Vastu Tips : ઓશિકા નીચે ન રાખો આ વસ્તુ, નારાજ થઇ જશે માતા લક્ષ્મી
Vastu Tips: થાક ઉતારવા માટે આરામ અને ઉંઘ ખાસ જરૂરી છે. આ સાથે રોજની 7-8 કલાકની ઉંઘ આરોગ્ય માટે અતિ આવશ્યક છે. જો ઉંઘ સારી આવે છે, તો દિવસ પણ સારો વિતે છે. આ માટે સાફ પથારી અને મુલાયમ ઓશિકું હોવું પણ જરૂરી છે. જે સારી ઉંઘમાં તમારી મદદ કરશે.
કેટલાક લોકો સૂતા પહેલા ઓશિકા નીચે પુસ્તકો, પર્સ, ઘડિયાળો, ચાવીઓ મૂકી દે છે, જેથી બીજા દિવસે તેને શોધવાની જરૂર ન પડે. જોકે, આ કામ સગવડ માટે સારું છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આવું કરવાની મનાઈ છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાંથી આશીર્વાદ દૂર થાય છે અને દેવી લક્ષ્મી પણ નારાજ થાય છે.

પર્સ - વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂતી વખતે પર્સ ઓશિકા નીચે ન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આમ કરવાની સ્પષ્ટ મનાઈ છે. કહેવાય છે કે, પર્સમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને ઓશીકા નીચે સૂવાથી માતા લક્ષ્ણીની કૃપા ક્રોધમાં ફેરવાઈ જાય છે.
ઘડિયાળ - ઘણા લોકો ઘડિયાળ કાઢીને તકિયા નીચે રાખે છે. વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું ખૂબ જ ખોટું માનવામાં આવે છે અને આમ કરવાની સ્પષ્ટ મનાઈ છે.
ઘડિયાળ સહિત અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પણ સૂતી વખતે તકિયા નીચે ન રાખવી જોઈએ. તેનાથી સ્વાસ્થ્યની સાથે વાસ્તુ પર પણ નકારાત્મક અસર પડે છે.
પુસ્તક - પુસ્તકને માથા નીચે રાખીને સૂવું ન જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં એવી માન્યતા છે કે, આવું કરનારની આસપાસ નકારાત્મક ઉર્જા વધુ ફેલાય છે, જેના કારણે જ્ઞાન અને બુદ્ધિનો નાશ થાય છે.
અખબારો, પુસ્તકો અને સામયિકો બુધ ગ્રહ સાથે સંકળાયેલા છે. આવી સ્થિતિમાં જે લોકો સૂતા પહેલા ઓશિકા નીચે પુસ્તક રાખે છે, તે બુધને નબળા બનાવે છે.












Click it and Unblock the Notifications
