For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાશિની જોડીઓનો સાથે લાંબા સમય સુધી નથી ચાલતો

સામેવાળા પ્રતિ આકર્ષણનો અનુભવ કરી લેવાથી વાત બની જતી નથી. જ્યારે કપલ્સ વચ્ચે વસ્તુઓ યોગ્ય રીતે ચાલતી નથી, ત્યારે વાત બ્રેકઅપ સુધી પહોંચી જાય છે.

|
Google Oneindia Gujarati News

સામેવાળા પ્રતિ આકર્ષણનો અનુભવ કરી લેવાથી વાત બની જતી નથી. જ્યારે કપલ્સ વચ્ચે વસ્તુઓ યોગ્ય રીતે ચાલતી નથી, ત્યારે વાત બ્રેકઅપ સુધી પહોંચી જાય છે. ઘણાં પાર્ટનરો એવા હોય છે કે જેમની પ્રેમ ખુબ જ હોય છે પરંતુ તેમની વચ્ચે વસ્તુઓ યોગ્ય રીતે ચાલતી શકતી નથી અને વાત બ્રેકઅપ પર જઈને સમાપ્ત થાય છે. આપણા જીવનમાં જ્યોતિષવિદ્યાનું ખૂબ જ મહત્વ છે એ વાતને ભૂલવી જોઈએ નહિ. પ્રેમના કિસ્સામાં રાશિઓ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

રિલેશનશિપમાં આવવા દરમિયાન કોઈ પણ રાશિ વિશે વિચારતું નથી, પરંતુ સંબંધને આગળ વધારવા માટે અને તકરારથી બચવા માટે તમે તેને ધ્યાનમાં રાખી શકો છો. આ લેખના માધ્યમથી જાણો કે કઈ રાશિની જોડીઓનો સંબંધ લાંબા સમય સુધી ટકવો અઘરો છે.

આ પણ વાંચો: આ રાશિના લોકો હોય છે કડવા, ચહેરા પર જ દેખાય છે ગુસ્સો

1. મેષ અને કર્ક

1. મેષ અને કર્ક

આ બંને વચ્ચે વાત બની શકતી નથી. મેષ રાશિના લોકો થોડા મતલબી હોય છે અને કર્ક રાશિવાળા કેયરિંગ હોય છે. આ સંબંધની ઉંમર ખૂબ લાંબી જોવા મળતી નથી.

2. વૃષભ અને સિંહ

2. વૃષભ અને સિંહ

આ સંબંધમાં ખૂબ ઘમંડ અને જીદ્દીપન હોય છે. આ બંને રાશિના લોકો ખૂબ જ જલ્દી ગરમ થઈ જાય છે અને કોઈ જલ્દી શાંત થવા માટે તૈયાર થતું નથી. જ્યારે બે ગરમ મિજાજ અને ગુસ્સાવાળા લોકો મળે છે, ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે.

3. મિથુન અને કન્યા

3. મિથુન અને કન્યા

આ બંનેનું વ્યક્તિત્વ એકબીજાથી બિલકુલ અલગ છે. કન્યા રાશિના લોકો હંમેશાં ઓર્ડર અને યોજના અનુસાર વસ્તુઓ ઇચ્છે છે. તો મિથુન રાશિના લોકો વિશે અંત સુધી અંદાજો લગાવવો ખૂબ મુશ્કેલ છે. જીવનમાં કોઈ પણ કેસમાં એક મત પર પહોંચવાનું આ બંને માટે ખૂબ જ મુશ્કેલ છે.

4. કર્ક અને તુલા

4. કર્ક અને તુલા

કર્ક રાશિના લોકો હંમેશા તેમની આસપાસના લોકોનું ધ્યાન રાખવાનું પસંદ કરે છે. તો તુલા રાશિના લોકો બધાને ખુશ રાખવા માંગે છે. આ બંને વચ્ચે જયારે પોતાના મતલબની વાત આવી જાય છે ત્યારે આ સંબંધ પોતાની ઓળખાણ બનાવી શકતો નથી.

5. મકર અને તુલા

5. મકર અને તુલા

મકર રાશિના લોકોને નકામી વાત કરવાનું ગમતું નથી. તેઓ તેમના ધ્યેયો અને સપના માટે કામ કરે છે. તો તુલા રાશિના લોકો દરેક ક્ષણનો આનંદ લેવા માગે છે અને લોકોની કંપનીમાં રહેવું તેમને ગમે છે. આ બંને રાશિના લોકો માટે સાથે મળીને સંબંધનો અર્થ શોધવો મુશ્કેલ છે.

English summary
These Zodiac Sign Pairings Might Not Work Out For The Best
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X