વધુ રહે છે. અને યુવાનીમાં વૃદ્ધાઅવસ્થા રોગથી પીડાવ છો તો શનિ કારણભૂત હોઇ શકે છે.

પ્રગતિમાં રોક

પ્રગતિમાં રોક

જો નોકરીમાં કે ધંધામાં તમે અથાગ મહેનત કરો છો તેમ છતાં પ્રગતિ નથી થઇ રહી તો શનિ અશુભ હોવાના લક્ષણ છે.

ચંપલ તૂટવા

ચંપલ તૂટવા

જો તમારા ચંપલ્લ વારંવાર તૂટી રહ્યા છે. ચોરાઇ રહ્યા છે. પાર્ટનર સાથે સંબંધ વિચ્છેદ થયે રાખે છે અને વાળ ખરી રહ્યા છે તો શનિ વિપક્ષમાં હોઇ શકે છે.

ગરીબ વ્યક્તિ

ગરીબ વ્યક્તિ

જો કોઇ ગરીબ વ્યક્તિના કારણે તમને હાનિ થઇ રહી છે. કોર્ટ કચેરીના ચક્કર વધુ છે. તો પણ શનિ અશુભ હોઇ શકે છે.

ચોરી

ચોરી

તમારી પર ખોટા ચોરીના આરોપ લાગે છે. તમારું દેવું બોલે છે તો તે પણ શનિની અશુભતાનો સંકેત છે.

બિમારી

બિમારી

તો કોઇ દુર્ધટનામાં તમારું હાડકું તૂટી જાય છે. તમે વારંવાર બિમાર રહો છો. અને લોકો પણ તમારા વિષે ખરાબ બોલે છે તો શનિનો કુપ્રભાવ હોઇ શકે છે.

English summary
Shani marks the bad impacts on your feeling, if you are suffering with following symptoms, Please start shani remedies to reduce the bad effects in your life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X