આ પાંચ રાશિના લોકો નથી કરી શક્તા રોમાન્સ

આપણે ભલે આ વાત સ્વીકારીએ નહીં, પરંતુ દરેક વ્યક્તિને રોજિંદા જીવનમાં થોડો રોમાન્સ તો જોઈતો જ હોય છે.

આપણે ભલે આ વાત સ્વીકારીએ નહીં, પરંતુ દરેક વ્યક્તિને રોજિંદા જીવનમાં થોડો રોમાન્સ તો જોઈતો જ હોય છે. કોઈ જ આયોજન વગર પાર્ટનર સાથે બે રોમેન્ટિંગ ક્ષણો તમારા જીવનને સકારાત્મક બનાવી શકે છે અને દિવસ સુધારી શકે છે.

જ્યોતિષ મુજબ તમારી રાશિનાી તમારા વ્યવહાર અને લવ લાઈફ પર અસર પડે છે. એટલે જ કેટલીક રાશિના જાતકો રોમાન્સમાં નબળા હોય છે. એવું પણ કહી શકાય કે આ રાશિના લોકો બિલકુલ રોમેન્ટિક નથી હોતા. ચાલો આ આર્ટિકલમાં જાણીએ કઈ પાંચ રાશિના જાતકોને રોમાન્સ કરતા નથી આવડતું.

આ પણ વાંચો: આ પાંચ રાશિઓથી સાવધાન, હોય છે ખૂબ અભિમાની

વૃષભ

વૃષભ

વૃષભ રાશિના લોકો રોમાન્સથી સૌથી વધુ દૂર રહેનારા લોકો છે. જો તેમની સામે અચાનક રોમાન્સ કરવાની પરિસ્થિતિ સર્જાય તો તેઓ મુંઝવાઈ જાય છે. ઉલ્લેખનીય છે કે વૃષભ રાશિના લોકો પ્રેમમાં જલ્દી પડે છે, તેમને સહેલાઈથી કોઈ ગમી જાય છે, પરંતુ રોમાન્સમાં તેઓ નબળા છે, તેમને પોતાના પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવતા નથી આવડતું.

કુંભ

કુંભ

રોમાન્સ શું હોય છે? કુંભ રાશિના લોકો કંઈક આવો જ સવાલ કરે છે. આ રાશિના લોકો રોમાન્સ અને સાચા પ્રેમને લઈ સંઘર્ષ કરતા હોય છએ. કુંભ રાશિના લોકોને સ્વતંત્ર રહેવું ગમે છે, તેમને કોઈ પ્રકારના બંધનો પસંદ નથી. એટલે જ તેઓ રોમાન્સ તરફ ધ્યાન જ નથી આપતા.

કન્યા

કન્યા

કન્યા રાશિના જાતકોને રોમાન્સ પસંદ જ નથી. આ રાશિના લોકો સૌથી વધુ સમજદાર લોકોમાંના એક હોય છે, તેઓ રોમાન્સને સમયનો બગાડ સમજે છે. તેઓ પ્રેમ દર્શાવવાની જૂની રીતો કરતા કોફી પીતા પીતા પાર્ટનર સાથે ચર્ચા કરવું વધુ પસંદ કરે છે. તેઓ આ સમય પ્રેમની વાતો કરવામાં પણ વીતાવી શકે છે.

મકર

મકર

આ રાશિના લોકો એ દર્શાવતા જ નથી જે ખરેખર છે જ નહીં. મકર રાશિના જાતકો આમ તો શાલીન હોય છે, પરંતુ તેઓ કઠોર ઑરા માટે જાણીતા છે. રિલેશનશિપમાં પણ તેમનું વલણ આવું જ રહે છે. મકર રાશિના જાતકોને લોકો સામે પ્રેમ દર્શાવવો સ્હેજ પણ પસંદ નથી. જો પાર્ટનર તેમને પ્રેમ દર્શાવવા ફોર્સ કરે તો તેમને સ્હેજ પણ નથી ગમતું.

મિથુન

મિથુન

મિથુન રાશિના લોકો પણ આ લિસ્ટમાં સામેલ છે. જો મિથુન રાશિના જાતકો કોઈના પ્રેમમાં હોય તો તેમની પર્સનાલિટિનો એક ભાગ તેમને પાર્ટનરને ઈમ્પ્રેસ કરતા અટકાવે છે. ટૂંકમાં કહીએ તો મિથુના રાશિના લોકો માટે રોમાન્સ એ સમય અને પૈસાની બરબાદી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X