
Ramadan 2022: ક્યારથી શરુ થઈ રહ્યો છે રમઝાન? ક્યારે છે પહેલો રોજો? જાણો સહરી-ઈફ્તારનુ આખુ લિસ્ટ
નવી દિલ્લીઃ અલ્લાહની ઈબાદતનો પાક મહિનો રમજાન એપ્રિલ મહિનાથી શરુ થવા જઈ રહ્યો છે. આને લઈને મુસ્લિમ સમાજ જોરશોરથી તૈયારીઓ કરી રહ્યુ છે. આ પવિત્ર મહિનાની રાહ મુસ્લિમ લોકો આતુરતાથી કરે છે. માનવામાં આવે છે કે રમજાન મહિનો વ્યક્તિને સીધા ખુદા સાથે સાક્ષાત્કાર કરાવે છે. લોકો સંયમિત થઈને ઉપરવાળા પાસે પોતાના ગુનાઓની માફી માંગે છે. અનુમાન મુજબ રમજાનનો મહિનો 2 એપ્રિલ, 2022થી શરુ થઈ રહ્યો છે.

ત્રણ એપ્રિલના દિવસે પહેલો રોજો
જો બે એપ્રિલે ચાંદ દેખાય તો ત્રણ એપ્રિલના દિવસે પહેલો રોજો રાખવામાં આવશે. સામાન્ય રીતે રમજાનનો ચાંદ સૌથી પહેલા સઉદી અરબ અને અમુક પશ્ચિમી દેશોમાં દેખાય છે અને આના એક દિવસ પછી તે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અન્ય દેશોમાં દેખાય છે.

ઈસ્લામી કેલેન્ડરનો નવમો મહિનો રમજાન
રમજાન ઈસ્લામી કેલેન્ડરનો નવમો મહિનો માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ મહિનામાં જ 610 ઈસવી સનમાં પેગમ્બર મોહમ્મદ સાહેબ પર લેયલત-ઉલ-કદ્રના પ્રસંગે પવિત્ર ધર્મ ગ્રંથ કુરાન શરીફ નાઝિલ થઈ હતી. એટલા માટે ઈસ્લામમાં રમજાનને પવિત્ર મહિનાનો દરજ્જો આપવામાં આવ્યો છે.

આ આખો મહિનો લોકો રાખે છે રોજા
આ આખો મહિનો લોકો રોજા રાખે છે. તે આખો દિવસ ઉપવાસ કરે છે, સૂર્યાસ્ત સુધી કંઈ પણ ખાતા-પીતા નથી. સવારે સૂરજ ઉગતા પહેલા સહેરીનુ સેવન કરે છે અને સાંજે સૂરજ ડૂબ્યા પછી ઈફ્તાર કરે છે. રમજાન શરુ થવાના 30 દિવસ પછી ઈદ-ઉલ-ફિત્રનો પર્વ મનાવવામાં આવે છે. ઈદ-ઉલઃફિત્રને મીઠી ઈદ કહેવામાં આવે છે કારણકે આ દિવસે ઘરોમાં સેવઈ બનાવવામાં આવે છે. આ પર્વ ખુશીઓ અને ભાઈચારાનુ માનક છે. આ દિવસે લોકો બધા મન-દુઃખ ભૂલીને એકબીજાને પ્રેમથી ગળે મળે છે.

ભારતના શહેરો મુજબ સહરી અને ઈફતારનો સમય આ રીતે છે
સહરી
હૈદરાબાદ - 05:01am, 06:30pm
દિલ્લી - 04:56am, 06:38pm અમદાવાદ - 05:20am, 06:55pm
સુરત- 05:21am, 06:53pm
મુંબઈ - 05:22am, 06:52pm
પૂણે- 05:19am, 06:48pm
બેંગલોર - 05:07am, 06:32pm
ચેન્નઈ - 04:56am, 06:21pm
કોલકત્તા - 04:17am, 05:51pm
કાનપુર - 04:46am, 06:25pm
ઈફ્તાર
હૈદરાબાદ - 06:30pm
દિલ્લી - 06:38pm
અમદાવાદ - 06:55pm
સુરત- 06:53pm
મુંબઈ - 06:52pm
પૂણે- 06:48pm
બેંગલોર - 06:32pm
ચેન્નઈ - 06:21pm
કોલકત્તા - 05:51pm
કાનપુર - 06:25pm
નોંધઃ સહરી અને ઈફ્તારનો સમય સૂર્યના સૂર્યોદય અને સૂર્યાસ્તના હિસાબે છે જેમાં પરિવર્તન સંભવ છે.