• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ત્રણ ગ્રહો બનાવી રહ્યા છે સમસપ્તક રાજયોગ, આ રાશિના જાતકોને થશે ધનલાભ

|
Google Oneindia Gujarati News

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના સેનાપતિ એટલે કે મંગળ વક્ર અવસ્થામાં વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. જ્યારે શુક્ર અને બુધ ગ્રહ પહેલાથી જ વૃશ્ચિક રાશિમાં છે. આ ત્રણેય ગ્રહ એક જ રાશિમાં હોવાથી સમસપ્તક રાજ યોગનું નિર્માણ થવા જઇ રહ્યો છે. આ યોગ ત્રણ રાશિ માટે મોટાપાયે ગુડલક લઇને આવશે.

વૃશ્ચિક રાશિ પર સમસપ્તક રાજયોગની અસર

વૃશ્ચિક રાશિ પર સમસપ્તક રાજયોગની અસર

જ્યારે મંગળ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે વૃશ્ચિક રાશિમાં સમસપ્તક યોગ બનશે. વૃશ્ચિક રાશિ માટે વૃશ્ચિક રાજયોગ ખૂબ જ શુભ સાબિત થવાનો છે. આ સમયગાળા દરમિયાન લવ મેરેજની શક્યતાઓ પ્રબળ છે.

આ સાથે પ્રેમ સંબંધોમાં મધુરતા બની રહેશે. આ સાથે જો કોર્ટમાં કોઇ કેસ ચાલી રહ્યો છે તો તમને તેમાં સફળતા મળી શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા અનુકૂળ છે.

આ સમયે તમારા કામ અને વ્યવસાય દ્વારા તમને લોકપ્રિયતા મળશે. આ રાશિના લોકો આ સમયગાળા દરમિયાન પીરોજ પથ્થર ધારણ કરે તો તેમને બમણો લાભ થવાની શક્યાત છે.

મકર રાશિ પર સમસપ્તક રાજયોગની અસર

મકર રાશિ પર સમસપ્તક રાજયોગની અસર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાજયોગ આ રાશિના જાતકો માટે આર્થિક લાભ લાવી રહ્યો છે. વેપારમાં સારા પૈસા મળવાના સંકેત છે. પ્રગતિની સાથે પ્રમોશનની પણ સંભાવના છે.

આ સાથે ખાણી-પીણી, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ, પ્રોપર્ટી અને માર્કેટિંગને લગતા ધંધામાં મોટાપાયે ફાયદો થશે.

પ્રોફેશનલ મોરચે આ સમય તમારા માટે ઘણો અનુકૂળ સાબિત થઇ શકે છે. આ સમય દરમિયાન કરેલા પ્રયત્નોનું ફળ ચોક્કસથી મળી શકે છે.

કન્યા રાશિ પર સમસપ્તક રાજયોગની અસર

કન્યા રાશિ પર સમસપ્તક રાજયોગની અસર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોની ચાલ તમામ 12 રાશિઓના જીવનને પ્રભાવિત કરે છે. વૃશ્ચિક રાશિમાં બનેલો સમસપ્તક રાજયોગ કેટલાક લોકો માટે વિશેષ લાભદાયી સાબિત થશે.

આ યોગ કન્યા રાશિના ત્રીજા ઘરમાં બની રહ્યો છે. આવી સ્થિતિમાંવેપારમાં લાભ થવાની પૂરેપૂરી સંભાવના છે. આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

આ સાથે જીવનસાથી દ્વારા ધનલાભ થઈ શકે છે. કન્યા રાશિના લોકોને ભાગ્યનો સાથ મળી શકે છે. આ સમય દરમિયાન જો તમે નીલમ ધારણ કરશો તો આ રાજયોગનું ફળ વધુ શુભ મળશે.

English summary
These three planets are making Samsaptak Raja Yoga
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X