For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેમ મામલે 2019નું વર્ષ આ રાશિ માટે શુભ છે

2019ની શરૂઆત સાથે જ આપણામાંથી મોટા ભાગના લોકોને ભવિષ્ય જાણવાની ઈચ્છા થતી હોય છે. સાથે જ આપણે એ પણ જાણવા ઈચ્છીએ છીએ કે પ્રેમ મામલે આગામી સમય કેવો રહેવાનો છે.

|
Google Oneindia Gujarati News

2019ની શરૂઆત સાથે જ આપણામાંથી મોટા ભાગના લોકોને ભવિષ્ય જાણવાની ઈચ્છા થતી હોય છે. સાથે જ આપણે એ પણ જાણવા ઈચ્છીએ છીએ કે પ્રેમ મામલે આગામી સમય કેવો રહેવાનો છે.

વર્ષ 2019 પ્રેમ મામલે પાંચ રાશિ માટે સરસ રહેવાનું છે. આ પાંચ રાશિની સાચા પ્રેમની શોધ પૂરી થશે. કેટલીક રાશિ માટે આ વર્ષ પ્રેમ મહોબ્બત મામલે ડ્રીમ સમાન રહેશે.

આ પણ વાંચો: રોમેન્ટિક કે એડવેન્ચરસ કેવા પાર્ટનર બનશો તમે, જન્મતારીખ પરથી જાણો મેરેજ લાઈફ વિશે

2019 કેટલીક રાશિની લવ લાઈફ અને રિલેશનશિપ માટે ખાસ રહેવાનું છે. શું તમારી રાશિ પણ આ લિસ્ટમાં સામેલ છે કે નહીં, તે જાણવા આ લેખ વાંચો.

વૃષભ (એપ્રિલ 20 - મે 21)

વૃષભ (એપ્રિલ 20 - મે 21)

વૃષભ રાશિના જાતકો 2019 માટે તૈયાર થઈ જાવ. તમે આ પાંચ ભાગ્યશાળી રાશિમાંના એક છો. આ વર્ષ તમારી લવલાઈફ માટે યાદગાર રહેવાનું છે. આ રાશિના લોકો કોઈની સાથે પેશન અને રોમાંચ સાથે પોતાનો સમય વીતાવશે. આપણ આ રાશિના જાતકો બેસ્ટ લવર હોય છે, તો 2019 તમારું જ છે.

મિથુન (મે 22 - જૂન 21)

મિથુન (મે 22 - જૂન 21)

શું તમે 2019માં તમારી લવ સ્ટોરી માટે તૈયાર છો ? 2019માં મિથુન રાશિના લોકોની મુલાકાત એવા લોકો સાથે થશે જે તેમના માટે બનેલા છે. આગામી મહિનાઓમાં તમારું જીવન રોમાંચક બનવાનું છે. આ વર્ષે ઉનાળો તમાર માટે શાનદાર રહેવાનો છે. શક્ય છે કે ઉનાળો પુરો થતાં પહેલા તમને સાચો પાર્ટનર મળી જાય.

કન્યા (ઓગસ્ટ 23 - સપ્ટેમ્બર 22)

કન્યા (ઓગસ્ટ 23 - સપ્ટેમ્બર 22)

કન્યા રાશિના જાતકો માટે આ આખું વર્ષ પ્રેમ મામલે શાનદાર રહેવાનું છે. આપણે જાણીએ છીએ કે લાંબા સમયથી તમે તમારા સાચા પ્રેમને મેળવવા સપના જોઈ રહ્યા છો. પરંતુ સારા સમાચાર એ છે કે 2019માં તમારી આ ખ્વાહિશ પૂરી તવાની છે. આ વર્ષે તમે નિરાશ નહીં થાવ, શક્ય છે કે તમને તમારા જેવું જો કોઈ વ્યક્તિ મળી જાય જેની સાથે તમે જિંદગી જીવવાનું વિચારશો. તમામ ચીજો સારી જ લાગી રહી છે. પરંતુ કન્યા રાશિના જાતકોએ ઉતાવળ ન કરવી જોઈએ. આ મામે આગળ વધવામાં સમય લો.

વૃશ્ચિક ( ઓક્ટોબર 23 થી નવેમ્બર 22)

વૃશ્ચિક ( ઓક્ટોબર 23 થી નવેમ્બર 22)

શું તમે આ વર્ષે તમારા જીવનસાથીને મળવા તૈયાર છો ? આ વર્ષે ઉનાળો તમારા માટે ખાસ રહેવાનો છે. તમારી મુલાકાત એવા વ્યક્તિઓ સાથે થવાની છે જેની સાથે તમારું રોમેન્ટિક બોન્ડિંગ થશે. આ વાતની સંભાવના પ્રબળ છે કે તમે આ વર્ષે કોઈની સાથે સુંદર સંબંધમાં બંધાશો, જે લગ્ન સુધી પહોંચી શકે છે.

English summary
These 5 Zodiac Signs will find love in year 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X