આ શક્તિશાળી ગ્રહે બદલી રાશિ, જાણો તમારા માટે સમય સારો કે ખરાબ?
મંગળ ગ્રહે 7 મે 2019ના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળ મિથુન રાશિમાં 22 જૂન 2019ની રાત્રે 11.21 વાગ્યા સુધી રહેશે. મંગળને એક પ્રભાવશાળી ગ્રહ મનાયો છે
મંગળ ગ્રહે 7 મે 2019ના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળ મિથુન રાશિમાં 22 જૂન 2019ની રાત્રે 11.21 વાગ્યા સુધી રહેશે. મંગળને એક પ્રભાવશાળી ગ્રહ મનાયો છે અને તેની દરેક ગતિવિધિની અસર બધી જ રાશિ પર પડે છે. મંગળ ગ્રહે મિથુન રાશિમાં ગોચર કર્યું છે, અહીં પહેલેથી જ તેનો શત્રુ ગ્રહ રાહુ હાજર છે. મંગળ અને રાહુલની આ સ્થિતિથી અંગારક યોગ બન્યો છે, અને જ્યાં સુધી મંગળ મિથુન રાશિમાં રહેશે ત્યાં સુધી આ યોગ યથાવત્ રહેશે. ત્યારે જાણીએ કે મિથુન રાશિની સાથે અન્ય 11 રાશિ પર આ પરિવર્તનની શું અસર પડશે.
આ પણ વાંચો: બુધનો મેષ રાશિમાં પ્રવેશ, જાણો તમારી રાશિ પર શું પડશે અસર

મેષ
મેષ રાશિના જાતકો સાહસ અનુભવે. તેમને પોતાના ભાઈ સાથે વિવાદ થઈ શકે છે. નોકરિયાત જાતકો અને વેપારીઓને મુશ્કેલી પડી શકે છે. પરંતુ હિંમત ન હારો. મજબૂત ઈરાદાથી તમે સફળ થઈ શકો છો. રોજ કેસરનું તિલક લગાવો.

વૃષભ
આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના લોકોએ ધીરજથી કામ લેવાની જરૂર છે, તો જ તમને સફળતા મળશે. રોકાણ માટે સારો સમય છે. કંઈપણ બોલતા પહેલા સાવધ રહો, કોઈના વિશે ખરાબ ન બોલો. તમે રોજ મંદિર જઈને હનુમાનજીના દર્શન કરો અને આશીર્વાદ લો.

મિથુન
મંગળે મિથુન રાસિમાં જ પ્રવેશ કર્યો છે, એટલે આ રાશિના જાતકો પર વધુ પ્રભાવ પડશે. મંગળ અને રાહુલ એક જ સાથે એક જ રાશિમાં હોવાથી તમારા પર દેવું વધી શકે છે. પરિવારમાં વિવાદ સર્જાઈ શકે છે. તમારે ગુસ્સા પર કાબુ રાખવાની જરૂ છે. જીવનસાથી સાથે ઝઘડો કરવાથી બચો. ગાડી ચલાવતા સાવધાની રાખો. રોજ માતા લક્ષ્મીની આરાધના કરો.

કર્ક
ઘર અને વાહનને લગતા ખર્ચા વધી શકે છે. ઝઘડાથી દૂર રહો, કાયદાકીય વિવાદમાં ફસાઈ શકો છો. આરોગ્યનું ધ્યાન રાખો કારણ કે શારિરીક મુશ્કેલી આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. તમે રોજ શિવ મંદિર જાવ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.

સિંહ
તમારા માટે સમય સારો છે. આવકમાં વધારો ઈચ્છો છો તો વધુ મહેનત થઈ શકે છે. તમારા વિચારો સકારાત્મક રાખો અને જાત પર વિશ્વાસ ન કરો. તમારી હારને તમે જીતમાં પણ બદલી શકો છો, બસ પોતાના પર વિશ્વાસ રાખો. રોજ મહામૃત્યુંજયનો જાપ કરો.

કન્યા
કન્યા રાશિના લોકોએ સાવધ રહેવાની જરૂર છે. ઘર પરિવારમાં તણાવ સર્જાઈ શકે છે. જો કે નોકરિયાત લોકો માટે સમય સારો છે. કરિયરમાં નવી તકો મળી શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે, તેમની શોધ પૂરી થશે. દુશ્મનોથી સાવધ રહો. અન વિષ્ણુ સહસ્ત્ર નામના જાપ કરો.

તુલા
તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. આ દરમિયાન મુસાફરીનો યોગ બની શકે છે. ઘરમાં તમામ લોકો સાથે સંબંધ સારા રહેશે, ફક્ત પિતા સાથે મતભેદ સર્જાઈ શકે છે. તમારું માન સન્માન વધી શકે છે. મંગળવારે મંદિર જઈને હનુમાનજીના દર્શન કરો

વૃશ્ચિક
તમારા માટે સમય અનુકૂળ નથી. સાવધ રહો, શારિરીક કષ્ટ આવી શકે છે. સારું ભોજન કરો, શક્ય હોય તો બહારનું ખાવાનું ટાળો. તમને મોટો આર્થિક લાભ થઈ શકે છે. રોજ સવારે ઈષ્ટ દેવતાને યાદ કરી થોડો સમય માટે ધ્યાન કરો.

ધન
દાંપત્ય જીવનમાં ઉતાર ચડાવ આવી શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે, પોતાની પત્ની સાથે નમ્રતાથી વાત કરો. આ સ્થિતિમાં શાંતિથી સામનો કરો. તમારે સૂર્યદેવતાની શરણમાં જઈ રોજ તેમને અર્ધ્ય આપવો જોઈએ.

મકર
આરોગ્ય માટે સમય બરાબર નથી, સાવધ રહો. કોર્ટ કચેરીના કેસમાં સફળતા મળી શકે છે. તમારે ગુસ્સા પર કાબુ રાખવો જોઈએ. બિનજરૂરી ખર્ચાથી બચો. નોકરીયાત જાતકો માટે સમય સારો છે. મહેનતનું ફળ આજે નહીં તો કાલે તો મળશે. તમારે ગણપતિ ભગવાનની આરાધના કરી તેમને લાડુનો ભોગ ધરાવવો જોઈએ

કુંભ
કુંભ રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર છે. તમારી લવ લાઈફમાં મુશ્કેલી આવી શકે છે. આરોગ્યનું ધ્યાન રાખો. તમારા માન સમ્માનમાં વધાર થસે. તમારે મંગળવારના દિવસે ગોળની સાથે સાથે લાલ મસૂરની દાળનું દાન કરો

મીન
તમારા માતપિતાનું આરોગ્ય તમારા માટે મુસીબત બની શકે છે. પરિવારમાં વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. નોકરી માટે સમય અનુકુળ છે, સારું ફળ મળશે. આ દરમિયાન તમે નવું વાહન કે પછી પ્રોપર્ટી ખરીદ શકો છો. રોજ હનુમાનજીનું સ્મરણ કરો.












Click it and Unblock the Notifications
