જાણો નજરદોષમાંથી બચવા માટે લીંબુના ચમત્કારી ટોટકા

Posted By:
Subscribe to Oneindia News

લીંબુ ઔષધીય ગુણોથી ભરપૂર ફળ છે, જેનો ઉપયોગ મોટાભાગના લોકો પોતાના ભોજનનો સ્વાદ વધારવા માટે કરે છે. લીંબુ માત્ર જમવાનો સ્વાદ જ નથી વધારતું પણ તે તમારા લીવરને પણ સાફ કરે છે. વાસ્તુ પ્રમાણે વહેલી સવારે નરજદોષ દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. બહારની નકારાત્મક ઉર્જા ઉપરાંત ટોટકાથી બચવા માટે પણ લીંબુનો ઉપયોગ થાય છે. આજે અમે તમને જણાવીશું કે લીંબુના જુદા-જુદા ઉપયોગ કરી તમારી આપસાપની નકારાત્મક ઉર્જાથી કેવી રીતે બચવું.

lemon

ઘરની નકારાત્મક ઉર્જાથી બચવા

ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે તમે તમારા બેકયાર્ડ કે ગાર્ડનમાં લીંબુનું ઝાડ વાવો. લીંબુનુ ઝાડ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી અને વાસ્તુદોષમાં પણ રાહત મળે છે.

પતિ-પત્નીના સંબંધો સુધારવા

દંપતિ વચ્ચે હંમેશા ખટપટ ચાલ્યા કરતી હોય તો તેમણે પોતાના બેડરૂમમાં એક મોટા વાસણમા પાણી ભરી તેમાં એક મોટા લીંબુના બે ટુકડા કરી તેમાં મૂકી દો. નિયમિત તેનુ પાણી બદલો અને લીંબુ બીજુ કાપીને નાખતા રહો. આ ઉપાય ઓછામાં ઓછા 40 દિવસ સુધી કરો.

lemon

બાળકને નજરદોષથી મુક્ત કરવા

જ્યારે પણ કોઈ નાના બાળકને નજર લાગે છે, ત્યારે તે મોં થી દૂધ કાઢવાનું શરૂ કરે છે. તે દૂધ પીવાનુ બંધ કરી દે છે. આવા સમયે માતા અને બીજા સભ્યો હેરાન થઈ જાય છે. આવા સમયે એક વિના ડાઘાનું લીંબુ લઈ તેને વચ્ચેથી કાપી દો. કાપેલા ભાગ વચ્ચે થોડા કાળા તલ દબાવી દો. ત્યારબાદ તેની ઉપર એક કાળો દોરો લપેટી દો. હવે આ લીંબુને બાળક પરથી ઉંધી તરફથી સાત વખત ઉતારો. આ લીંબુને કોઈ નિર્જન સ્થાને ફેંકી દો. આ ઉપાય કરવાથી તમારા બાળકની નજરદોષમાં જરૂર લાભ થશે.

lemon

બિમારને સાજો કરવા

કોઈ સ્વસ્થ માણસ એકદમથી માંદુ પડી જાય અને તેના પર સારવારની કોઈ જ અસર ન થતી હોય તો માની લેવુ કે તે નજરદોષનો શિકાર બનેલ છે. આ સમયે એક આખુ લીંબુ લઈ તેની પર સહીથી 307 લખો અને તે વ્યકિતની ઉપરથી ઉલ્ટી તરફથી 7 વખત ઉતારી લેવુ. ત્યારબાદ તે લીંબુને ચાર સરખા ભાગમાં એ રીતે કાપવુ કે તેનો નીચેનો ભાગ જોડાયેલો રહે. ત્યારબાદ તે લીંબુને કોઈ નિર્જન સ્થળે જઈ નાખી દેવુ. આ ઉપાય કરવાથી બિમાર વ્યકિતના આરોગ્યમાં સુધારો આવવા લાગશે.

lemon

સ્થુળતામાંથી છૂટકારો

સ્થુળતામાંથી છૂટકારો મેળવવા સવારે વહેલા ઉઠી ખાલી પેટે 250 મિલી હુંફાળા પાણીમાં લીંબુનો રસ અને બે ચમચા મધ ભેળવી નિયમિત સેવન કરવાથી લાભ થાય છે.

દુઃસ્વપ્નમાં રાહત

જો કોઈવ્યકિતને રાત્રિના સમયે ડરામણા સપના આવતા હોય, જેથી તે વ્યકિત હંમેશા ડરેલી રહેતી હોય. તેવી સ્થિતિમાં તે વ્યક્તિના તકિયા નીચે એક લીલુ લીંબુ મૂકી દેવુ. જ્યારે તે લીંબુ સુકાઈ જાય તો તેને બદલી બીજું લીંબુ મુકવુ. આ ક્રિયા નિયમિત 5 વખત કરવાથી દુઃસ્વપ્ન આવવાના બંધ થઈ જશે અને ઉંઘ સારી આવશે.

English summary
Use Of Lemon In Vastu Shastra, its saurce of positive energy, health and wealth.
Please Wait while comments are loading...