For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જન્મકુંડળીનો એવો દોષ વ્યક્તિને અપરાધી બનાવી શકે છે

વૈદિક જ્યોતિષમાં જુદા જુદા પ્રકારની ગ્રહ સ્થિતિ અને તેમના તાલમેલથી બનતા યોગનું ખૂબ જ મહત્વ છે. આ યોગ જ્યારે અશુભ પ્રબાવ આપે તો તે દોષ બની જાય છે.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

વૈદિક જ્યોતિષમાં જુદા જુદા પ્રકારની ગ્રહ સ્થિતિ અને તેમના તાલમેલથી બનતા યોગનું ખૂબ જ મહત્વ છે. આ યોગ જ્યારે અશુભ પ્રબાવ આપે તો તે દોષ બની જાય છે. અને તેમને યોગના બદલે દોષ કહેવામાં આવે છે. વૈદિક જ્યોતિષનો આવો જ એક યોગ છે કાહલ યોગ. તેના નામમાં યોગ શબ્દ જોડાયેલો છે, જેનો અર્થ છે કે તે વ્યક્તિને સારો પ્રભાવ પાડે છે, પરંતુ આ એક પ્રકારનો દોષ પણ છે. કારણ કે જ્યારે તે ગ્રહોની અશુભ સ્થિતિનું કારણ બને છે ત્યારે વ્યક્તિને ગંભીર ગુનેગાર પણ બનાવી શકે છે.

આ પણ વાંચો: આ શક્તિશાળી ગ્રહે બદલી રાશિ, જાણો તમારા માટે સમય સારો કે ખરાબ?

કેવી રીતે બને છે કાહલ યોગ

કેવી રીતે બને છે કાહલ યોગ

વૈદિક જ્યોતિષમાં કાહલ યોગની પ્રચલિત પરિભાષા પ્રમાણે જો કોઈ કુંડળીમાં ત્રીજા ઘરનો સ્વામી ગ્રહ અને દસમા ઘરનો સ્વામી ગ્રહ એકબીજાના કેન્દ્રમાં સ્થિત હોય. એટલે કે એક બીજાથી 1, 4, 7, અને 10મા ઘરમાં સ્થિત હોય તથા કુંડળીના પહેલા ઘરનો સ્વામી અર્થાત લગ્નેશ પ્રબળ હોય તો કાહલ યોગ બને છે. આ યોગના પ્રભાવથી જાતક ખૂબ જ સાહસિક બને છે. તેમનામાં પરાક્રમ જેવા ગુણ જન્મજાત હોય છે. તેઓ કોઈથી ડરતા નથી. જે જાતકની જન્મકુંડળીમાં આ યોગ હોય તેઓ પોલીસ, સૈન્ય કે અન્ય પ્રકારના સુરક્ષા દળમાં સફળત થાય છે. કેટલાક વૈદિક જ્યોતિષિયો માને છે કે જો કોઈ કુંડળીના ત્રીજા ઘરનો સ્વામી ગ્રહ ગુરુના કેન્દ્રમાં હોય તો પણ કુંડળીમાં કાહલ યોગ બને છે.

વિપરિત પરિણામ પણ આપી શકે છે કાહલ યોગ

વિપરિત પરિણામ પણ આપી શકે છે કાહલ યોગ

કાહલ યોગના કારણે જાતકમાં ઉપર કીધા એ પ્રમાણે શુભ પ્રભાવ તો દેખાય જ છે, પરંતુ આ અશુભ ફળ પણ આપે છે. કેટલીક કુંડળીઓમાંઆ યોગ દુષ્પરિણામ પણ આપે છે. એટલે જ તેને કાહલ દોષ પણ કહેવાય છે .અ્ય તમામ શુભ યોગી જેમ કાહલ યોગના નિર્માણ માટે પણ કુંડળીમાં ત્રીજા ઘરના સ્વામી ગ્રહ અને દસમા ઘરના સ્વામી ગ્રગ બંનેનું શુબ હોવું જરૂરી છે. કારણ કે આ બંને ગ્રહમાંથી કોઈ એક અથવા બંને અશુભ હોય તેવી સ્થિતિમાં કાહલ યોગ નહીં પરંતુ દોષ બની જાય છે.

અનેક પ્રકારની સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો

અનેક પ્રકારની સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો

જેના કારણે જાતકના જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. દાખલા તરીકે કોઈ કુંડળીમાં ત્રીજા ઘરના સ્વામી ગ્રહ તથા દસમા ગ્રહના સ્વામી ગ્રહના અશુબ થવાથી એક બીજાના કેન્દ્રમાં સ્થિત થાય તો તેને કુંડળીમાં કાહલ દોષ કહેવામાં આવે છે. જો આવી સ્થિતિ સર્જાય તો જાતકો ગંભીર ગુનેગાર બની શકે છે.

English summary
Through Your janam kundli whether one would go to jail or would be put behind the bar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X