શુક્રની દશા વક્રી, આ જાતિઓના પ્રેમને લગ્ન છે ખતરો

Posted By:
Subscribe to Oneindia News

ભોગ-વિલાસ, પ્રેમ જીવન, દાંપત્ય જીવન, સંતાન સુખ અને જીવનના તમામ ઐશ્વર્યનો પ્રતિનિધિ શુક્ર 4 માર્ચથી વક્રી થઈ ચૂક્યો છે. જેની તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડશે. જીવનસાથી સાથે સંબંધો બગડી શકે છે. માનસિક તાણ અને મુશ્કેલીઓ આવી શકે છે. પ્રેમ જીવન માટે આ સમય સંકટ ભર્યો સાબિત થશે. તેમની વચ્ચે કોઈ બીજો કે બીજી આવી શકે છે, જેને કારણે બ્રેકઅપ થઈ શકે છે. સ્ત્રીઓના લગ્નેતર સંબંધો બનશે. ભોગ-વિલાસ અને ઐશ્વર્યના સાધનોમાં ઘટાડો થશે. વક્રી શુક્રને કારણે વ્યક્તિનુ વર્તન કઠોર થાય છે. તેનું વર્તન ખરાબ થઈ જાય છે અને તેનામાં અહંકાર પેદા થાય છે. જો કે કેટલીક રાશિઓ માટે વક્રી શુક્ર ખાસ લાભ કરાવશે. અભિનેતા, સંગીત ક્ષેત્રે, કવિ, લેખક અને જ્યોતિષને વક્રી ઉંચી સફળતા અપાવશે. તેમના જીવનમાં ધનનું આગમન સારુ રહેશે.

Read also : જાણો વર્ષ 2017ના શુભ લગ્ન મુહૂર્ત  

મેષ

મેષ

વક્રી શુક્રને કારણે મેષ રાશિના જાતકોનું લગ્નજીવન લગ્નેત્તર સંબંધોને કારણે સંકટમાં આવી શકે છે. પુરુષને કોઈ સ્ત્રીને કારણે બદનામી સહન કરવી પડે. મેષ રાશિના જાતકો વક્રી શુક્રને કારણે કોર્ટ કે પોલિસના મુદ્દામાં ફસાઈ શકે છે. ભોગ-વિલાસની વસ્તુઓથી દૂર થવું પડે. સ્ત્રીઓને અન્ય પુરુષ સાથે સંબંધ બની શકે છે.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે પરિણામે આ રાશિના જાતકોને શુક્ર ઐશ્વર્ય પ્રદાન કરશે. તેમના રોકાયેલા કામો પૂરાં થશે. નવા કપડા, આભૂષણો, ડાયમંડની ખરીદી થશે. દાંપત્યજીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. કલાકારો, ગાયકો, ચિત્રકારોનું સન્માન વધશે. જો કે આ દરમિયાન કોઈ સ્ત્રીનું અપમાન કરવું નહિં.

મિથુન

મિથુન

મિથુન રાશિને શુક્ર અશુભ ફળ આપશે. ભાઈ-બહેન સાથે વિવાદ ઉભો થશે. જીવનસાથી રિસાઈ જશે. પ્રેમ સંબંધો તૂટી જશે. નોકરી કરનારા ભયંકર તાણમાંથી પસાર થશે. કામની પ્રશંસા થશે નહીં. જો બીજા માટે તમારું વર્તન સારુ રહેશે તો તમને ઓછી તકલિફ આવશે અને લોકોની મદદ મેળવી શકશો.

કર્ક

કર્ક

કર્ક શુક્રનો શત્રુ ગ્રહ છે. કર્ક રાશિ પર શુક્ર વિરુધ્ધ અસર દેખાડશે. કુટુંબ અને માન-સન્માનમાં તમારી પ્રતિષ્ઠા બગડશે. માથા અને પેટને લગતી તકલિફો ઉભી થશે. પૈતૃક સંપતિ અને જમીન, મકાનથી દૂર રહેવું પડે. વેપારીઓ આ સમયે નવું કામ શરૂ ન કરે. દાપત્યજીવનમાં ખલેલ પેદા થશે. કોઈ સ્ત્રીને કારણે ધન હાનિ થઈ શકે છે.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતકોને સંતાન સાથે મતભેદ ઉભો થશે. વિરુધ્ધ લિંગની વ્યક્તિ માટે આકર્ષણ જાગશે. ત્યાં જ પરણિત સ્ત્રી પણ કોઈ બીજી વ્યક્તિ તરફ આકર્ષાશે. શેયર માર્કેટ, સ્ટ્ટામાં નુકશાન થશે. મિલકતની ખરીદીનું કામ આ સમયે ટાળી દેવું. મહત્વના કાગળો પર સહિ કરતા પહેલા શાંતીથી વાંચી લેવું.

કન્યા

કન્યા

શુક્ર કન્યા રાશિમાં નીચનો હોય છે. વક્રી થવાને કારણે કન્યા રાશિને મિશ્રિત પરિણામ જોવા મળશે. કેટલાક કામો બનશે, તો કેટલાક સુધરશે. કુટુંબ, દાંપત્યજીવન, પ્રેમ સંબંધમાં ચાલી આવતી મશ્કેલીઓ ઓછી થશે. મોંધી વસ્તુઓની ખરીદી કરવાનું ટળી જશે. મિલકત ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારું કામ અટકી પડશે

તુલા

તુલા

આ રાશિનો સ્વામી શુક્ર છે. માટે ચિંતા કરવાની બહું જરૂર નથી. માનસિક દબાણમાં રહેશો, કુટુંબની કોઈ વ્યક્તિના આરોગ્ય પાછળ ખર્ચ થશે, પણ વધારે નહિં. સંબંધો માટે વક્રી શુક્ર ઠીક રહેશે. ધારેલા કામો પૂર્ણ થશે. લગ્નજીવનમાં કોઈ મુશ્કેલી છે તો તે દૂર થઈ જશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના જાતકોએ પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. 14 એપ્રિલ સુધી કોઈ દેવું કરવું નહિં કે ઉધાર લેવું નહિં. નહિંતર દેવું વધતું જ જશે. ઝેરીલા જીવજંતુના કરડવાથી એલર્જી થઈ શકે છે. સુખ અને ઐશ્વર્યમાં ઘટાડો થશે. વેપારી વર્ગને નીરાશા હાથ લાગશે. નોકરીમાં માનસિક તાણ રહેશે.

ધન

ધન

આ રાશિના જાતકો પેટને લગતી મુશ્કેલીઓથી હેરાન રહેશે. ભોજનમાં કાળજી લેજો. બહારનું પાણી કે જ્યુસ પીવાથી બચજો. ભોગ-વિલાસના સાધનોમાં વધારો થશે પણ ઘણા ઓછા સમય માટે. જલ્દી જ બધુ તમારાથી દૂર થઈ જશે. સ્ત્રીઓથી સાચવીને રહેવું. બદનામી, ધનહાનિ થઈ શકે છે. સ્ત્રીને કારણે કોર્ટ કેસમાં ફસાઈ શકો છો.

મકર

મકર

આ રાશિના જાતકોને વક્રી શુક્ર ઘણે અંશે લાભ કરાવશે. ધન, વૈભવ, સન્માનમાં વધારો થશે. લગ્નજીવનમાંથી મુશ્કેલીઓ દૂર થઈ જશે. કુટુબ, સમાજ અને વડિલોના આશિર્વાદ પ્રાપ્ત થશે. જૂની બિમારીઓમાંથી છૂટકારો મળશે. મિલકતને લગતું કામ કરવા માટે સમય અનુકૂળ છે. નવા પ્રેમ સંબંધો બનશે.

કુંભ

કુંભ

આ રાશિના જાતકોનું આધ્યાત્મ, ધાર્મિક પ્રવૃતિમાં આશા વધશે. રહસ્યમયી વિદ્યા, જ્યોતિષ, તંત્ર વિદ્યામાં રસ જાગશે. ઐશ્વર્ય અને સુખોમાં વધારો થશે. રોકાયેલું નાણું પાછું મળશે. માનસિક શાંતિ પ્રદાન થશે. પ્રેમી સાથે રોમાંસમાં વધારો થશે. બહાર ફરવાનો પ્રોગ્રામ બનશે.

મીન

મીન

શુક્રની ઉચ્ચ રાશિ મીન છે. પરિણામે આ રાશિ પર શુક્રની વિશેષ કૃપા રહેશે. આ દરમિયાન ભોગ-વિલાસના સાધનો પર ખર્ચ વધશે. આર્થિક મજબૂતાઈ આવશે. વેપારનો વિસ્તાર થશે. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. મીન રાશિની સ્ત્રીઓને ભેંટ-સોગાદ મળશે. આભૂષણોની ખરીદી કરશો.

English summary
In Hindu astrology, Vakri grahas are those planets of the Solar System other than the Sun and the Moon that appear to move backwards, which apparent motion is due to earth’s orbi
Please Wait while comments are loading...