લગ્નજીવનમાં પ્રેમ અને સાંમજસ્ય જળવાઇ રહે એ માટે આટલું કરો...

Posted By: Staff
Subscribe to Oneindia News

લગ્ન માત્ર બે શરીરનો જ નહિં પણ બે આત્માઓનું મિલન છે અને સાથે જ તે બે પરિવારોનું પણ મિલન છે. જો પતિ-પત્નીના સંબંધોમાં જ મુશ્કેલી હોય તો જીવનના દરેક ક્ષેત્રોમાં વ્યકિતનું મન પરોવાતુ નથી. પરિણામે મહત્વનું છે કે પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ, સામંજસ્ય અને તાળમેળ જળવાઈ રહે, જેથી બંને સાથે જોડાયેલા કુંટુંબો પણ ખુશ રહે.

લગ્નજીવનનો આધાર પરસ્પરની સમજ પર છે. તેમ છતાં બંનેના સંબંધો પર વાસ્તુ પણ તેટલું જ અસર કરે છે. ક્યારેય આપણે જોઈએ છીએ કે બધુ બરાબર રહેવા છતાં કોઈને કોઈ કારણે બંને વચ્ચે ખેંચતાણ, નકામા ઝગડા અને વિવાદ ચાલ્યા જ કરે છે. તેનું કારણ વાસ્તુ દોષ છે.

આવો જાણીએ વાસ્તુ પ્રમાણે કઈ બાબતો પર ધ્યાન રાખવાથી પતિ-પત્નીના સંબંધોમાં ખુશીઓ અને શાંતિ ભરી શકાય છે.

બેડરૂમની દિશા

બેડરૂમની દિશા

બેડરૂમ માટે યોગ્ય દિશા હોવી સૌથી મહત્વની છે. બેડરૂમ હંમેશા દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને સામંજસ્ય જળવાઈ રહે છે. ઉત્તર-પૂર્વની દિશામાં બેડરૂમ કોઈ પણ પ્રકારે ન હોવું જોઈએ, તે વિવાદનું કારણ બને છે.

સુવા માટેની યોગ્ય દિશા

સુવા માટેની યોગ્ય દિશા

પતિ-પત્નિએ સુતી વખતે હંમેશા દક્ષિણ દિશામાં માથુ રાખવું જોઈએ, તેનાથી ઉત્તરની તરફ વહેતી સકારાત્મક ઉર્જા સરળતાથી શરીરમાં પ્રવેશી જાય છે અને ચક્રોને ઉર્જા પ્રદાન કરે છે. તેનાથી ઉંઘ પણ સારી આવે છે. પતિ-પત્નીનો બેડ સેનાથી બનેલો છે તે પણ ઘણું મહત્વ ધરાવે છે. મેટલ કે રૉય આયરનનું બેડ નકારાત્મક ઉર્જાનું કારક મનાય છે. લાકડાનો બેડ દાંપત્યજીવન માટે સૌથી સારો છે. બેડનો આકાર વાંકો ચુકો કે ગોળ ન હોવો જોઈએ. તે ચોરસ હોવો જોઈએ.

બેડરૂમમાં વપરાતા કલર

બેડરૂમમાં વપરાતા કલર

બડરુમમાં ક્યારેય ડાર્ક કલર ન રાખવો જોઈએ. દિવાલો પર આછો લીલો, આછો વાદળી કે રોઝ પિંક કલર કરાવવો. તેનાથી મગજને શાંતિ પ્રદાન થાય છે. શક્ય હોય તો બેડરૂમની બધી જ દિવાલો પર એક જ રંગ કરાવવો જોઈએ. જુદા જુદા રંગો મસ્તિષ્કને ભ્રમિત કરે છે.

પત્નીએ પતિના ડાબા પડખે સુવું

પત્નીએ પતિના ડાબા પડખે સુવું

એક સારા અને પ્રેમાળ સંબંધ માટે પત્નીએ બેડની ડાબી બાજુએ સુવું જોઈએ અને પતિએ જમણી બાજુ સુવું જોઈએ. તેનાથી વધુ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને બંને વચ્ચે પ્રેમ વધે છે.

બેડની ગાદી સિંગલ રાખવી

બેડની ગાદી સિંગલ રાખવી

ડબલ બેડ પર ગાદલુ સિંગલ જ હોવું જોઈએ. બે સિંગલ ગાદલા સંબંધો પર અસર કરે છે. તેનાથી માનસિક સંતુલન બગડે છે અને પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં તિરાડ પડે છે. બેડરૂમમાં અરીસો ન રાખવો જોઈએ. તે પતિ-પત્ની વચ્ચે ગેરસમજ અને ઝગડાનું કારણ બને છે. જો બેડરૂમમાં કોઈ અરીસો લગાવેલો છે તો બને તો તેને રાત્રિના સમયે તેને ઢાંકી દેવો જોઈએ.

ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ન રાખવા

ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ન રાખવા

બેડરૂમમાં કોઈ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ન રાખવા. તેનાથી નીકળનારી ઈલેક્ટ્રોનિક્સ મેગ્નેટિક તરંગો આડ અસર પેદા કરે છે. તો પ્રયાસ કરો કે બને તેટલા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ તમારા રૂમની બહાર રાખી શકો. ખાસ કરીને મોબાઇલ. જેથી કરીને તમે મોબાઇલના બદલે એક બીજા સાથે વધુ સમય વ્યતિત કરી શકો.

English summary
Husband-Wifes relationship is very important for life so hera are some vastu tips, plz reda carefully.
Please Wait while comments are loading...