Love Horoscope 2018: વૃષભ રાશિનું પ્રેમનું ભવિષ્યફળ 2018

વર્ષની શરૂઆતમાં જીવનસાથી કે લવ પાર્ટનર સાથેના સંબંધોમાં થોડી ખટાશ આવશે, પરંતુ વર્ષના અંત સુધીમાં બધુ બરાબર થઈ જશે.

વર્ષ 2018 તમારા માટે જીવનની તમામ ખુશીઓ લઈને આવ્યુ છે. આ વર્ષે તમારા અને તમારા પાર્ટનર વચ્ચે ઉત્તમ તાળમેળ રહેશે. જીવન જીવવામાં મજા આવી જશે. આ વર્ષે તમારી કુંડળીમાં અનેક મીઠી મુલાકાતોનો સંકેત છે. તમારી વચ્ચે આ વર્ષે અઢળક પ્રેમ વધશે. આ સમયે તમે પાર્ટનરની વાતો અને મુલાકાતોમાં જ ખોવાયેલા રહેશો. નવા વર્ષે જોઈએ તેટલી મુલાકાતો, ફોન પર વાતચીત અને ચેટિંગ થશે, તમારો મોટાભાગનો સમય તમે આમાં જ વિતાવશો. નવા વર્ષે બંને સાથે ટ્રાવેલ પણ કરશો.

દંપતિઓ શંકા કરવાથી બચે

દંપતિઓ શંકા કરવાથી બચે

વૃષભ રાશિના દંપતિઓ આ વર્ષે તમારા પાર્ટનર પર શંકા કરે નહિં. તમારી આ હરકત તમારા સંબંધ માટે ખતરનાક સાબિત થશે. તમારા પાર્ટનર સાથે સમય શાંતિથી વિતાવો. પ્રયત્ન કરો કે કોઈ ઝગડો ન થાય. તમારા કૌટુંબિક જીવનની ગુપ્ત વાતો કોઈને કહેશો નહિં.

અપરણિતો માટે

અપરણિતો માટે

તમારો જ કોઈ તમારા રિલેશનને તોડવાનો પ્રયત્ન કરશે. જો તમે અપરણિત છો અને પ્રેમમાં પડી ચૂક્યા છો તો તમારા અફેયર વિશે કોઈની સાથે ચર્ચા કરશો નહિં. નવા વર્ષે બંને એકબીજાને મોંધા ગિફ્ટ આપશો, જે તમારા પ્રેમને પ્રમાણિત કરશે અને તમને બંનેને નજીક લાવશે.

યુવાઓ મનની વાત કહે

યુવાઓ મનની વાત કહે

વૃષભ રાશિના યુવાઓના મનમાં પ્રેમની કળી તો ખીલી ગઈ છે પણ તેમના મનની વાત હજુ તેઓ કહી શક્યા નથી તેમને સલાહ છે કે, હવે મોડું કરશો નહિં. તમારા મનની વાત કહી દો, કારણ કે તમારી સામે વાળી વ્યક્તિ ઉતાવળી થઈ રહી છે. જેઓ લગ્નનું સ્વપ્ન સેવી રહ્યા છે તેઓ માનીને ચાલે કે તેમના માતા-પિતાના આશિર્વાદ તેમની સાથે છે.

સોશ્યલ બનો

સોશ્યલ બનો

જે યુવાઓના જીવનમાં પ્રેમની દસ્તક થઈ નથી તેઓએ થોડા સોશ્યલ થવાની જરૂર નથી. વધુમાં વધુ લોકોને મળો. મિત્રો સાથે હળો-મળો. તમારા માટે જે ખાસ છે તે તમારી પાસે જ છે માત્ર તેને ઓળખવાની જરૂર છે. તેને ઓળખતા જ પ્રપોઝ કરવાનું ભૂલશો નહિં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X