Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રેમ, ધન, વૈભવનો ગ્રહ શુક્ર કરશે રાશિ પરિવર્તન

જ્યોતિષ શાસ્ત્ર પ્રમામે દરેક ગ્રહ કેટલાક સમય માટે પોતાની સ્થિતિ બદલે છે. આ ગ્રહની દરેક નાની મોટી ગતિવિધિથી લોકોના જીવન પર અસર પડે છે. આ વખતે શુક્ર રાશિ પરિવર્તન કરી રહ્યો છે.

દરેક ગ્રહ કેટલાક સમય માટે પોતાની સ્થિતિ બદલે છે. આ ગ્રહની દરેક નાની મોટી ગતિવિધિથી લોકોના જીવન પર અસર પડે છે. આ વખતે શુક્ર રાશિ પરિવર્તન કરી રહ્યો છે. શુક્ર ગ્રહ 23 જુલાઈ 2019ના રોજ બપોરે 12 વાગીને 35 મિનિટ પર કર્ક રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર એક રાશિમાં લગભગ 23 દિવસ રહે છે અને તે 16 ઓગસ્ટ 2019ના રાત્રે 8 વાગીને 23 મિનિટ સુધી કર્ક રાશિમાં રહેવાનો છે. ચાલો જાણીએ કે શુક્રના કર્ક રાશિમાં ગોચર કરવાથી તમામ રાશિના જાતકો પર શું અસર પડશે.

મેષ

મેષ

ઘરમાં કોઈ સભ્ય સાથે અણબનાવ હોય તો સ્થિતિ સામાન્ય થઈ શકે છે. ઘરનો માહોલ સારો રહેશે. નોકરિયાત લોકોને સારું પરિણામ મળી શકે છે. જીવનસાથી સાથે સારો સમય વીતાવી શકો છો.

વૃષભ

વૃષભ

આ ગોચરના કારણે તમારે નાના મોટા પ્રવાસ કરવા પડી શકે છે, જેનાથી તમારો અનુભવ સારો થશે. આ રાશિના જાતકો પ્રેમને લગ્ન સુધી પહોંચાડી શકે છે. ઘર પરિવાર અને નજીકના મિત્રો સાથે સારો સમય વીતાવી શક્શો. ફરવાનો પ્લાન બનાવી શકો છો. તમારું લગ્ન જીવન સારું રહેશે.

મિથુન

મિથુન

તમારી વાણીની મીઠાશ લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. પરિવાર સાથે સારો સમય વીતાવશો અને શક્યતા છે કે કોઈ પારિવારિક કાર્યક્રમમાં જવું પડે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પાછલા કેટલાક સમયથી જે જાતકો આર્થિક તંગી અનુભવતા હતા તેઓ પણ બચત કરી શક્શે. લગ્ન કરેલા જાતકો આરોગ્ય સાચવે.

કર્ક

કર્ક

શુક્ર ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશી રહ્યો છે. શુક્ર દેવના આશીર્વાદ તમને મળશે. ભૌતિક સુખ સુવિધા વધશે. આ રાશિના જે જાતકો પ્રેમમાં છે, તેમના માટે સમય સારો રહેશે. તમારા દિલની વાત કહી દો, સકારાત્મક જવાબ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સિનિયરોનો સહયોગ મળશે, તે તમારા કામથી ખુશ રહેશે. વૈવાહિક જીવનમાં પ્રેમ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સમય શ્રેષ્ઠ છે.

સિંહ

સિંહ

શુક્રના આગોચરથી તમારા ખર્ચા વધી શકે છે. તમારે વધારાના ખર્ચથી બચવું હોય તો પહેલા બજેટ તૈયાર કરી લો. વિદેશ યાત્રાનો યોગ બની શકે છે. વૈભવી જીવન જીવવાની ઈચ્છા પૂરી શકો છો. આરોગ્ય અંગે સજાગ રહો. આ દરમિયાન સિંગલ જાતકો કોઈના પ્રત્યે આકર્ષિત થઈ શકે છે.

કન્યા

કન્યા

કન્યા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. પગાર વધી શકે છે. આ દરમિયાન તમારી મહિલા મિત્ર મદદ કરી શકે છે. તમને ભાગ્યની મદદ મળશે અને બગડતા કામ પણ સુધરી જશે. વૈવાહિક જીવન સારું રહેશે. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. પરંતુ સંબંધો ખરાબ નહીં થાય. કાર્યક્ષેત્રમાં તમારું મહત્વ વધશે. વેપારીઓ માટે સમય સારો છે. મનમાં કોઈ મૂંઝવણ હોય કે દુવિધા હોય તો ઘરના વડીલ સાથે વાતો કરો.

તુલા

તુલા

તમારે આ દરમિયાન સતર્ક રહેવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં અણબનાવ થઈ શકે છે. વિવાદોથી બચવા માટે તમે ઓછું બોલો તે જ સારું રહેશે. ગૃહસ્થ જીવન સામાન્ય રહેશે. જીવનસાથી સાથે તણાવ થાય તેનો ઉલ્લેખ બીજા સામે ન કરો. જીવનમાં ચડાવ ઉતાર આવશે, પરંતુ તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આરોગ્ય સામાન્ય રહેશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

શુક્રને કર્ક રાશિમાં ગોચર કરવાથી તમને મિશ્ર પરિણામ મળશે. વૈવાહિક જીવન સારું રહેશે. કોઈની સાથે પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહ્યા છો તો તમને વિદેશતી લાભ થઈ શકે છે. કામ અંગે પ્રવાસ કરવો પડી શકે છે. લવ લાઈફ રોમેન્ટિક રહેશે. વિદ્યાર્થીઓએ એકાગ્રતા વધારવા માટે ધ્યાનની મદદ લેવી જોઈએ, ફાયદો થશે.

ઘન

ઘન

તમારું મન વાસનાપૂર્ણ પ્રક્રિયાઓ તરફ રહેશે, જેનાથી માનસિક તણાવ વધી શકે છે. જાતને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરો. આ દરમિયાન કોઈની સાથે વિવાદ થવાની શક્યતા છે. નિયમ કાયદા ધ્યાનમાં રાખીને વાહન ચલાવો નહીં તો નુક્સાન થઈ શકે છે. તમને એકલા રહેવું ગમશે. આર્થિક સ્થિતિ ખાસ નહીં રહે, ખર્ચા પર નજર રાખો. તમારા મનને શાંત કરવા માટે આધ્યાત્મ તરફ વળો.

મકર

મકર

આ સમય તમારા વૈવાહિક જીવન માટે શાનદાર રહેશે. જીવનસાથી સાથે સારો સમય વીતાવી શક્શો. આ દરમિયાન તમારા બંને વચ્ચે સમજણ સારી રહેશે, કહ્યા વિના જ એકબીજાને સમજી શક્શો. પ્રેમીજોડા લગ્ન કરી શકે છે. નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે, માન સન્માનમાં વૃદ્ધિ થશે.

કુંભ

કુંભ

તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે પરંતુ તેના માટે તમારી મહેનત અને લગન પર ભરોસો રાખો. ઓફિસમાં ખાસ કરીને મહિલા સાતે વિવાદમાં ન પડો. વિદ્યાર્થીઓ અભ્યાસ પર પુરતુ ધ્યાન આપો. આરોગ્ય પર ધ્યાન આપો. ભણવા માટે કે નોકરી માટે ઘરથી દૂર છો તો એકલતા લાગી શકે છે., ફોનથી ઘરે વાત કરી લો.

મીન

મીન

શુક્ર ગ્રહના ગોચરથી તમારી અંદરની છુપાયેલી કળા લોકો સામે આી શકે છે. તમે નવી ચીજો શીખવામાં સમય વીતાવશો. તમને આવકના નવા સ્રોત મળશે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે. પ્રેમ જીવન સારું રહેશે, પાર્ટનર સાથે યાત્રાનું આયોજન કરી શકો છો. તમારા જીવનની મુશ્કેલી અંગે ઘરના વડીલો સાથે સલાહ લઈ શકો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X