
પૈસા સાથે જોડાયેલી સમસ્યા દૂર થઇ જશે, જાણી લો આ ટોટકા
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જીવનની તમામ સમસ્યાઓને દૂર કરવાના ઉપાય જણાવવામાં આવ્યા છે. એવી જ રીતે લાલ કિતાબમાં પણ ઘણા અચૂક ટોટકા એટલે કે, ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય ધન સાથે જોડાયેલી સમસ્યા દૂર કરે છે. લાલ કિતાબ ધન પ્રાપ્તિના એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેનાથી તમને ધન પ્રાપ્તિ થવામાં મદદ કરે છે.

આવક વધારવાના ઉપાય
શુક્રવારની રાત્રે 7 પૈસાની પૂજા કરો, પછી તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. પૈસાની આવક ઝડપથી વધશે.

ધંધામાં બરકત લાવવાના ઉપાય
ધંધામાં સતત મંદી હોય તો લાલ કપડામાં મોલી સાથે નારિયેળ બાંધી દો. જે બાદ તેને તમારી દુકાન, ફેક્ટરીના કોઈ ખૂણામાં થોડી ઊંચાઈએ રાખો. 43 દિવસ બાદ તેને નદીમાં વહેવડાવી દો.

કારકિર્દીના અવરોધો દૂર કરવાના ઉપાય
કારકિર્દીના અવરોધોને દૂર કરવા માટે કૂતરાને રોટલી ખવડાવો. ગાયને લોટ ખવડાવો. શુક્રવારના દિવસે કીડીઓને લોટ અને ખાંડ ખવડાવો. આ ઉપાયો તમને ઝડપથી સફળતા અપાવશે.

બિનજરૂરી ખર્ચને રોકવાના ઉપાય
જો ઘરમાં પૈસા ટકતા નથી અથવા બિનજરૂરી ખર્ચ થઈ રહ્યા છે, તો આવી સ્થિતિમાં લાલ કિતાબનો ઉપાય ઘણી રાહત આપી શકે છે. આ માટે રાત્રે સૂતી વખતે તાંબાના વાસણમાં લાલ ચંદન મિશ્રિત પાણી રાખો. આ જળ સવારે તુલસીના છોડને ચઢાવો. પૈસા ઘરમાં રહેવા લાગશે.

આર્થિક સંકટનો ઉપાય
આર્થિક સંકટ દૂર કરવા માટે 21 શુક્રવાર સુધી 2 થી 9 વર્ષની છોકરીઓને ખીર ખવડાવો. શુક્રવારે દૂધથી બનેલી મીઠાઈનું દાન કરવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહેશે અને ખૂબ જ સુખ અને સમૃદ્ધિ આપે છે.